Thursday, March 28, 2024
More
    હોમપેજગુજરાતવડોદરાનું સાવલી બન્યું કોમી હુલ્લડોનું કેન્દ્ર: ધાર્મિક ધ્વજ લગાવવા બાબતે તકરાર થયા...

    વડોદરાનું સાવલી બન્યું કોમી હુલ્લડોનું કેન્દ્ર: ધાર્મિક ધ્વજ લગાવવા બાબતે તકરાર થયા બાદ 41 સામે ફરિયાદ; એ પહેલા ગરબામાં ઇસ્લામી ગીત બાબતે 4 મુસ્લિમોનો હિન્દૂ વિદ્યાર્થીઓ પર હુમલો

    બે દિવસ પહેલા આ જ સાવલીની એક કોલેજમાં નવરાત્રીના ગરબા કાર્યક્રમમાં ઇસ્લામી ગીત વગાડવા માટે 4 મુસ્લિમ વિદ્યાર્થીઓએ હંગામો કર્યો હતો અને બાદમાં છુપાઈને 6 હિન્દૂ વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો.

    - Advertisement -

    ગુજરાતના વડોદરા જિલ્લાના સાવલી શહેરમાં ધાર્મિક ધ્વજ લગાવવાને લઈને બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ અને પથ્થરમારો થયો હતો. આ કેસમાં 36 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. બે દિવસ પહેલા આ જ સાવલીની એક કોલેજમાં નવરાત્રીના ગરબા કાર્યક્રમમાં ઇસ્લામી ગીત વગાડવા માટે 4 મુસ્લિમ વિદ્યાર્થીઓએ હંગામો કર્યો હતો અને બાદમાં છુપાઈને 6 હિન્દૂ વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો.

    ધાર્મિક ધ્વજ લગાવવા મુદ્દે પથ્થરમારો

    અહેવાલો મુજબ સાવલી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના શનિવાર (1 ઓક્ટોબર) ની રાત્રે બની હતી જ્યારે લોકોના મુસ્લિમોના એક ટોળાએ ધામીજી કા ડેરા વિસ્તારમાં એ ઇલેક્રીકના થાંભલા પર હિન્દૂ ધાર્મિક ધ્વજ ફરકતો હતો તે જ થાંભલા પર ઇસ્લામી ધાર્મિક ધ્વજ લગાવવાનો પ્રયત્ન કર્યો હતો. જે બાદ ત્યાં ટોળું ભેગું થઇ ગયું હતું.

    પોલીસ સબ-ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે “બંને સમુદાયોએ એકબીજા પર પથ્થરમારો શરૂ કર્યો હતો. કોઈને ઈજા થઈ નથી, પરંતુ તોફાનીઓએ એક વાહન અને એક દુકાનને નુકસાન પહોંચાડ્યું હતું.” મહિડાએ જણાવ્યું હતું કે શનિવારે મોડી રાત્રે બંને જૂથોએ એકબીજા સામે એફઆઈઆર નોંધાવી હતી.

    - Advertisement -

    એક ફરિયાદી મહેશભાઈ મોહનભાઇ મળીએ 25 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી તો બીજી બાજુ ઇલ્યાસ નૂર મહમ્મદ શેખે પણ 21 વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ક્રોસ આ ફરીયાદના આધારે હમણાં સુધી બંને સમુદાયના 36 લોકોની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું છે કે હાલ સાવલીમાં સ્થિતિ કાબુમાં છે.

    કોલેજના નવરાત્રી ઉત્સવમાં વગાડવું હતું ઇસ્લામી ગીત

    વડોદરા જિલ્લાના આ જ સાવલીમાં 2 દિવસ પહેલા પણ આવી જ એક ઘટના બની હતી. સાવલીની બી.કે. પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં નવરાત્રિના ગરબાના કાર્યક્રમમા ઇસ્લામી ગીત વગાડવા મુદ્દે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયા બાદ કોલેજ કમ્પાઉન્ડની બહાર ટુંડાવ ગામના ચાર મુસ્લિમ યુવાઓએ પટ્ટાથી અને પથ્થરોથી હુમલો કરી છ હિન્દૂ વિદ્યાર્થીઓને ઇજા પહોંચાડી હતી.

    બી.કે. પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં નવરાત્રી નિમિત્તે શનિવારે ગરબાનું આયોજન કરાયું હતું. કોલેજ કમ્પાઉન્ડમાં ડીજેના તાલે કોલેજના ૧૦૦ થી ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓ ગરબા રમતા હતા. બાદમાં કોલેજ તરફથી નાસ્તાની વ્યવસ્થા હોવાથી જયારે સૌ નાસ્તો કરી રહ્યા હતા ત્યારે કોલેજમાં અભ્યાસ કરતા અને ટુંડાવમાં રહેતા રાઠોડ આમીન ગુલાબ નબી, નિઝામી મોઇન નૂરમોહમ્મદ, ઘાંચી અમનભાઈ ફિરોજભાઈ અને ચૌહાણ મહંમદનુમાન મહમદહનીફે ડીજે પાસે જઈને ‘અમારા ધર્મનું ગીત વગાડો’ એમ કહેતા ડીજે એ ઇસ્લામી ગીત વગાડ્યું હતું.

    ગરબાના કાર્યક્રમમાં વિધર્મી ગીત વાગતા કોલેજના વિદ્યાર્થીઓએ ભેગા મળીને નવરાત્રિએ હિંન્દુ ધર્મનો તહેવાર છે જેથી કોલેજના કમ્પાઉન્ડમાં આવા બિન-હિન્દૂ ગીત વાગે એવી અપેક્ષા રાખો છો તે ખોટી બાબત છે તેમ કહેતાં જ ચારેય મુસ્લિમ વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને અપશબ્દો બોલી ધમકીઓ આપી હતી જો કે તે સમયે આચાર્ય અને પ્રાધ્યાપકોએ વચ્ચે પડીને મામલો થાળે પાડયો હતો.

    ગરબા પુરા થયા બાદ સૌ વિદ્યાર્થી જયારે ઘરે જવા નીકળ્યા હતા ત્યારે બીએના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા 6 હિન્દૂ વિદ્યાર્થીઓને કોલેજના ગેટની બહાર ઉભેલા તે ચાર મુસ્લિમ યુવાનોએ રોકીને રોકીને ‘તું કોલેજનો લીડર થઈ ગયો છે આજે એને પતાવી દઈએ’ તેવું કહીને વિશ્વજીતસિંહ પર લોખંડના પટ્ટાથી અને પથ્થરો મારી ઇજા પહોંચાડી હતી. આ હુમલામાં અન્ય પાંચ વિદ્યાર્થીઓ પર પણ હુમલો કરી તેમને ઇજા પહોંચાડી હતી. દરમિયાન બૂમાબૂમ થતા લોકો ભેગા થઇ જતા ચારેય હુમલાખોરો પોતાના વાહનો લઇને ભાગી ગયા  હતાં. સાવલી પોલીસે ચારેય શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં