Sunday, October 13, 2024
More
    હોમપેજક્રાઈમવડોદરાના સાવલીમાં મોહરમને લઈને પેલેસ્ટાઇનનો ઝંડો ફરકાવાયો: પોલીસે પોતે જાણવાજોગ દાખલ કરી...

    વડોદરાના સાવલીમાં મોહરમને લઈને પેલેસ્ટાઇનનો ઝંડો ફરકાવાયો: પોલીસે પોતે જાણવાજોગ દાખલ કરી તપાસ આદરી, ત્રણ સગીરોની ચાલી રહી છે પૂછપરછ

    વડોદરાના સાવલીમાં આવેલા લાહોરી વાગા (મુસ્લિમ મહોલ્લામાં) ખાતે મોહરમની તૈયારીઓ કરવામાં આવી રહી હતી. દરમિયાન મઝહબી ઝંડાઓ વચ્ચે કોઈએ ત્યાં પેલેસ્ટાઇનનો ઝંડો પણ ફરકાવી દીધો હતો.

    - Advertisement -

    દેશ આખામાં મોહરમને લઈને જુલૂસ કાઢવામાં આવી રહ્યા છે. ક્યાંક હિંદુ વિરોધી ઘટનાઓ પણ ઘટી હોવાનું સામે આવ્યું છે. તેવામાં કટ્ટરપંથને લઈને પંકાયેલા વડોદરાના સાવલીમાં મોહરમને લઈને પેલેસ્ટાઇનનો ઝંડો ફરકાવવામાં આવ્યો છે. આ ઝંડો જોઈ પોલીસ દોડતી થઈ હતી. આ મામલે પોલીસે પોતે જ સંજ્ઞાન લઈને કાર્યવાહી આદરી છે. હાલ ત્રણ સગીરોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર ઘટના છે 14 જુલાઈ 2024ની સાંજની. વડોદરાના (Vadodara) સાવલીમાં આવેલા લાહોરી વાગા (મુસ્લિમ મહોલ્લામાં) ખાતે મોહરમની તૈયારીઓ કરવામાં આવી રહી હતી. દરમિયાન મઝહબી ઝંડાઓ વચ્ચે કોઈએ ત્યાં પેલેસ્ટાઇનનો ઝંડો (Palestinian flag) પણ ફરકાવી દીધો હતો. મોટો જબ્બર પેલેસ્ટાઇનનો ઝંડો જોઈ પોલીસ પોતે ચોંકી ગઈ હતી અને તાત્કાલિક ઝંડો ઉતરાવી લીધો હતો.

    ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા પોલીસે પોતે જ આ મામલે જાણવાજોગ અરજી દાખલ કરીને તપાસ આદરી હતી. વડોદરાના સાવલીમાં પેલેસ્ટાઇનનો ઝંડો ફરકાવવા મામલે વધુ માહિતી લેવા ઑપઇન્ડિયાએ સાવલી પોલીસ સ્ટેશનમાં (Savli Police) ફરજ નિભાવતા PSI કામળીયાનો સંપર્ક કર્યો હતો. માહિતી આપતા તેમણે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ દાખલ નથી કરવામાં આવી. સાવલી પોલીસે પોતે સંજ્ઞાન લઈને જાણવાજોગ દાખલ કરીને તપાસ આદરી હતી. હજુ સુધી કોઈ ધરપકડ નથી કરવામાં આવી. હા 3 સગીરો આ મામલે ધ્યાનમાં આવતા તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.”

    - Advertisement -

    આ પહેલા પણ સાવલીમાં બની ચૂકી છે અશાંતિ ફેલાવતી ઘટનાઓ

    ઉલ્લેખનીય છે કે, વડોદરાનું સાવલી આ પ્રકારની કટ્ટરતા માટે કુખ્યાત છે. ભૂતકાળમાં સાવલીની એક કોલેજમાં ગરબામાં ઇસ્લામિક ગીતો વગાડવા માટે મુસ્લિમ ટોળાએ હિંદુઓ પર હુમલો કરી દીધો હતો. ત્યાર બાદ ‘ધમીજી કા ડેરા’ વિસ્તારમાં એક પોલ પર લગાવવામાં આવેલ હિંદુ ધર્મનો ભગવો ધ્વજ ઉતારીને મઝહબી ઝંડા ફરકાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ મામલે બે પક્ષ સામસામે આવી જતા વાતાવરણ તંગ બન્યું હતું.

    તે સમયે થયેલા હુમલામાં પણ 36 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ બધા મામલામાં સાવલી ઉપરાંત વડોદરના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ કટ્ટરપંથીઓ દ્વારા અરાજકતા જોવા મળી હતી. રામનવમીની શોભાયાત્રા દરમિયાન કરવામાં આવેલા હુમલા પણ જગજાહેર છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં