Sunday, April 21, 2024
More
  હોમપેજગુજરાતઇન્સ્ટાગ્રામ પર સાહિદે કરી અભદ્ર ટિપ્પણી, કાર્યવાહીની માંગ સાથે હિંદુ યુવકો પોલીસ...

  ઇન્સ્ટાગ્રામ પર સાહિદે કરી અભદ્ર ટિપ્પણી, કાર્યવાહીની માંગ સાથે હિંદુ યુવકો પોલીસ મથકની બહાર એકઠા થયા તો મુસ્લિમ ટોળાએ ફેંક્યા પથ્થર: વડોદરાની ઘટના, FIR બાદ અનેકની ધરપકડ

  ઇસ્લામી ટોળાના ઉત્પાત પર આંખ આડા કાન કરીને મારી-મચડીને બેલેન્સ કરવા માટે મીડિયાનો એક વર્ગ સામસામે પથ્થરમારો થયો હોવાનો દાવો કરી રહ્યો છે, પરંતુ સ્થળ પર હાજર હિંદુ યુવકે તેની પોલ ખોલી નાખી છે. તેમણે જણાવ્યું કે, હિંદુઓએ એક પણ પથ્થર ફેંક્યો ન હતો.

  - Advertisement -

  વડોદરામાં ગુરુવારે (22 ફેબ્રુઆરી, 2024) રાત્રે નવાપુરા પોલીસ મથકની બહાર ન્યાયની માંગ સાથે એકઠા થયેલા હિંદુ યુવકો પર પથ્થરમારો થયો હોવાનો બનાવ બન્યો હતો. આ મામલે 100થી 150 મુસ્લિમોના ટોળા સામે FIR દાખલ કરવામાં આવી છે. વાસ્તવમાં, એક હિંદુ યુવકના ઇન્સ્ટાગ્રામ લાઇવ દરમિયાન એક મુસ્લિમ યુવકે અભદ્ર ટિપ્પણીઓ કરી હતી, જેની સામે કાર્યવાહીની માંગ સાથે હિંદુ યુવકો એકઠા થયા હતા. આ દરમિયાન આ ઘટના બની. આ મામલે બે જુદી-જુદી FIR દાખલ કરીને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

  મામલાની વધુ વિગતો અનુસાર, વડોદરાના એક જતીન પટેલ નામના વેપારીએ ગત બુધવારે (21 ફેબ્રુઆરી, 2024) સાંજે તેમની દુકાનેથી નવી ઑફરો વિશે ગ્રાહકોને જાણકારી આપવા માટે ઈન્સ્ટાગ્રામ લાઇવ કર્યું હતું. જેની શરૂઆતમાં તેમણે લાઇવમાં જોડાનારાઓને ‘જય શ્રીરામ’ કહીને શુભેચ્છાઓ પાઠવી હતી. આ દરમિયાન ‘Shahid_patel_7070’ નામની ઈન્સ્ટાગ્રામ આઇડી પરથી બીભત્સ ગાળો લખીને ધાર્મિક લાગણી દુભાય તેવી ટિપ્પણી કરવામાં આવી હતી. 

  જતીન પટેલે આ આઇડી ચલાવતા વ્યક્તિનાં નામ-સરનામાંની તપાસ કરતાં તે વ્યક્તિ પાદરામાં રહેતો સાહિદ પટેલ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ જતીને તેને ફોન કરતાં તેણે દાદાગીરી કરીને ગાળાગાળી કરી હતી અને ધાકધમકીઓ આપી હતી. પછીથી સહીદ સામે કાર્યવાહી કરવા માટે ફરિયાદ નોંધાવવા માટે જતીન પટેલ અને હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ નવાપુરા પોલીસ મથકે પહોંચ્યા હતા. 

  - Advertisement -

  હિંદુ સંગઠનના કાર્યકર્તાઓને જાણ થતાં જ વધુ સંખ્યામાં હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ નવાપુરા પોલીસ મથકની બહાર પહોંચ્યા હતા અને ધાર્મિક લાગણી દુભાય તે પ્રકારની ટિપ્પણી કરનાર મુસ્લિમ યુવક સામે FIR નોંધી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

  આ યુવકો પોલીસ મથકની બહાર ઉભા હતા ત્યારે જ ખાટકીવાડની ગલીમાંથી આશરો સોથી દોઢસો જેટલા મુસ્લિમ માણસોનું ટોળું અચાનક ધસી આવ્યું હતું અને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. આ પથ્થરમારામાં એક હિંદુ યુવકને ડાબા હાથે ઈજા પહોંચી હતી તેમજ અન્ય પણ બેથી ત્રણ વ્યક્તિઓને પથ્થરો વાગતાં નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. 

  નાસભાગ મચી ગયા બાદ ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જનો પણ સહારો લેવો પડ્યો હતો. બીજી તરફ, ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ આ ઘટનાને લઈને પોલીસે હિંદુ યુવકની ફરિયાદના આધારે મુસ્લિમ ટોળા વિરુદ્ધ IPCની કલમ 143, 147, 149 અને 337 તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ઑપઇન્ડિયા પાસે બંને FIRની નકલ ઉપલબ્ધ છે.

  રામસ્તુતિ ચાલુ થઈ અને બીજી તરફથી પથ્થરમારો શરૂ થઈ ગયો, પૂર્વઆયોજિત કાવતરું હોય શકે: ફરિયાદી યુવક 

  ઑપઇન્ડિયાએ ફરિયાદી હિંદુ યુવક સાથે પણ વાત કરી. તેમણે જણાવ્યું કે, તેઓ તેમના મિત્ર જતીન પટેલ સાથે ગુરુવારે બપોરે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા. પરંતુ સાંજ સુધીમાં પણ FIR દાખલ ન થતાં તેઓ ફરી પહોંચ્યા હતા. દરમ્યાન, જતીન પટેલના અન્ય મિત્રો અને હિંદુ સંગઠનના કાર્યકર્તાઓને જાણ થતાં જ તેઓ પણ પહોંચ્યા હતા અને 100-150 માણસો એકઠા થઈ ગયા હતા. 

  તેમણે જણાવ્યું કે, તેઓ શાંતિપૂર્ણ રીતે પોતાની માંગ રજૂ કરી રહ્યા હતા અને ત્યારબાદ હનુમાન ચાલીસા અને રામસ્તુતિ શરૂ થઈ હતી. બરાબર આ જ સમયે ત્યાં નજીકમાં આવેલી એક મસ્જિદ પાછળથી મુસ્લિમોનું ટોળું ધસી આવ્યું હતું અને મોટા-મોટા પથ્થરો અને કાચની બોટલો મારવાનાં શરૂ કરી દીધાં હતાં. જેમાં અમુક લોકોને ઈજા પહોંચી હતી. 

  હિંદુ યુવકે આ કાવતરું પૂર્વનિયોજિત હોવાની આશંકા પણ વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, એકસાથે આટલી મોટી સંખ્યામાં માણસો એકઠા થઈ જવા અને આટલી મોટી સંખ્યામાં પથ્થરો ફેંકાવા એ પૂર્વનિયોજિત કાવતરું હોવાનું જ સૂચવે છે. ત્યાં કોઇ બાંધકામ પણ ચાલી રહ્યું નથી કે પથ્થરો મળી રહે. તેમ છતાં ટોળાએ ઈંટો, પથ્થરો અને મેટલ બ્લૉક વગેરે ફેંક્યા હતા. 

  હિંદુઓ તરફથી એક પથ્થર પણ ફેંકાયો નથી 

  ઇસ્લામી ટોળાના ઉત્પાત પર આંખ આડા કાન કરીને મારી-મચડીને બેલેન્સ કરવા માટે મીડિયાનો એક વર્ગ સામસામે પથ્થરમારો થયો હોવાનો દાવો કરી રહ્યો છે, પરંતુ સ્થળ પર હાજર હિંદુ યુવકે તેની પોલ ખોલી નાખી છે. તેમણે જણાવ્યું કે, હિંદુઓએ એક પણ પથ્થર ફેંક્યો ન હતો અને જેવો મુસ્લિમ ટોળા તરફથી હુમલો થયો કે નાસભાગ જ મચી ગઈ હતી. પછીથી પોલીસે લાઠીચાર્જ કરીને પરિસ્થિતિ પર કાબૂ મેળવવો પડ્યો હતો. 

  બંને કેસમાં આરોપીઓની ધરપકડ કરાઈ, હાલ તપાસ ચાલી રહી છે: DCP 

  વડોદરાના DCP અભય સોનીએ ઑપઇન્ડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, આ મામલે જે યુવકે ઇન્સ્ટાગ્રામ પર કૉમેન્ટ કરી હતી તેની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે પથ્થરમારાના કેસમાં 10ની ધરપકડ થઈ છે.  દિવ્ય ભાસ્કરના રિપોર્ટ અનુસાર, પકડાયેલા આરોપીઓની ઓળખ મોઇન, મોહમ્મદ સકલેન, મો. સાહેબ, વલી મોહમ્મદ, બક્સર અલી, હસનખાન, હુસૈનખાન અને સહીદ પટેલ તરીકે થઈ છે. 

  પૂર્વનિયોજિત કાવતરાના આરોપોને લઈને તેમણે જણાવ્યું હતું કે એ દિશામાં પણ હાલ પોલીસ તપાસ કરી રહી છે અને તપાસને અંતે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં