
અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં એક આરોપીને પકડવા માટે ગયેલી શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલો થયો છે. પ્રાથમિક જાણકારી અનુસાર આરોપીએ પૂછપરછ દરમ્યાન જોઇન્ટ સીપી શરદ સિંઘલને છરી મારી દીધી હતી. વળતા જવાબમાં પોલીસ અધિકારીએ આરોપીને પગમાં ગોળી મારી દીધી હતી.
આરોપીની ઓળખ કલીમ શેખ તરીકે થઈ છે. તે ઇસનપુરનો રહેવાસી છે અને અનેક ગુનાઓમાં સંડોવાયેલો રહ્યો છે. ગેરકાયદેસર હથિયારોની હેરફેર મામલે બાતમી મળતાં અમદવાદ પોલીસ કલીમની પૂછપરછ માટે પહોંચી હતી. આ ટીમની આગેવાની અમદાવાદના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલ કરી રહ્યા હતા. તેમની સાથે સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર આઈ. એન. ધાસુરા પણ હાજર હતા.
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલો, JCP શરદ સિંઘલ છરીના હુમલામાં ઇજાગ્રસ્ત#Ahmedabad | #CrimeBranch | #PoliceFiring | #DrugRacket | @CrimeAhmedabad | @GujaratPolice
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) July 2, 2026
Anchor : @kinshubhatt | @JigarThakar_NC pic.twitter.com/LuXuZatjcD
પોલીસ અધિકારીઓ કલીમની પૂછપરછ કરી રહ્યા હતા તે દરમ્યાન તે ઉશ્કેરાઈ ગયો અને જોઇન્ટ સીપી પર છરી વડે હુમલો કરી દીધો હતો. પોલીસ અધિકારીએ હાથ આડો કરી દેતાં ડાબા હાથમાં તેમને છરી વાગી ગઈ હતી.
ત્યારબાદ અધિકારીએ તરત સર્વિસ રિવોલ્વર કાઢીને આરોપી પર ફાયરિંગ કરીને તેને પગમાં ગોળી મારી હતી. ત્યારબાદ આરોપીને સારવાર માટે ખસેડવામાં આવ્યો. બીજી તરફ અધિકારી પણ સારવાર લઈ રહ્યા છે.
આરોપી કલીમ પાસેથી 4 હથિયારો મળી આવ્યાં છે. તેની સામે અગાઉ હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી વગેરેના અનેક ગુનાઓ નોંધાયેલા છે.

