Thursday, April 18, 2024
More
  હોમપેજવગેરે...મનોરંજન'ઐશ્વર્યાએ છોડ્યું બચ્ચન પરિવારનું ઘર, સાસુ જયા સાથે વર્ષોથી અણબનાવ': અહેવાલોમાં દાવો-...

  ‘ઐશ્વર્યાએ છોડ્યું બચ્ચન પરિવારનું ઘર, સાસુ જયા સાથે વર્ષોથી અણબનાવ’: અહેવાલોમાં દાવો- શ્વેતાને બંગલો ગિફ્ટ કરવાથી પડી સંબંધોમાં તિરાડ?

  અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ઐશ્વર્યા બચ્ચન પરિવારથી દૂર તેની માતા સાથે રહેવા લાગી છે. તેણે અમિતાભનું ઘર છોડી દીધું છે. જોકે, બચ્ચન પરિવાર તરફથી આ વિશે કોઈ નિવેદન અપાયું નથી.

  - Advertisement -

  છેલ્લા ઘણા સમયથી મીડિયા અને સોશિયલ મીડિયામાં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચે અણબનાવ હોવાના સમાચાર સામે આવતા રહ્યા છે. તેવામાં હવે એક નવા સમાચાર સામે આવી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ઐશ્વર્યા રાય હવે બચ્ચન પરિવારથી દૂર રહેવા લાગી છે. તેણે અમિતાભ બચ્ચનનું ઘર છોડી દીધું છે અને તેની મા સાથે રહેવા લાગી છે. ઘણા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચે વર્ષોથી અણબનાવ છે. તેઓ માત્ર દીકરી આરાધ્યા માટે સાથે રહેતા હતા.

  બોલીવુડના મેગાસ્ટાર તરીકે ઓળખાતા અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચને વર્ષ 2007માં પૂર્વ મિસવર્લ્ડ ઐશ્વર્યા રાય સાથે લગ્ન કર્યાં હતાં. સોશિયલ મીડિયામાં તેઓ એક આદર્શ દંપતી તરીકે ઓળખાતાં હતાં. પણ છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે અણબનાવ હોવાનું પણ સામે આવતું રહ્યું છે. સોશિયલ મીડિયા અને મીડિયામાં બંને વચ્ચે ડિવોર્સ થવા જઈ રહ્યા હોવાની વાતો વહેતી થઈ છે. તેવા સમયે અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો કે, ઐશ્વર્યા રાય બચ્ચન પરિવારથી દૂર રહેવા લાગી છે. તેણે અમિતાભ બચ્ચનનું ઘર છોડી દીધું છે. આ સમાચારને લઈને ડિવોર્સ વિશેની વાતોએ વધુ વેગ પકડ્યો છે.

  અમિતાભ અને ઐશ્વર્યાએ એકબીજાને કર્યા અનફોલો?

  Zoomના એક અહેવાલ અનુસાર, જાણવા મળી રહ્યું છે કે ઐશ્વર્યા છેલ્લા કેટલાક દિવસોથી તેની માતા સાથે રહે છે. એવો દાવો કરવામાં આવતો છે કે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચેના અણબનાવની સ્થિતિ ગંભીર બની ગઈ છે. બંને માત્ર તેમની દીકરી આરાધ્યાના લીધે સાથે છે. જોકે, ઐશ્વર્યા રાય કે અભિષેક બચ્ચન તરફથી આ વિશે કોઈ ઓફિશિયલ નિવેદન સામે આવ્યું નથી. અન્ય કેટલાક રિપોર્ટ્સમાં એવું પણ કહેવાયું છે કે અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાયે એકબીજાને સોશિયલ મીડિયા પર અનફોલો પણ કરી દીધા છે. સાથે એવું પણ કહેવાય રહ્યું છે કે, હાલ ઐશ્વર્યા રાય તેની માતા અને તેની દીકરી બંનેને સમય આપી રહી છે.

  - Advertisement -

  સાસુ અને નણંદ સાથે છે 36નો આંકડો?

  નોંધનીય છે કે ઐશ્વર્યા રાય અને તેના સાસુ જયા બચ્ચન વચ્ચે પણ અણબનાવ હોવાની ચર્ચા ચાલી રહી છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વર્ષોથી સાસુ અને વહુ વચ્ચે અબોલા છે. સાથે જ ઐશ્વર્યા અને તેની નણંદ શ્વેતા બચ્ચન વચ્ચે પણ સંબંધ ખરાબ હોવાના સમાચાર છે. કેટલીક વખતે ભાભી અને નણંદ એકબીજાને ઇગ્નોર કરતાં જોવા મળ્યા છે. એવું કહેવાય રહ્યું છે કે અમિતાભ બચ્ચને તેમની દીકરી શ્વેતાને બંગલો ગિફ્ટ કર્યો ત્યારથી ઐશ્વર્યા રાય અને બચ્ચન પરિવાર વચ્ચે તિરાડ પડી છે. જોકે, એ પણ નોંધવા જેવુ છે કે હજુ સુધી બચ્ચન પરિવાર તરફથી કોઈપણ પ્રકારનું નિવેદન આવ્યું નથી.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં