Saturday, May 18, 2024
More
  હોમપેજદેશ‘જ્ઞાનવાપીને ‘મસ્જિદ’ કહીશું તો વિવાદ થશે, ત્રિશૂલ મસ્જિદમાં શું કરે છે?’: બોલ્યા...

  ‘જ્ઞાનવાપીને ‘મસ્જિદ’ કહીશું તો વિવાદ થશે, ત્રિશૂલ મસ્જિદમાં શું કરે છે?’: બોલ્યા યુપી સીએમ યોગી આદિત્યનાથ, કહ્યું- ઐતિહાસિક ભૂલ સુધારવા પ્રસ્તાવ મૂકે મુસ્લિમ સમાજ

  "મને લાગે છે કે આ પ્રસ્તાવ મુસ્લિમ સમાજ તરફથી આવવો જોઈએ કે એક ઐતિહાસિક ભૂલ થઈ છે, અને તે ભૂલ બદલ અમે ઈચ્છીએ છીએ કે સમાધાન થાય."

  - Advertisement -

  ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ‘જ્ઞાનવાપી’ તરીકે ઓળખાતા વિવાદિત માળખા મુદ્દે મોટું નિવેદન આપ્યું છે, જે હાલ ચર્ચામાં છે. તેમણે કહ્યું કે, જ્ઞાનવાપીને મસ્જિદ કહેવું ન જોઈએ. સાથે તેમણે એમ પણ ઉમેર્યું કે, મુસ્લિમ સમાજે પોતાની રીતે આ ઐતિહાસિક ભૂલને સમજીને સમાધાન માટે આગળ આવવું જોઈએ. હાલ જ્ઞાનવાપી મુદ્દો ચર્ચામાં છે ત્યારે સીએમ યોગી આદિત્યનાથનું આ નિવેદન અગત્યનું માનવામાં આવી રહ્યું છે.

  ANIનાં તંત્રી સ્મિતા પ્રકાશ સાથે વાતચીત કરતાં મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, “જો તેને મસ્જિદ કહીશું તો વિવાદ થશે…. ભગવાને જેમને દ્રષ્ટિ આપી છે તેઓ જુએ ને, મસ્જિદની અંદર ત્રિશૂળ શું કરી રહ્યું છે? અમે તો નથી રાખ્યું, ત્યાં અંદર જ્યોતિર્લિંગ છે…ભગવાનની પ્રતિમાઓ છે, મને લાગે છે કે આ પ્રસ્તાવ મુસ્લિમ સમાજ તરફથી આવવો જોઈએ કે એક ઐતિહાસિક ભૂલ થઈ છે, અને તે ભૂલ બદલ અમે ઈચ્છીએ છીએ કે સમાધાન થાય.”

  જ્ઞાનવાપીના ઢાંચા પર યોગી આદિત્યનાથનું જે નિવેદન સામે આવ્યું તેમાં તેમણે આગળ જણાવ્યું હતું કે, “જ્ઞાનવાપીની દીવાલો ચીસો પાડી-પાડીને જુબાની આપી રહી છે, આપણને ત્યાંની સ્થિતિ દેખાડી રહી છે. આ મુદ્દે મુસ્લિમ સમાજે આગળ આવવું જોઈએ.” આ ઉપરાંત પોતાના નિવેદનમાં મુખ્યમત્રી યોગીએ વિપક્ષ પર પણ પ્રહાર કર્યો હતો, નવા ગઠબંધન પર પૂછવામાં આવેલા સવાલ પર તેમણે કહ્યું હતું કે, “તેને I.N.D.I.A ન કહેવું જોઈએ, આ જે ડોટ ડોટ ડોટ ગ્રુપ છે, વેશ બદલવાથી પાછલા કર્મોથી મુક્તિ નથી મળવાની.”

  - Advertisement -

  વારાણસી જિલ્લા ન્યાયાલયે વિવાદિત ઢાંચાના પરિસરમાં આવેલા વજૂખાનાને છોડીને બાકીના પરિસરનું ASI સર્વેક્ષણ કરવાના આદેશ આપ્યા હતા. જોકે, આ આદેશ વિરુદ્ધ મસ્જિદ કમિટી દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરાતાં કોર્ટે સરવે અટકાવીને મામલો હાઈકોર્ટને સોંપ્યો હતો, તેવામાં હાઈકોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ જતાં ASI સરવે પર નિર્ણય આવવાની તૈયારી છે, તેવામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું આ નિવેદન ઘણું મહત્વ ધરાવે છે.

  ઉલ્લેખનીય છે કે વારાણસીની કોર્ટે ‘જ્ઞાનવાપી મસ્જિદ’ તરીકે ઓળખાતા વિવાદિત માળખામાં વજૂખાનાને છોડીને બાકીના પરિસરનો વૈજ્ઞાનિક સરવે કરવા માટેનો આદેશ આપ્યા બાદ આર્કિયોલોજિકલ સરવે ઑફ ઇન્ડિયાએ સર્વેક્ષણની કામગીરી શરૂ કરી હતી. જેને લઈને મુસ્લિમ પક્ષે વાંધો ઉઠાવીને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરતાં કોર્ટે કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી. અને મુસ્લિમ પક્ષને અલાહાબાદ હાઇકોર્ટ જવા માટે કહ્યું છે. હવે મસ્જિદ સમિતિ વારાણસી કોર્ટના સરવેની પરવાનગી આપતા આદેશને હાઇકોર્ટમાં પડકારશે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચે આ આદેશ પસાર કર્યો હતો.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં