Monday, September 9, 2024
More
    હોમપેજવગેરે...મનોરંજન‘હું જીવિત છું’: ઇન્સ્ટાગ્રામ પર મૃત્યુના સમાચાર પોસ્ટ બાદ હવે સામે આવી...

    ‘હું જીવિત છું’: ઇન્સ્ટાગ્રામ પર મૃત્યુના સમાચાર પોસ્ટ બાદ હવે સામે આવી પૂનમ પાંડે, વિડીયો બનાવીને સર્વાઈકલ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપતી દેખાઇ!

    24 કલાક પહેલાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી મૃત્યુના સમાચાર આપવામાં આવ્યા બાદ પૂનમ પાંડેએ સામે આવીને કહ્યું કે તે જીવિત છે અને આ બધું સર્વાઇકલ કેન્સર વિશે 'જાગૃતિ ફેલાવવા' માટે કરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    શુક્રવારે (2 ફેબ્રુઆરી, 2024) અભિનેત્રી અને મોડેલ પૂનમ પાંડેના મૃત્યુના સમાચાર વહેતા થયા હતા. પછીથી તેનું ઉપર રહસ્ય વધુ ઘેરું બન્યું અને હવે આખરે આ સમાચાર ખોટા સાબિત થયા છે. પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી મૃત્યુની ઘોષણા બાદ પૂનમ પાંડે સામે આવી છે અને એક વિડીયો સંદેશ જારી કર્યો છે. 

    વિડીયોમાં પૂનમ કહે છે કે, “હું જીવંત છું. સર્વાઇકલ કેન્સરના કારણે મારું મૃત્યુ થયું નથી. પરંતુ દુર્ભાગ્યે હું આ એ સેંકડો, હજારો મહિલાઓ માટે ન કહી શકું, જેમણે સર્વાઈકલ કેન્સરના કારણે જીવ ગુમાવ્યો છે. એવું નથી કે તેઓ કશું કરી શકતાં ન હતાં, વાસ્તવમાં તેમને આના વિશે કોઇ જાણ જ ન હતી. હું અહીં તમને એ જણાવવા માટે આવી છું કે અન્ય પ્રકારનાં કેન્સરથી વિપરીત, સર્વાઈકલ કેન્સરને મટાડી શકાય છે. તમારે માત્ર તમારા ટેસ્ટ કરાવવા પડે છે અને HPV વેક્સિન લેવી પડે છે.” 

    આગળ કહ્યું, “આ રોગથી વધુ લોકો જીવ ન ગુમાવે તે સુનિશ્ચિત કરવા માટે આપણે આ બધું જ કરી શકીએ છીએ.” સાથે તેણે લોકોને એક વેબસાઈટ પર લૉગ ઇન કરવા પણ કહ્યું, જેમાં પૂનમ પાંડે ઇઝ અલાઈવ લખવામાં આવ્યું છે. 

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે 24 કલાક પહેલાં પૂનમ પાંડેના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી એક સમાચાર પોસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં તે મૃત્યુ પામી હોવાનું જણાવવામાં આવ્યું હતું. સાથે કહેવામાં આવ્યું કે, સર્વાઈકલ કેન્સરે તેનો ભોગ લીધો છે. ત્યારબાદ તેની ટીમે પણ સમાચારની ‘પુષ્ટિ’ કરી હતી. જોકે, પછીથી આ અંગે રહસ્ય ઘેરાવા માંડ્યું અને ઈન્ટરનેટ પર પણ ચર્ચા શરૂ થઈ. 

    થોડા કલાકો બાદ મીડિયામાં સમાચાર વહેતા થયા કે જાહેરાત બાદ તેનો પરિવાર ગાયબ થઈ ગયો છે અને બાધાના ફોન બંધ આવી રહ્યા છે. બીજી તરફ, તેની ટીમે જણાવ્યું હતું કે તેમણે પરિજનો પાસેથી જ જાણ્યું હતું અને અન્ય કોઈ બીજી જાણકારી નથી. સાથે જે પ્રેસ રીલીઝ જારી કરવામાં આવી હતી તેની ઉપર પણ પ્રશ્નો ઉઠ્યા હતા. 

    કેન્સર એ જીવલેણ બીમારી છે પરંતુ વ્યક્તિ એકાએક મૃત્યુ પામતો નથી, જેવું હાર્ટ અટેકમાં થાય છે. લાસ્ટ સ્ટેજ કેન્સરથી પીડિત દર્દીઓ પોતાના અંતિમ દિવસોમાં અત્યંત બીમાર પડી જાય છે. જેવું પૂનમના કિસ્સામાં ન હતું અને સોશિયલ મીડિયા પર તેના બે-ત્રણ દિવસ જૂના વિડીયો પણ ફરતા થયા હતા, જેમાં તે એકદમ સ્વસ્થ જણાતી હતી. આખરે આ વિશે સ્પષ્ટતા થઈ છે. અભિનેત્રીએ સર્વાઈકલ કેન્સર વિશે કથિત રીતે જાગૃતિ ફેલાવવા માટે આ બધાં નાટકો કર્યાં હતાં. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં