Sunday, November 10, 2024
More
    હોમપેજદુનિયારિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ નીતા અંબાણી ફરી બન્યાં IOCના સભ્ય: સર્વાનુમતે નિમણૂક થતાં...

    રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ નીતા અંબાણી ફરી બન્યાં IOCના સભ્ય: સર્વાનુમતે નિમણૂક થતાં કહ્યું- પુનઃનિયુક્તિ દર્શાવે છે વૈશ્વિક સ્તરે ભારતનો રમતગમત ક્ષેત્રે પ્રભાવ

    તેમણે કહ્યું હતું કે “આ પુનઃનિયુક્તિ મારા માટે માત્ર એક વ્યક્તિગત બાબત નથી, પરંતુ વૈશ્વિક સ્તરે રમતગમત ક્ષેત્રે ભારતનો વધી રહેલો પ્રભાવ પણ દર્શાવે છે. હું મારી આ આનંદ અને ગર્વની આ ક્ષણ દરેક ભારતીય સાથે વહેંચવા માંગુ છું.”

    - Advertisement -

    રિલાયન્સ ફાઉન્ડેશનના (Reliance Foundation) સંસ્થાપક અને અધ્યક્ષ નીતા અંબાણી ફરીથી ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના (IOC) સભ્ય બન્યા છે. નીતા અંબાણી ફરી એકવાર IOCના સભ્ય તરીકે ચૂંટાયા છે, તેમની તરફેણમાં કુલ 93 મત એટલે કે 100% મત પડ્યા હતા. નીતા અંબાણી વર્ષ 2016માં ઓલમ્પિક ગેમ્સ જ્યારે રિયો ડી જાનેરોમાં યોજાઇ હતી ત્યારે પ્રથમ વખત IOC સભ્ય તરીકે ચૂંટાયા હતા.

    આમ નીતા અંબાણી ફરી IOCમાં (International Olympic Committee) ભારતનું પ્રતિનિધિત્વ કરતાં જોવા મળશે. નીતા અંબાણીની તરફેણમાં 100 ટકા વોટ પડ્યા હતા, જેના પછી તેઓ ફરીથી ઇન્ટરનેશનલ IOCના સભ્ય તરીકે ચૂંટાયા હતા. આ પ્રસંગે, તેમણે કહ્યું કે, “હું ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના સભ્ય તરીકે ફરીથી ચૂંટાઈને ખૂબ જ સન્માનની લાગણી અનુભવી રહી છું, IOCના પ્રમુખ અને મારા તમામ સાથીદારો જેમણે મારા પર ફરીથી વિશ્વાસ મૂક્યો તેમનો આભાર વ્યક્ત કરું છું.”

    વધુમાં તેમણે કહ્યું હતું કે “આ પુનઃનિયુક્તિ મારા માટે માત્ર એક વ્યક્તિગત બાબત નથી, પરંતુ વૈશ્વિક સ્તરે રમતગમત ક્ષેત્રે ભારતનો વધી રહેલો પ્રભાવ પણ દર્શાવે છે. હું મારી આ આનંદ અને ગર્વની આ ક્ષણ દરેક ભારતીય સાથે વહેંચવા માંગુ છું.” ઉલ્લેખનીય છે કે પુત્ર અનંત અંબાણીના (Anant Ambani Marriage) લગ્ન બાદ નીતા અંબાણી માટે પુન:નિયુક્તિએ વધુ એક આનંદની ક્ષણ છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે નીતા અંબાણીના (Nita Ambani) નેતૃત્વ હેઠળ, ભારતને 40 વર્ષની રાહ જોયા પછી IOCની વાર્ષિક બેઠકની અધ્યક્ષતા કરવા માટેનો અવસર મળ્યો હતો. વર્ષ 2023માં મુંબઈમાં Jio વર્લ્ડ સેન્ટર ખાતે તેનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ઓલિમ્પિકમાં (Olympics) નીતા અંબાણીના નેતૃત્વમાં પેરિસ ખાતે પ્રથમ વખત ઇન્ડિયા હાઉસ બનાવવામાં આવ્યું છે. આ ઇન્ડિયા હાઉસ પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓ, સમર્થકો અને દર્શકો માટે એક ઘર સમાન બની રહેશે.

    ઉલ્લેખનીય છે કે પેરિસમાં બનેલ ઇન્ડિયા હાઉસને રિલાયન્સ ફાઉન્ડેશન અને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની (IOA) ભાગીદારીમાં બનાવવામાં આવ્યું છે. ઇન્ડિયા હાઉસની ઘોષણા IOC સભ્ય નીતા અંબાણીએ કરી હતી, તેમણે કહ્યું હતું કે, “મને પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં પ્રથમ વખત બની રહેલા ઇન્ડિયા હાઉસની જાહેરાત કરતાં ખૂબ જ આનંદ થાય છે. હું આ અંગે ખૂબ જ ઉત્સાહિત છું. આ એક એવું સ્થાન હશે જ્યાં આપણે આપણાં રમતવીરોનું સન્માન કરીશું.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં