Monday, April 29, 2024
More
    હોમપેજદેશબજારમાંથી પસાર થઈ રહી હતી હિંદુ શોભાયાત્રા, મુસ્લિમ સમુદાયનાં ‘બાળકો’એ મહિલાઓ પર...

    બજારમાંથી પસાર થઈ રહી હતી હિંદુ શોભાયાત્રા, મુસ્લિમ સમુદાયનાં ‘બાળકો’એ મહિલાઓ પર ફેંક્યું ટોયલેટ ક્લીનર: પંજાબના નાભાની ઘટના, પોલીસ તપાસ શરૂ

    યાત્રા ખાટૂ શ્યામ જન્મોત્સવ નિમિત્તે હિંદુ સમુદાય દ્વારા આયોજિત કરવામાં આવી હતી. જેમાં સેંકડો હિંદુઓએ ભાગ લીધો હતો. જેમાં મહિલાઓ અને બાળકો પણ મોટી સંખ્યામાં જોડાયાં હતાં. દરમ્યાન, યાત્રા જ્યારે સદર બજાર વિસ્તારમાંથી પસાર થઈ ત્યારે મુસ્લિમ બાળકોએ વિક્ષેપ પાડવાના પ્રયત્નો કર્યા હતા. 

    - Advertisement -

    પંજાબના નાભામાં એક હિંદુ ધાર્મિક શોભાયાત્રા પર હુમલો થવાની ઘટના સામે આવી છે.  અહીં ગુરૂવારે (23 નવેમ્બર) પટિયાલાના નાભામાં ખાટૂ શ્યામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રા પસાર થઈ રહી હતી ત્યારે મુસ્લિમ સમુદાયનાં બાળકોએ તેમાં સામેલ અમુક મહિલાઓ ઉપર ટોયલેટ ક્લીનર ફેંક્યું હતું, જેના કારણે શોભાયાત્રામાં અમુક મહિલાઓને ઈજા પહોંચી હતી. 

    આ યાત્રા ખાટૂ શ્યામ જન્મોત્સવ નિમિત્તે હિંદુ સમુદાય દ્વારા આયોજિત કરવામાં આવી હતી. જેમાં સેંકડો હિંદુઓએ ભાગ લીધો હતો. જેમાં મહિલાઓ અને બાળકો પણ મોટી સંખ્યામાં જોડાયાં હતાં. દરમ્યાન, યાત્રા જ્યારે સદર બજાર વિસ્તારમાંથી પસાર થઈ ત્યારે મુસ્લિમ બાળકોએ વિક્ષેપ પાડવાના પ્રયત્નો કર્યા હતા. 

    બાળકો એક દુકાને એકઠાં થઈ ગયાં હતાં, જે કોઇ મુસ્લિમ વ્યક્તિની માલિકીનું હોવાનું કહેવાય છે. ત્યારબાદ આસપાસથી ટોઇલેટ ક્લીનર એકઠાં કરી લાવીને યાત્રા પસાર થઈ ત્યારે મહિલાઓ પર ફેંક્યું હતું, જેના કારણે મહિલાઓને એલર્જી થઈ ગઈ હતી. 

    - Advertisement -

    ઘટના બન્યા બાદ નાભા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. બીજી તરફ ફરિયાદ નોંધીને ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. નાભા SHOએ ઘટનાની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે કૃત્યને અંજામ અપનારાં મુસ્લિમ સમુદાયનાં બાળકો હતાં. 

    એક વીડિયો બાઈટમાં નાભા SHOએ જણાવ્યું કે, ગુરૂવારે નાભામાં શ્રી ખાટૂ શ્યામ શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને તે સારી રીતે સંપન્ન થઈ હતી, પરંતુ આ જ યાત્રા દરમિયાન એક ઘટના બની. જેને લઈને જાણકારી આપતાં તેમણે જણાવ્યું કે, સદર બજાર વિસ્તારમાં એક મુસ્લિમ વ્યક્તિની દુકાન છે, ત્યાં બાજુમાં એક ટોયલેટ છે, જ્યાં પડેલી ટોયલેટ ક્લીનર બોટલમાં પાણી ભરીને યાત્રામાં પસાર થતી મહિલાઓ પર ફેંકવામાં આવ્યું હતું. 

    પોલીસના જણાવ્યા અનુસાર, આ કૃત્યને અંજામ આપનારાં 8-9 વર્ષનાં બાળકો છે અને તે દુકાનદારના સંબંધીઓ જ હોવાનું કહેવાય છે. મહિલાઓ પર રસાયણ ફેંકવાના કારણે તેમને એલર્જી થઈ ગઈ હતી. 

    પોલીસે વધુમાં જણાવ્યું કે, ઉચ્ચ અધિકારીઓના આદેશથી આ મામલાની તપાસ હાલ ચાલી રહી છે. તેમણે લોકોને અપીલ કરી હતી કે તેઓ તોફાની તત્વોની વાતોમાં ન આવે અને અફવાઓ પર વિશ્વાસ ન કરે. તેમજ જો કોઇ તોફાની તત્વો શાંતિ ડહોળવાના પ્રયાસ કરતા જણાય તો પોલીસ કે પ્રશાસનને તુરંત જાણ કરીને શહેરની શાંતિ જાળવવાના સહયોગ આપે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં