Sunday, March 9, 2025
More

    હોટેલ-રેસ્ટોરન્ટ નહીં પીરસી શકે ગૌમાંસ, સાર્વજનિક સ્થળોએ પણ બીફ પર પ્રતિબંધ: સમગ્ર આસામમાં નિયમ લાગુ, સીએમ હિમંતા સરમાનો આદેશ

    આસામમાં કોઈ પણ હોટેલ, રેસ્ટોરન્ટમાં ગૌમાંસ પીરસી શકાશે નહીં. રાજ્યની ભાજપ સરકારે આ નિર્ણય કર્યો છે, જેની જાણકારી મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આપી હતી. 

    હિમંતા સરમાએ એક પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “આસામમાં ત્રણ વર્ષ પહેલાં અમે ગૌહત્યાને નિષેધ કરવા માટેનો કાયદો બનાવ્યો હતો. જેમાં અમને ખાસ્સી એવી સફળતા મળી છે. પરંતુ હવે અમે નિર્ણય કર્યો છે કે કોઈ પણ રેસ્ટોરન્ટ અને હોટેલમાં પણ ગૌમાંસ પીરસી શકાશે નહીં. આજથી જ આ નિર્ણયનો અમલ થશે.”

    મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ નિર્ણય કોઈ પણ જાહેર કાર્યક્રમ કે જાહેર સ્થળોએ પણ લાગુ પડશે અને ત્યાં પણ તે પીરસી શકાશે નહીં. 

    તેમણે કહ્યું કે, “પહેલાં અમારો નિર્ણય હતો કે મંદિરના પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં જ બીફ પર પ્રતિબંધ મૂકવામાં આવે, પરંતુ અમે હવે આ નિર્ણયમાં ફેરફાર કરીને આખા રાજ્યમાં અમલ કરવાનો નિર્ણય કર્યો છે. ત્રણ વર્ષ પહેલાં જે અમે શરૂ કર્યું હતું તેમાં હવે અમે વધુ એક ડગલું આગળ જઈ રહ્યા છીએ.”