ઉત્તર પ્રદેશના ધારાસભ્ય, પૂર્વ મંત્રી અને જનસત્તા દળ લોકતાંત્રિકના અધ્યક્ષ રઘુરાજ પ્રતાપ સિંઘ ઉર્ફે રાજા ભૈયા વિરુદ્ધ 27 વર્ષ પહેલાં પ્રકાશિત કરેલા એક લેખ મામલે આઉટલુક મેગેઝિને તાજેતરમાં માફી માગી છે. આઉટલુકના આ વિવાદિત લેખ બાદ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. તેનો ચુકાદો આવે તે પહેલાં મેગેઝિને રઘુરાજ પ્રતાપ સિંઘની માફી માગતી નોંધ પ્રકાશિત કરી છે.
21 સપ્ટેમ્બરના અંકમાં ’17 નવેમ્બર 1997ના લેખ સંદર્ભે માફી’ શીર્ષક સાથે આ નોંધ પ્રકાશિત કરવામાં આવી છે.

જેમાં જણાવવામાં આવ્યું કે, 27 વર્ષ પહેલાં 17 નવેમ્બર 1997ના આઉટલુક મેગેઝિનના અંકમાં એક લેખ પ્રકાશિત થયો હતો, જે રઘુરાજ પ્રતાપ સિંઘ વિશે હતો. તેનું શીર્ષક હતું– ‘આજ કા મિનિસ્ટર ગુંડા કિંગ ઑફ કુંડા.’ ઉલ્લેખનીય છે કે કુંડા એ રઘુરાજ સિંઘનું વતન છે, જે પહેલાં રજવાડું પણ હતું. અહીંથી જ તેઓ સાત ટર્મથી ધારાસભ્ય પણ ચૂંટાતા આવ્યા છે.
માફીમાં આગળ કહેવામાં આવ્યું કે, “આ લેખમાં અમુક બાબતો એવી લખવામાં આવી હતી જેનાથી રઘુરાજ સિંઘની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચી શકે.” મથાળામાં ‘ગુંડા’ શબ્દનો ઉપયોગ પણ અયોગ્ય હતો એ પણ મેગેઝિને આખરે સત્તર વર્ષે સ્વીકાર્યું અને કહ્યું કે તેનાથી રાજા ભૈયા વિશે ખોટો અને ભ્રામક નરેટિવ ફેલાય શકે તેમ હતો. પત્રિકાએ એ પણ સ્વીકાર્યું કે આ માફી પ્રકાશિત કરવામાં જે વિલંબ થયો તેના કારણે ધારાસભ્યની છબીને આટલાં વર્ષોમાં બહુ નુકસાન પહોંચ્યું છે.
પત્રિકા કહે છે કે, “રઘુરાજ પ્રતાપ સિંઘે તેમની દાયકાઓની રાજકીય કારકિર્દી દરમિયાન કાયમ ગરિમા જાળવી છે અને રાજકારણમાં એક સન્માનિત વ્યક્તિ રહ્યા છે. આ પ્રકાશન થકી તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે, તેમણે અંગત રીતે જે ભોગવવું પડ્યું છે તે બદલ અમે દિલગીર છીએ, ખેદ વ્યક્ત કરીએ છીએ.” સાથે મેગેઝિને આ તમામ બાબતો, ઉલ્લેખો પરત લેવાની પણ જાહેરાત કરી.
बात आज से 27 वर्ष पहले की है, देश की एक बड़ी पत्रिका Outlook ने हमारा साक्षातकार लिया पर बहुत ही अभद्र भाषा में उसे छापा, लोग उसे पढ़के हतप्रभ थे कि इतनी बड़ी पत्रिका ऐसी भाषा का उपयोग कैसे कर सकती है। किसी की नकारात्मक छवि बनाना मीडिया के लिए बड़ा आसान काम है।
— Raja Bhaiya (@Raghuraj_Bhadri) September 15, 2025
मीडिया भी जानती… pic.twitter.com/1ErIJaCRBl
MLA રઘુરાજ પ્રતાપ સિંઘે આ વિશે એક પોસ્ટ પણ કરી છે. તેમણે કહ્યું કે, લેખમાં જે રીતે અભદ્ર ભાષા વાપરવામાં આવી હતી, તેનાથી તેઓ પોતે પણ હતપ્રભ થયા હતા. ત્યારબાદ તેમના એક સમર્થકે આઉટલુક વિરુદ્ધ કોર્ટમાં માનહાનિનો દાવો માંડ્યો હતો. ન્યાયચક્ર ચાલતું રહ્યું અને હવે જ્યારે નિર્ણયનો દિવસ નજીક આવ્યો તો પત્રિકાને લાગ્યું કે નિર્ણય સત્યના પક્ષે અને તેમનાથી વિપરીત જશે તો તેમણે ધારાસભ્યનો સંપર્ક કર્યો અને માફીનામું પ્રકાશિત કરવાની શરતે કેસ પરત લેવા માટે સહમતી બની.
રાજા ભૈયા કહે છે કે, “27 વર્ષ બાદ માફીનામું છાપવાથી સાર્વજનિક જીવનમાં થતી હાનિની ભરપાઈ થઈ શકે તેમ નથી. મીડિયા માટે કોઈને પણ ‘હીરો’ કે ‘ખલનાયક’ બનાવી દેવા બહુ સરળ હોય છે. ખાસ કરીને મારા વિશે ઘણી બાબતો છપાઈ ચૂકી છે, પણ સત્યને કોઈ આંચ આવતી નથી.”
રઘુરાજ પ્રતાપ સિંઘ સાત ટર્મથી કુંડાથી સાંસદ ચૂંટાતા રહ્યા છે. અગાઉ કાયમ અપક્ષ ચૂંટણી લડતા હતા. 2018માં તેમણે પોતાનો પક્ષ બનાવ્યો હતો. અગાઉની સરકારોમાં તેઓ મંત્રી પણ રહી ચૂક્યા છે.


