Sunday, November 10, 2024
More
    હોમપેજગુજરાતકસ્ટોડિયલ ટોર્ચરના કેસમાં પોરબંદરની કોર્ટે સંજીવ ભટ્ટ વિરુદ્ધ ઘડ્યા આરોપ, મામલો વર્ષ...

    કસ્ટોડિયલ ટોર્ચરના કેસમાં પોરબંદરની કોર્ટે સંજીવ ભટ્ટ વિરુદ્ધ ઘડ્યા આરોપ, મામલો વર્ષ 1997નો: હાલ રાજકોટની જેલમાં બંધ છે પૂર્વ IPS

    પોરબંદરની સ્થાનીય કોર્ટે સસ્પેન્ડેડ IPS સંજીવ ભટ્ટ વિરુદ્ધ આરોપો ઘડ્યા છે. આ કેસમાં તેમના પર એક કેસમાં આરોપીને, તેના સગીર દીકરાને અને તેના ભાઈને કસ્ટડીમાં રાખીને તેમને કરન્ટ આપવા સુધીની પ્રતાડના કરવાના આરોપ છે.

    - Advertisement -

    પોરબંદરના (Porbandar) તત્કાલીન SP અને વર્તમાનમાં અન્ય ગુનામાં જેલની હવા ખાઈ રહેલા સસ્પેન્ડેડ IPS અધિકારી સંજીવ ભટ્ટ (Sanjiv Bhatt) સામે વર્ષ 1997ના એક કેસના આરોપીને કસ્ટડીમાં રાખીને તેના પર અત્યાચાર કરવાના કેસને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પોરબંદરની સ્થાનીય કોર્ટે આ કેસમાં ભટ્ટ વિરુદ્ધ આરોપો ઘડ્યા છે. આ કેસમાં તેમના પર એક કેસમાં આરોપીને, તેના સગીર દીકરાને અને તેના ભાઈને કસ્ટડીમાં રાખીને તેમને કરન્ટ આપવા સુધીની પ્રતાડના કરવાના આરોપ છે.

    દેશગુજરાતના અહેવાલ અનુસાર, ગત 30 સપ્ટેમ્બરના રોજ જસ્ટિસ એમબી દવેની કોર્ટે BNSની કલમો 336, 330 અને કલમ 34 અંતર્ગત સંજીવ ભટ્ટ વિરુદ્ધ આરોપો ઘડ્યા છે. ભટ્ટ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી કે જે સમયે આરોપીને કસ્ટડીમાં રાખીને પ્રતાડિત કરવામાં આવ્યો ત્યારે સંજીવ ભટ્ટ ત્યાં હાજર હતા અને આ કૃત્યમાં પણ તેઓ ભાગીદાર હતા. આ કેસ ચાર્જફ્રેમ સુધી પહોચતાં કોર્ટે ભટ્ટને હાજર રહેવાનો આદેશ આપ્યો હતો.

    નોંધનીય છે કે સંજીવ ભટ્ટ હાલ રાજકોટ જેલમાં અન્ય એક ગુનામાં સજા કાપી રહ્યા છે. ત્યારે પોરબંદર કોર્ટનું ફરમાન આવતાં રાજકોટ પોલીસે તેમને લઈને પોરબંદર પહોંચી હતી. તેઓ રાજકોટ જેલમાં પણ કસ્ટોડિયલ ડેથના કેસમાં જ જન્મટીપ સજા કાપી રહ્યા છે.

    - Advertisement -

    તાજા કેસમાં શું છે સંજીવ ભટ્ટ પર આરોપો

    જે કેસને લઈને કોર્ટે આરોપો ઘડ્યા છે, તેમાં નોંધવામાં આવ્યું છે કે, ફરિયાદી નારણ પોસ્તરીયા એક કેસમાં સાબરમતિ જેલમાં સજા ભોગવતા હતા. દરમિયાન ત્યાંથી તેમનો કબ્જો મેળવી તપાસના પોલીસ વાહનમાં બેસાડીને LCB ઓફિસે લઈ જવામાં આવ્યા. અહીં તેમની છાતી, જીભ, મોં અને ગુપ્તાંગો પર કરન્ટ આપવામાં આવ્યો. ફરિયાદીએ જણાવ્યા અનુસાર ભટ્ટ અને અન્ય અધિકારી આમ કરવામાં સામેલ હતા. તેમનો આરોપ છે કે અધિકારી પીડિતના સગીર પુત્ર અને તેમના ભાઈને પણ ઉઠાવી લાવ્યા અને તેમને પણ કરન્ટના ઝાટકા આપ્યા. સાથે જ તેમને મોં બંધ રાખવા જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનો આરોપ લગાવ્યો હતો.

    ઉલ્લેખનીય છે કે આરોપો ઘડતાં કોર્ટે કહ્યું કે, આ કેસ 1996થી ચાલી રહ્યો છે. કોર્ટે નોંધ્યું કે આ કેસ ખૂબ જૂનો છે અને તેની સુનાવણી ઝડપથી થવી જોઈએ. ભટ્ટને આ પહેલાં અન્ય 2 કેસમાં ગુનેગાર ઠેરવવામાં આવ્યા છે. જેમાંથી એક કેસ 1990માં જામનગરમાં થયેલ કસ્ટોડિયલ ડેથ મામલે હતો, જેમાં તેઓ આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. બીજો કેસ 1996માં બનેલો બનાસકાંઠાનો છે, જ્યાં ભટ્ટે અફીણના કેસમાં દરોડા દરમિયાન સત્તાનો દુરુપયોગ કરીને ગેરરીતિ આચરી હોવાનું સાબિત થતાં 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં