સુરતના અલથાણમાં હિંદુ સગીરાની છેડતીના પ્રકરણમાં હવે નવો ઘટસ્ફોટ થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ જણાવી રહ્યા છે કે આ સમગ્ર કાંડ આમ આદમી પાર્ટીનું સ્ક્રિપ્ટેડ કાવતરું હતું. આ ઘટનાને લઈને એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહી છે, જેમાં AAPના વોર્ડ નંબર 29ના ઉમેદવાર જીવરાજ પટેલનો માણસ કોઈ અન્ય વ્યક્તિ સાથે વાતો કરી રહ્યો છે અને છેડતીનો આરોપી શેખ મોહમ્મદ અઝીઝ પોતાનો માણસ હોવાનું પણ કહી રહ્યો છે. આ સમગ્ર ષડ્યંત્રનો હેતુ પાટીદારોને ભાજપ અને સરકાર વિરુદ્ધ ઊભા કરવાનો હતો, એ વાત આ ઓડિયો ક્લિપ પણ સાબિત કરે છે અને ઘટના સમયે અમુક યુટ્યુબ ચેનલોના રિપોર્ટિંગે પણ સાબિત કરી હતી.
પહેલાં હાલ વાયરલ થઈ રહેલા ઓડિયો ક્લિપ પર વાત કરીએ, જેથી બાકીનું દ્રશ્ય સરળતાથી સમજી શકાય. છેડતીની ઘટના બની તેના બીજા જ દિવસે આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. આગળ કહ્યું એમ આ ઓડિયોમાં AAPના વોર્ડ નંબર 29ના ઉમેદવાર જીવરાજ પટેલનો કોઈ માણસ અન્ય એક શખ્સ સાથે વાતો કરી રહ્યો હતો. વાતોમાં પાટીદારોને ભાજપ અને સરકાર સામે પાડવાની વાત પર વધુ ભાર આપવામાં આવ્યો હતો અને તેના કારણે આ સમગ્ર ષડ્યંત્ર પૂર્વનિયોજિત કાવતરું હોવાનું સામે આવ્યું છે.
‘આરોપી મહોમ્મદ આપણો જ માણસ’- AAPની વાયરલ ઓડિયો ક્લિપ
વાયરલ ઓડિયો ક્લિપમાં શું વાતચીત થઈ હતી એ પણ જોઈએ. જીવરાજ પટેલનો માણસ સામેવાળી વ્યક્તિને કૉલ પર કહી રહ્યો છે કે, ‘જીવાકાકાનો ફોન હતો, ઢીલા પડવાનું નથી એવું ચોખ્ખું કહ્યું છે.’ જેના જવાબમાં સામેની વ્યક્તિ ‘હા, થઈ જશે, કોઈ ઢીલું નહીં પડે’ કહે છે. ત્યારબાદ જીવરાજ પટેલનો માણસ આરોપી વિશે વાત કરે છે અને કહે છે કે, ‘પોલીસે બરોબરની સર્વિસ કરી નાખી છે મહોમ્મદિયાની, પણ આપણે ઢીલા પડીશું તો ક્રેડિટ બધી સંઘવીને જશે. એટલે આપણે જ હવે જિપમાંથી બહાર કાઢવો પડશે એને. હવે ઢીલા પડવાનું નથી નહીં તો બધી મહેનત પાણીમાં જશે.’
Big Breaking:
— Office Of Vijay Patel (@VijayGajeraO) April 25, 2026
As I told you, AAP is involved in instigating the people of Surat by planting their own people in the mob.
Here is the call recording of a AAP candidate’s person who has a plan to instigate people to attack the police station so they can get the vote of the… pic.twitter.com/Lc7zdtgbuK
તેના જવાબમાં સામેની વ્યક્તિ કહી રહી છે કે કોઈ ઢીલું પડે એવું નથી, બધા મારધાડ માણસો શોધ્યા છે. ફરી જીવરાજ પટેલનો માણસ કહે છે કે, ‘આપણે તરત જ પોલીસ સ્ટેશન અને ભાજપ કાર્યાલય પર હોબાળો કરવાનો છે.’ જવાબમાં સામેની વ્યક્તિ કહે છે કે, ‘એ બધુ તૈયાર છે પણ સાંભળ, અંદરવાળો માણસ (આરોપી) પણ આપણો છે તો એને પણ જરા…’ વાત કાપતા જીવરાજ પટેલનો માણસ કહે છે કે, ‘જીવાકાકા સાથે બધી વાત થઈ ગઈ છે મારી, બધુ ઠંડુ પડે એટલે એને આપણે છોડાવી લાવીશું, તેનાથી આખી વાત આપણી બાજુ વળી જશે અને પેલા ^%*# (પાટીદારો માટે અપમાનજનક શબ્દ) બધા ભાજપની પ&ર #@ નાંખશે.”
આ સમગ્ર ઓડિયો ક્લિપથી ઘણી બધી વાતો સામે આવી છે. પહેલી વાત તો એ કે આ સમગ્ર ઘટના આમ આદમી પાર્ટીનું સ્ક્રિપ્ટેડ કાવતરું હતું. બીજી વાત તેના હેતુ પર છે. આ કાવતરાનો એકમાત્ર હેતુ ભાજપની સામે પાટીદારોને ઊભા કરવા માટેનો હતો, આ કારણોસર આવી જઘન્ય અને શરમજનક ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો અને મોટાપાયે શહેરમાં હોબાળો કરવામાં આવ્યો હતો. બીજું એ કે ઓડિયોમાં આરોપી મોહમ્મદ અઝીઝને પણ ‘પોતાનો’ માણસ એટલે AAPનો માણસ કહેવામાં આવ્યો છે અને તેને ટૂંક સમયમાં છોડાવી દેવાની વાતો થઈ રહી છે.
ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ પોલીસ પણ તેની તપાસમાં પડી છે. હવે સમગ્ર ઘટનાને આ ઓડિયો ક્લિપ સાથે સરખાવીને જોવાથી દ્રશ્ય સ્પષ્ટ થતું દેખાય છે. પહેલાં બાળકીની છેડતી થાય છે અને તેની ગણતરીના કલાકોમાં જ લોકોનાં ટોળાં એકઠાં થઈ જાય છે અને હોબાળો પણ થાય છે. આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે અને એક એવો નેરેટિવ સેટ કરવાના પ્રયાસો થાય છે કે ‘ન્યાયની માંગણી કરી રહેલા લોકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો છે’. જોકે પોલીસે લાઠીચાર્જના તમામ દાવાને નકારી દીધા છે.
યુટ્યુબ ચેનલોનો ફાળો
સુરતમાં હિંદુ સગીરાની છેડતીની ઘટના બની તે ખરેખર શરમજનક છે અને આવી સ્થિતિમાં મીડિયા કે કોઈ યુટ્યુબ ચેનલ સગીરાની ઓળખ તેની જ્ઞાતિ સાથે જોડીને કરતી નથી. આ તેમની પરંપરા છે. જો આરોપી મુસ્લિમ હોય તો આ ટોળકી તેનું નામ કે ઓળખ નહીં લખે અને પીડિતા હિંદુ હોવાથી પણ આ લોકો તેને ‘સગીરા’ કહીને જવા દેશે. આ ઘટનામાં ભોગ બનનાર હિંદુ સગીરા હતી, પણ તરત જ અમુક યુટ્યુબ ચેનલોએ ‘પાટીદાર’ શબ્દ સાથે જોડીને આ ઘટનાનું રિપોર્ટિંગ શરૂ કરી દીધું.
As usual, Gopiben is giving it a caste angle, which benefits AAP.
— Office Of Vijay Patel (@VijayGajeraO) April 25, 2026
Let me tell Nirbhay News that the victim is a Hindu daughter.
If you have balls, write it clearly. pic.twitter.com/38wB9cYAgU
જે જમાત ક્યારેય આરોપી કે પીડિતાની ઓળખ સુદ્ધાં લખતી નહોતી તે હવે અચાનક ‘પાટીદાર સગીરા સાથે આવું થયું’, ‘પાટીદાર સગીરાની છેડતી થઈ’ લખવા માંડી. પણ એકપણ જગ્યાએ તેણે આરોપીનું નામ લખવાનું સાહસ ન દર્શાવ્યું. અહીં મૂળ પ્રશ્ન એ પણ છે કે સગીરા પાટીદાર પછી પણ પહેલાં હિંદુ હતી, પરંતુ આ ટોળકીએ પાટીદારોને સરકાર અને ભાજપ વિરુદ્ધ ઉશ્કેરવા માટે આ રટણ ચાલુ રાખ્યું, જેથી પાટીદારો મેદાનમાં આવીને પોલીસ અને ભાજપ સામે પડે.
પાટીદારો વિરુદ્ધ સરકારનો નેરેટિવ
છેડતીના બનાવથી લઈને હમણાં સુધી આ આખી ઘટનાને ‘પાટીદારોની’ ઘટના તરીકે રજૂ કરવામાં આવી રહી છે, જ્યારે આ ઘટના સમગ્ર હિંદુ સમાજ માટેની છે. કોઈ એક વર્ચસ્વ ધરાવતી જ્ઞાતિને સરકાર કે ભાજપ સામે પાડીને ચૂંટણીમાં લાભ લેવા માટે આમ આદમી પાર્ટી અગાઉ પણ આવું કરી ચૂકી છે. કોઈ મુદ્દો ન મળે તો એક ચોક્કસ જાતિને હાથો બનાવીને તેને ભાજપની સામે પાડવામાં આવે છે અને પછી તેનો લાભ સીધો ચૂંટણીમાં મેળવવામાં આવે છે.
2022ની વિધાનસભા ચૂંટણી સમયે પણ આવા પ્રયાસ થયા હતા અને અગાઉની ચૂંટણીમાં પણ આવું થયું હતું. આ વખતે પણ સ્થાનિક ચૂંટણી પહેલાં આ જ પેટર્ન જોવા મળી રહી છે. સમગ્ર હિંદુ સમાજના એક મુદ્દાને જ્ઞાતિનું કવર ચડાવીને સીમિત કરવામાં આવી રહ્યો છે અને એક જ જ્ઞાતિની સિસ્ટમ સામે લડાઈ ચાલી રહી હોવાનો નેરેટિવ ફેલાવવામાં આવી રહ્યો છે. જોકે, આ વાયરલ થયેલી ઓડિયો ક્લિપના કારણે હવે આ કાવતરું પણ છતું થઈ ગયું છે. હજુ પણ જ્યાં સુધી ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી આવાં ઘણાં ગતકડાં સામે આવે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે.


