Friday, December 6, 2024
More
    હોમપેજદુનિયાવોશિંગ્ટનમાં ‘BAAAAAADDDD BEHAVIOR’ બદલ 2 બકરીઓની અટકાયત: પોલીસે મોકલી પશુઆશ્રય ગૃહમાં, સોશિયલ...

    વોશિંગ્ટનમાં ‘BAAAAAADDDD BEHAVIOR’ બદલ 2 બકરીઓની અટકાયત: પોલીસે મોકલી પશુઆશ્રય ગૃહમાં, સોશિયલ મીડિયામાં ઉભી થઇ રમૂજ

    કેન્ટ પોલીસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, “GOATS DETAINED FOR BAAAAAADDDD BEHAVIOR (ખરાબ વર્તન કરવા બદલ બકરીઓની અટકાયત).”

    - Advertisement -

    અમેરિકાના (America) એક રાજ્યની પોલીસે બે બકરીઓની અટકાયત કરી હતી. બકરીઓ પર કેન્ટ શહેરના એક વિસ્તારમાં રાહદારીઓનો પીછો કરવાનો આરોપ છે. કેન્ટ પોલીસે (Kent Police) સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો પર પોસ્ટ કરીને બકરીઓની અટકાયત (Detained Two Goats) કરી હોવાની માહિતી આપી હતી. પોલીસની આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર રમૂજનું કારણ બની છે.

    સોમવાર, 25 નવેમ્બરે અમેરિકાના વોશિંગ્ટન રાજ્યમાં કેન્ટ શહેરની પોલીસે સોશિયલ મીડિયા માધ્યમ પર એક પોસ્ટ કરી હતી. જેમાં 2 બકરીઓના ફોટોસ હતા અને બંને બકરીઓ પર લોકોને પરેશાન કરવાનો અને રાહદારીઓ સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ હતો. આ બંનેની કેન્ટ પોલીસે અટકાયત કરી હતી.

    કેન્ટ પોલીસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, “GOATS DETAINED FOR BAAAAAADDDD BEHAVIOR (ખરાબ વર્તન કરવા બદલ બકરીઓની અટકાયત).”

    - Advertisement -

    આગળ પોલીસે લખ્યું કે, “આ શનિ-રવિએ ઉત્તર કેન્ટની સીમાએ લોકોને હેરાન કરતી બે બકરીઓ મળી હતી. અમને નથી ખબર તે ક્યાંથી આવી છે. પરંતુ બંનેના મગજમાં એવું બેસી ગયું હશે કે લોકોનો પીછો કરવાનો આ સારો સમય છે. અમને ખરાબ ન સમજો, તે ખૂબ ક્યુટ છે.”

    આગળ પોલીસે લખ્યું કે, “પણ મજાક નહીં, લોકો કે બકરીઓનો બીજાનો પીછો કરવો એ ઠીક નથી. અમે તેમને પૂછ્યું કે તમે આવું મૂર્ખતાભર્યું વર્તન શા માટે કરી રહ્યા હતા ત્યારે એકે કહ્યું ‘feeling a bit baaaaa-d today (આજે થોડું ઠીક નહોતું લાગી રહ્યું).’

    પોલીસે આગળ લખ્યું કે, “પોલીસે બકરીઓની ધરપકડ કરી નથી, તેઓને પશુ આશ્રયસ્થાનમાં મોકલવામાં આવી છે. હવે તેમના માલિકને શોધવામાં આવશે.”

    નોંધનીય છે કે આ પોસ્ટ પર લોકો જાત-જાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેન્ટ પોલીસની આ પોસ્તે સોશિયલ મીડિયા પર ઘણી રમૂજ ઉભી કરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં