Wednesday, December 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'સંવિધાન સદન'માં ઉજવાયો સંવિધાન દિવસ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્યા બંને સદનોને સંબોધિત;...

    ‘સંવિધાન સદન’માં ઉજવાયો સંવિધાન દિવસ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્યા બંને સદનોને સંબોધિત; સંસ્કૃત અને મૈથિલીમાં બંધારણની પ્રતિ કરાઈ પ્રકાશિત

    આ ખાસ કાર્યક્રમમાં ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધી, વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગે એક મંચ પર સાથે જોવા મળ્યા.

    - Advertisement -

    આજે આખા ભારતમાં ‘સંવિધાન દિવસ’ની (Samvidhan Divas) ઉજવણી કરવામાં આવી રહી છે. આજથી 75 વરસ પહેલા સ્વતંત્ર ભારતે આજના દિવસે જ સંવિધાન અંગીકાર કર્યું હતું. ત્યારે આજે જૂના સંસદ ભવન ‘સંવિધાન સદન’ (Samvidhan Sadan) ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંવિધાન દિવસના અવસરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ (Draupadi Murmu) બંને સદનોને સંબોધિત કર્યા. સાથે-સાથે કાર્યક્રમમાં રાષ્ટ્રપતિના વરદ હસ્તે એક સ્મારક સિક્કો અને પોસ્ટ ટિકિટ પણ જાહેર કરવામાં આવી હતી.

    સંવિધાન દિવસના આ ખાસ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધી, વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગે એક મંચ પર સાથે જોવા મળ્યા. કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંને સદનોને સંબોધિત કર્યા હતા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પણ સંવિધાન દિવસને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું.

    બંધારણ દિવસ (સંવિધાન દિવસ) નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ આપેલા વક્તવ્યમાં જણાવ્યું હતું કે, “75 વર્ષ પહેલા બંધારણ સભાના આજ સેન્ટ્રલ હોલમાં આજના દિવસે જ બંધારણ સભાએ બંધારણ લાગુ કરવાનું ભગીરથ કાર્ય કર્યું હતું. બંધારણ એ દેશનો પવિત્ર ગ્રંથ છે અને ભારત લોકશાહીની જનની છે. આપણું બંધારણ સૌથી તેજસ્વી લોકોની ભેટ છે. હું તેના નિર્માણમાં સંકળાયેલી મહિલાઓને પણ સલામ કરું છું.”

    - Advertisement -

    રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ પોતાના ભાષણમાં કેન્દ્ર સરકારની વર્તમાન નીતિઓના પણ વખાણ કર્યા હતા. રાષ્ટ્રપતિ મુર્મૂએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારે સમાજના તમામ વર્ગો ખાસ કરીને પછાત વર્ગ માટે ઘણા અભૂતપૂર્વ કાર્યો કર્યા છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ લોકો પાસે હવે આરોગ્ય, આવાસ અને ખોરાક સંબંધિત સુરક્ષા આપવામાં આવી છે.

    વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા

    બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સંવિધાન દિવસના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોસ્ટ કરીને લખ્યું હતું કે, “ભારતના બંધારણની 75મી વર્ષગાંઠના શુભ અવસર પર હું તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવું છું.”

    ખાસ સ્મારક સિક્કો અને પોસ્ટ ટિકિટ જાહેર કરવામાં આવી

    નોંધનીય છે કે સંવિધાન દિવસના આ ખાસ કાર્યક્રમની મુખ્ય થીમ ‘હમારા સંવિધાન – હમારા સ્વાભિમાન’ રાખવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સરકારે એક ખાસ સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પણ પાડી હતી. આ સાથે જ ભારતીય સંવિધાનના નિર્માણ પર આધારિત બે પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું, જેમાં ‘ભારતીય સંવિધાન કા નિર્માણ: એક ઝલક’ અને ‘ભારતીય સંવિધાન કા નિર્માણ ઔર ઇસકી ગૌરવશાલી યાત્રા’નો સમાવેશ થાય છે.

    નોંધવું જોઈએ કે આ કાર્યક્રમ દરમિયાન જ દેશના વિવિધ ભાગો માટે બંધારણને વધુ સુલભ રીતે ઉપલબ્ધ થાય તે માટે સંસ્કૃત અને મૈથિલીમાં ભારતીય બંધારણની વિશેષ પ્રતિઓ પણ બહાર પાડવામાં આવી હતી. આ ઉપરાંત બંધારણની રચના અને તેના ઐતિહાસિક મહત્વ પર આધારિત એક શોર્ટ ફિલ્મ પણ કાર્યક્રમ દરમિયાન દર્શાવવામાં આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં