Sunday, May 5, 2024
More
    હોમપેજદેશહલાલ સર્ટિફિકેટના નામે હિંદુ સહિતના અન્ય સમુદાયના વેપારીઓનો બહિષ્કાર, આતંકવાદીઓને ફન્ડિંગની આશંકા:...

    હલાલ સર્ટિફિકેટના નામે હિંદુ સહિતના અન્ય સમુદાયના વેપારીઓનો બહિષ્કાર, આતંકવાદીઓને ફન્ડિંગની આશંકા: FIRમાં થયા અનેક ઘટસ્ફોટ

    ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ આ કેસમાં નોંધાયેલી FIRમાં હલાલ ઇન્ડિયાના ચેન્નાઈ અને મુંબઈ કાર્યાલયની સાથે જમીયત ઉલેમા-એ-હિંદની દિલ્હી અને મુંબઈ ઓફિસનું નામ આપવામાં આવ્યું છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં 17 નવેમ્બર, 2023ના રોજ હલાલ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ અને જમીયત ઉલેમા-એ-હિંદ સહિત કેટલીક અન્ય સંસ્થાઓ અને લોકો વિરુદ્ધ FIR નોંધાઈ હતી. આ FIRમાં હલાલ સર્ટિફિકેટને હિંદુ આસ્થા પર હુમલો ગણાવીને તેની સાથે જોડાયેલા લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. કેસ નોંધાયા પછી, બીજા દિવસે 18 નવેમ્બરે, ઉત્તર પ્રદેશ સરકારે હલાલને બદલે FSSAI (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઑફ ઈન્ડિયા) પ્રમાણપત્રને ધોરણો માટે યોગ્ય જાહેર કર્યું હતું. સાથે એવું પણ કહેવાય રહ્યું છે કે હલાલ સર્ટિફિકેટના નામે હિંદુ સહિતના અન્ય સમુદાયના વેપારીઓનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે.

    ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ આ કેસમાં નોંધાયેલી FIRમાં હલાલ ઇન્ડિયાના ચેન્નાઈ અને મુંબઈ કાર્યાલયની સાથે જમીયત ઉલેમા-એ-હિંદની દિલ્હી અને મુંબઈ ઓફિસનું નામ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત હલાલ સર્ટિફિકેટનો પ્રચાર કરતી કેટલીક અજાણી કંપનીઓ, દેશવિરોધી ષડયંત્ર રચી રહેલા અન્ય કેટલાક અજાણ્યા લોકો, આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા અજાણ્યા જૂથો અને લોકોના વિશ્વાસ સાથે ખેલ કરી રમખાણોનું ષડયંત્ર રચતા કેટલાક અજાણ્યા લોકોના નામ પણ નોંધવામાં આવ્યા છે. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે.

    ફરિયાદી શૈલેન્દ્ર કુમારે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે હલાલ સર્ટિફિકેટ મઝહબના નામ પર એક ખાસ મઝહબના લોકો દ્વારા આપવામાં આવે છે. FIRમાં જણાવાયું છે કે આ ષડયંત્રમાં હલાલ સર્ટિફિકેટના નામે એક ચોક્કસ મજહબના લોકોની વસ્તુઓનું વેચાણ વધારવા માટે છેતરપિંડી કરવામાં આવી રહી છે. FIRમાં કહેવામાં આવ્યું છે કે જે કંપનીઓએ તેમની પાસેથી હલાલ સર્ટિફિકેટ લીધું નથી તેમના વેચાણને ઘટાડવા માટે ગુનાહિત કૃત્યો કરવામાં આવી રહ્યા છે.

    - Advertisement -

    ફરિયાદમાં હલાલ સર્ટિફિકેટને મુસ્લિમોને તેમની તરફ આકર્ષવાનો એક ખાસ ઉપાય ગણાવ્યો છે. FIRમાં આરોપ છે કે હલાલ સર્ટિફિકેટ આપનારી કંપનીઓએ નકલી દસ્તાવેજો સાથે સરકારના નામનો પણ દુરુપયોગ કર્યો છે. હલાલ સર્ટિફિકેટ આપનારી કંપનીઓના દસ્તાવેજોમાં ગરબડ હોવાનું પણ કહેવામાં આવ્યું છે. એ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું છે કે આના દ્વારા સમાજમાં વિભાજન ઊભું કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

    ફરિયાદીએ તમામ આરોપીઓ પર સમાજમાં નફરત ફેલાવવા, ગુનાહિત કૃત્યો કરીને કરોડો રૂપિયાની કમાણી કરવાનો, દેશવિરોધી ષડયંત્ર રચવાનો તેમજ હલાલ સર્ટિફિકેટમાંથી મળેલા નાણાંથી આતંકવાદીઓને ફન્ડિંગ પૂરું પાડવાનો આરોપ મૂક્યો છે. FIRમાં જણાવવામાં આવ્યું છે કે તેનાથી મળેલા નફાનો ઉપયોગ રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓમાં કરવામાં આવી રહ્યો છે.

    FIRમાં જણાવવામાં આવ્યું છે કે તેલ, સાબુ, ટૂથપેસ્ટ, મધ વગેરે માટે પણ હલાલ સર્ટિફિકેટ આપવામાં આવે છે, જ્યારે આ માટે હલાલ સર્ટિફિકેટની જરૂર નથી, કારણ કે આ શાકાહારી વસ્તુઓ છે. શાકાહારી વસ્તુઓ માટે હલાલ સર્ટિફિકેટની જરૂર નથી. FIRમાં વધુમાં કહેવાયું છે કે એક વિશેષ વર્ગ એવી વસ્તુઓનો ઉપયોગ ન કરવાનો પ્રચાર કરી રહ્યો છે જેને હલાલ સર્ટિફિકેટ આપવામાં આવ્યું નથી. જેના કારણે અન્ય વર્ગના વેપારીઓના હિતોને નુકસાન થઈ રહ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં