Wednesday, May 1, 2024
More
    હોમપેજદેશલગ્ન પહેલા અનંત અંબાણી સતત ધાર્મિક યાત્રા પર: આઠમે જગન્નાથ પુરી અને...

    લગ્ન પહેલા અનંત અંબાણી સતત ધાર્મિક યાત્રા પર: આઠમે જગન્નાથ પુરી અને કામાખ્યા મંદિરે પૂજા, રામનવમીએ પહોંચ્યા મા પીતાંબરીનાં દરબારમાં; વિવિધ મંદિરોમાં દાન કર્યા ₹5 કરોડ

    આ ઉપરાંત અનંત અંબાણીએ ધૂમાવતી માતાની આરતીમાં ભાગ લીધો હતો અને ત્યારબાદ મહાભારત કાળના વનખંડેશ્વર મહાદેવ મંદિરમાં અભિષેક પણ કર્યો હતો.

    - Advertisement -

    તાજેતરમાં રાજકોટમાં પોતાના ભવ્ય પ્રી-વેડિંગ સમારંભને લઈને સમાચારોમાં છવાયેલા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ આસામના કામાખ્યા મંદિર અને પુરીના જગન્નાથ મંદિરમાં પૂજા અર્ચના કરી અને ઉદાર હાથે દાન આપ્યું. અનંત અંબાણીએ બંને મંદિરોને 2.51 કરોડનું દાન આપ્યું હતું. આ પછી અનંત અંબાણી મધ્યપ્રદેશના દતિયા પહોંચ્યા, જ્યાં તેમણે મા પીતાંબરી દેવીના મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ પછી તેઓ પીતાંબરા પીઠ ટ્રસ્ટના પ્રમુખ અને રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજેને પણ મળ્યા હતા.

    મીડિયા અહેવાલો અનુસાર, અનંત અંબાણી બુધવારે (17 એપ્રિલ 2024) નવમીના દિવસે તાંત્રિક શક્તિપીઠ પીતાંબરા માતાના દર્શન કરવા દતિયા પહોંચ્યા હતા. તેમણે ગર્ભગૃહના કિનારે ઊભા રહીને વિશેષ પ્રાર્થના કરી હતી. આ પછી અનંત અંબાણીએ ધૂમાવતી માતાની આરતીમાં ભાગ લીધો હતો અને ત્યારબાદ મહાભારત કાળના વનખંડેશ્વર મહાદેવ મંદિરમાં અભિષેક પણ કર્યો હતો.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનંત અંબાણી લગભગ પોણા છ વાગ્યે ગ્વાલિયર પહોંચ્યા હતા. અહીંથી તેઓ રોડ માર્ગે દતિયા પહોંચ્યા અને પશ્ચિમ દરવાજાથી માતા પીતાંબરી મંદિરમાં પ્રવેશ્યા. મંદિરના મુખ્ય પૂજારીએ તેમને મંદિરના ગર્ભગૃહમાં પૂજન કરાવ્યું. આ પછી અનંત અંબાણીએ રાત્રે 8 વાગ્યે થનારી ધૂમાવતી માતાની આરતીમાં હાજરી આપી હતી. માતાના દર્શન કર્યા બાદ તેઓ ટેમ્પલ ટ્રસ્ટના પ્રમુખ વસુંધરા રાજે સિંધિયાને મળ્યા અને લગભગ 30 મિનિટ સુધી ચર્ચા કરી. આ પછી પીતાંબરા માતાની આરતીમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે વનખંડેશ્વર મનહદેવ મંદિરમાં જલાભિષેક પણ કર્યો હતો.

    - Advertisement -

    આઠમે પણ મંદિરો ફર્યા હતા

    આ પહેલા મંગળવારે (16 એપ્રિલ, 2024) તેઓ ઓડિશાના પુરી શહેરમાં સ્થિત વિશ્વ પ્રસિદ્ધ પુરી જગન્નાથ ધામ પહોંચ્યા હતા. તેમણે મંગળવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે પૂજા અર્ચના કરી અને મંદિરમાં 2.51 કરોડનું દાન પણ કર્યું. આ પછી તે આસામ જવા રવાના થયા હતા. અનંત અંબાણી આસામના વિશ્વ પ્રસિદ્ધ મા કામાખ્યા દેવી મંદિર પહોંચ્યા અને પ્રાર્થના કરી અને આશીર્વાદ લીધા અને અહીં તેમણે 2.51 કરોડનું દાન કર્યું. જોકે, અનંત અંબાણી કે રિલાયન્સ દ્વારા દાનની રકમની પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ તમામ મીડિયા રિપોર્ટ્સમાં આ જ દાવો કરવામાં આવી રહ્યો છે.

    ઉલ્લેખનીય છે કે અનંત અંબાણી ટૂંક સમયમાં (જુલાઈ મહિનામાં) રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવાના છે. માર્ચ મહિનામાં, ગુજરાતના જામનગરમાં તેમના લગ્ન પૂર્વેની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશ-વિદેશની અનેક હસ્તીઓ, ઉદ્યોગપતિઓ, ફિલ્મ સ્ટાર્સ, ખેલૈયાઓ, રાજકારણીઓ વગેરેએ ભાગ લીધો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં