Saturday, June 22, 2024
More
  હોમપેજવગેરે...મનોરંજનપૂનમ પાંડેના મૃત્યુ પર રહસ્ય, સમાચાર સામે આવ્યા બાદ પરિવાર ‘ગાયબ’ હોવાનો...

  પૂનમ પાંડેના મૃત્યુ પર રહસ્ય, સમાચાર સામે આવ્યા બાદ પરિવાર ‘ગાયબ’ હોવાનો દાવો: કો-સ્ટારે કહ્યું- ફેક ન્યૂઝ હોય શકે, મીડિયામાં ચાલી રહી છે અલગ-અલગ થિયરી

  સમાચારો વહેતા થયા બાદ પૂનમ પાંડેની મીડિયા મેનેજરે જણાવ્યું હતું કે, પાંડેનની બહેને જ તેને મૃત્યુના સમાચાર આપ્યા હતા અને હજુ તેઓ વિગતોની રાહ જોઈ રહ્યા છે.

  - Advertisement -

  (નોંધ: પૂનમ પાંડે જીવિત અને સ્વસ્થ છે અને સર્વાઇકલ કેન્સરથી મૃત્યુની વાતો ખોટી છે. અભિનેત્રીએ આ બીમારી વિશે ‘જાગૃતિ ફેલાવવા’ માટે આ નાટક કર્યાં હતાં. પછીથી તેણે એક વિડીયો પણ બનાવીને ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો હતો. જે અહીંથી વાંચી શકાશે. નીચેનો રિપોર્ટ આ જાહેરાત પહેલાં પ્રકાશિત થયો હતો.)

  અભિનેત્રી પૂનમ પાંડેના મૃત્યુના સમાચાર સામે આવ્યા બાદ હવે આ અંગે રહસ્ય સર્જાતું જાય છે. શુક્રવારે (2 ફેબ્રુઆરી, 2024) અભિનેત્રીના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો કે તેનું નિધન થયું છે. ત્યારબાદ મીડિયા રિપોર્ટ્સમાં એમ પણ કહેવામાં આવ્યું કે તેના મેનેજરે પુષ્ટિ કરી છે. પરંતુ હવે અહેવાલો મળી રહ્યા છે કે મૃત્યુના સમાચાર આપ્યા બાદ પૂનમની બહેન ગાયબ છે અને પરિવારના અન્ય સભ્યોના પણ ફોન બંધ આવી રહ્યા છે. 

  ઇન્ડિયા ટુડેએ એક રિપોર્ટમાં જણાવ્યું કે, ઈન્ટરનેટ પર પૂનમ પાંડેના નિધનના સમાચાર વહેતા થયા બાદ તેનો પરિવાર ગાયબ છે. ઇન્ડિયા ટુડેએ રિપોર્ટમાં પૂનમની નજીકના એક વ્યક્તિને ટાંકીને જણાવ્યું કે, સવારે તેમને પૂનમની બહેનનો કોલ આવ્યો હતો અને તેણે અભિનેત્રીના મૃત્યુ વિશે જણાવ્યું હતું. પરંતુ તેના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી સમાચાર પ્રકાશિત થયા બાદ જ્યારે તે વ્યક્તિએ અભિનેત્રીની બહેનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો ફોન બંધ આવી રહ્યો હતો. તદુપરાંત તેના પરિવારના અન્ય સભ્યોના ફોન પણ બંધ આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. 

  - Advertisement -

  સમાચારો વહેતા થયા બાદ પૂનમ પાંડેની મીડિયા મેનેજરે જણાવ્યું હતું કે, પાંડેનની બહેને જ તેને મૃત્યુના સમાચાર આપ્યા હતા અને હજુ તેઓ વિગતોની રાહ જોઈ રહ્યા છે. તેણે કહ્યું, “અમને આજે સવારે જ તેમના પરિવારના એક સભ્યનો (બહેન) કોલ આવ્યો હતો, જેમણે અચાનક મૃત્યુના સમાચાર આયા હતા. અમે પરિવાર પાસેથી બાકીની વિગતોની રાહ જોઈ રહ્યા છીએ. જો વધુ જાણકારી મળે તો અમે નિવેદન જાહેર કરીશું.” 

  બીજી તરફ, દૈનિક ભાસ્કરના રિપોર્ટનું કહેવું છે કે પૂનમના મોતની જાણકારીની પ્રેસનોટ એક નિકિતા શર્મા નામની મહિલાએ પોતાને તેની મેનેજર ગણાવીને જાહેર કરી હતી. તેની ઉપર એક નંબર પણ હતો. પરંતુ જ્યારે નંબર પર સંપર્ક કરવામા આવ્યો ત્યારે તે પશ્ચિમ બંગાળમાં કોઇ વ્યક્તિએ ઉઠાવ્યો. કથિત રીતે તેણે જણાવ્યું કે તેનો પૂનમ પાંડે સાથે કોઈ સંબંધ નથી અને શુક્રવારે સવારથી જ તેની પાસે સેંકડો ફોન આવી ચૂક્યા છે. 

  એક થિયરી એવી પણ ચાલી રહી છે કે પૂનમ પાંડેનું મોત સર્વાઇકલ કેન્સરના કારણે નહીં પરંતુ ડ્રગ ઓવરડોઝના કારણે થયું હોય શકે. ટાઈમ્સ નાઉએ એક રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને જણાવ્યું કે, ડ્રગ્સ ઓવરડોઝના કારણે મોત થયું છે. 

  પૂનમ પાંડે સાથે એક શોમાં કામ કરી ચૂકેલા વિનિત કક્કડે અભિનેત્રીના મૃત્યુના સમાચાર ફર્જી ગણાવ્યા છે અને કહ્યું કે, આ પબ્લિસિટી સ્ટંટ નથી પરંતુ બની શકે કે તેનું અકાઉન્ટ હેક થઈ ગયું હોય. જેની ઉપરથી નિધનના સમાચાર પોસ્ટ કરવામાં આવ્યા હતા. 

  રિપોર્ટ અનુસાર, કક્કડે ન્યૂઝ એજન્સી IANSને જણાવ્યું કે, “મને લાગે છે કે આ સમાચાર ફેક છે. હું પૂનમને ઓળખું છું, તે મજબૂત મહિલા છે. મેં ‘લૉક અપ’ શોમાં તેની સાથે કામ કર્યું છે. ત્રણ ચાર મહિના પહેલાં અમે મળ્યાં હતાં અને ક્યારેય ન લાગ્યું કે તેને બીમારી છે.” તેમણે ઉમેર્યું કે, “આ સમાચાર ખોટા છે. થોડા દિવસમાં તમને ખબર પડી જશે. બની શકે કે કોઈએ અકાઉન્ટ હેક કરી લીધું હોય.” એમ પણ કહ્યું કે, “તેને સર્વાઇકલ કેન્સર થયું હોય તેવું માનવું અઘરુ છે, કારણ કે કોઇ લક્ષણો પણ ન હતાં. અચાનક તે કઈ રીતે બની શકે?

  આ બધાની વચ્ચે અભિનેત્રીના અમુક વિડીયો પણ સામે આવ્યા છે, જે છેલ્લા ત્રણ-ચાર દિવસોમાં શૂટ થયા હતા, જેમાં તે વિવિધ કાર્યક્રમો અને ઈવેન્ટમાં એકદમ સ્વસ્થ દેખાય રહી છે. તેને જોઈને લાગતું નથી કે તેને લાસ્ટ સ્ટેજ કેન્સર હોય. વધુમાં ચર્ચા એવી પણ ચાલી રહી છે કે કેન્સરથી કોઇ પણ દર્દી અચાનક મૃત્યુ નહીં પામે અને ધીમેધીમે વ્યક્તિની સ્થિતિ નબળી પડતી જાય છે. કેન્સરના જે દર્દીઓ બચી ન શકે તેઓ અંતિમ દિવસોમાં અત્યંત બીમાર પડી જતા હોય છે, જે પૂનમ પાંડેના કેસમાં થયું નથી. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં