Thursday, April 25, 2024
More
    હોમપેજવગેરે...મનોરંજનમહાકાલના આંગણે જવું આલિયા અને રણબીરને પડ્યું ભારે: બ્રહ્માસ્ત્ર માટે આશિર્વાદ લેવા...

    મહાકાલના આંગણે જવું આલિયા અને રણબીરને પડ્યું ભારે: બ્રહ્માસ્ત્ર માટે આશિર્વાદ લેવા ગયા હતા પરંતુ…

    મુલાકાત પહેલા, મોટી સંખ્યામાં હિંદુઓ મુખ્ય દ્વાર અને શંખ દ્વાર એટલે કે VVIPs માટે ઉપરાંત દરવાજા પર એકઠા થયા હતા તેમને કાળા ધ્વજ બતાવવા માટે. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીનો ઉપયોગ કરવો પડ્યો હતો.

    - Advertisement -

    હિન્દૂ સંગઠનો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સભ્યોએ મંગળવારે (6 સપ્ટેમ્બર) અભિનેતા રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને અયાન મુખર્જીની મુલાકાત પહેલા ઉજ્જૈનમાં ભારે વિરોધ સર્જ્યો હતો. તેઓ મંગળવારે સાંજે મહાકાલેશ્વર મંદિર ખાતે પ્રસિદ્ધ જ્યોતિર્લિંગના દર્શન કરવાના હતા.

    મુંબઈ, ચેન્નાઈ અને હૈદરાબાદમાં ફિલ્મનું પ્રમોશન કર્યા પછી, બ્રહ્માસ્ત્રના મુખ્ય કલાકારોએ દિગ્દર્શક અયાન મુખર્જી સાથે મહાકાલેશ્વર મંદિરની મુલાકાત લેવાની આશામાં ઉજ્જૈન જવા માટે ફ્લાઇટ લીધી હતી.

    જો કે, બોલિવૂડ અભિનેતા દંપતી મહાકાલેશ્વર મંદિરમાં પ્રસિદ્ધ જ્યોતિર્લિંગની મુલાકાત લઈ શકે તે પહેલાં, બજરંગ દળના સભ્યોએ ઉજ્જૈનમાં ભારે વિરોધ કર્યો હતો.

    - Advertisement -

    રણબીર કપૂર અને આલિયા ભટ્ટને મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં પ્રસિદ્ધ મહાકાલ મંદિરમાં પ્રવેશતા હિન્દૂ પ્રદર્શનકરો દ્વારા અટકાવવામાં આવ્યા હતા, જેમણે જ્યારે બોલિવૂડ અભિનેતા દંપતી દર્શન કરવા સ્થળ પર પહોંચ્યા ત્યારે ‘જય શ્રીરામ’ના નારા લગાવ્યા હતા. ઘટનાની પુષ્ટિ કરતા, મહાકાલ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેઓએ વિરોધીઓને વિખેરવા માટે લાકડીનો આશરો લીધો હતો.

    હિન્દૂ સંગઠનોએ બ્રહ્માસ્ત્ર ફિલ્મ અને તેની સ્ટારકાસ્ટનો આ રીતે વિરોધ કર્યો તેના ઘણા કારણો છે.

    રણબીર કપૂર સ્વીકારે છે કે તે બીફનો શોખીન છે

    ફિલ્મ બ્રહ્માસ્ત્રનો ઘણા લાંબા સમયથી વિરોધ થઇ રહ્યો છે. પાછળ દિવસોમાં રણબીર કરપુરનો એક જૂનો વિડીયો વાઇરલ થયો હતો જેણે વિરોધની આગને હવા આપી હતી.

    આ વિડીયોમાં કલાકાર રણબીર કપુર બોલતો સાંભળી શકાય છે કે વે બીફનો ખૂબ મોટા શૌકીન છે.

    PK ફિલ્મના નાના કેમિયોમાં પણ બતાવ્યો હતો હિંદુદ્વેષ

    આ સાથે લોકોએ સોશિયલ મીડિયા પર આમિર ખાનની પીકે ફિલ્મના એ સીનનો માટે પણ ગુસ્સે છે, જેમાં રણબીર કપૂરે કેમિયો કર્યો હતો.

    તે જ સમયે, તેણે આ દરમિયાન તેમના ચહેરા પર માર ન પડે તે માટે હિન્દુ દેવી-દેવતાઓના ફોટાના સ્ટીકરો લગાવ્યા હતા.

    આ સિવાય આલિયા ભટ્ટ અને તેના પરિવારનું હિંદુદ્વેષી વલણ પણ આ ફિલ્મના વિરોધ માટે એટલું જ જવાબદાર છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં