7 ઑક્ટોબર 2023ના રોજ હમાસે ઇઝરાયેલ પર ભયંકર આતંકવાદી હુમલો કર્યો હતો. મહિલાઓ અને બાળકો સહિત હજારો લોકોની હત્યા કરવામાં આવી, બળાત્કાર કરવામાં આવ્યા અને સેંકડો લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. આના જવાબમાં જ્યારે ઇઝરાયેલે ગાઝામાં આતંકવાદી ઠેકાણાંન નિશાન બનાવ્યાં ત્યારે સેક્યુલર જમાતે રડારળ શરૂ કરી દીધી હતી.
સ્વરા ભાસ્કર જેવા લોકો હમાસના આતંકવાદીઓ પર સવાલ ઉઠાવવાને બદલે ઇઝરાયેલને જ આનો સંપૂર્ણ દોષ આપી રહ્યા છે. મુંબઈના આઝાદ મેદાનમાં 20 માર્ચ 2025ના રોજ ગાઝાના સમર્થનમાં લગભગ 200 લોકો એકઠા થયા હતા. આ ‘ભારે’ ભીડની માંગ હતી કે ઇઝરાયેલે તેના હુમલા બંધ કરવા જોઈએ. સ્વરા ભાસ્કરે પણ આ સભામાં ભાષણ આપ્યું અને ઇઝરાયેલ પરના હુમલાઓને ‘વ્હાઈટવૉશ’ કરવાનો પ્રયાસ કર્યો.
સ્વરાએ હમાસના આતંકવાદીઓના નીચ કૃત્યોને ન્યાયી ઠેરવવાનો પણ પૂરો પ્રયાસ કર્યો. સ્વરાએ કહ્યું, “7 ઑક્ટોબરે જે થયું, જેમાં 1,200 ઇઝરાયેલી નાગરિકો માર્યા ગયા. આમાં કોઈ શંકા નથી કે વિશ્વના કોઈપણ સ્થળે કોઈ નાગરિકનો જીવ જાય તો તે દુઃખની વાત છે. પરંતુ એવું દર્શાવવું કે ઇતિહાસની શરૂઆત 7 ઑક્ટોબર 2023થી થઈ હતી, આ જૂઠ છે અને આ મક્કારી છે.”
એટલે સીધું કહીએ તો, જો તમે 7 ઑક્ટોબરના આતંકવાદી હુમલાની વાત કરશો તો તમે ‘મક્કાર’ છો, પરંતુ વાસ્તવમાં ‘મક્કારી’ શું છે એ આ લોકો વધુ સારી રીતે જાણે છે અને સમજે છે. આતંકવાદીઓને ખુલ્લેઆમ મંચ પરથી બચાવવા, બળાત્કાર અને હત્યાઓને ન્યાયી ઠેરવવાનો પ્રયાસ કરવો અને આતંકવાદીઓને નિર્દોષ જાહેર કરી દેવા, આ ‘મક્કારી’ની શ્રેણીમાં આવે કે છે કે કેમ? પોતાના ભાષણમાં સ્વરાએ ગાઝા માટે ખૂબ આંસુ વહેવડાવ્યાં, પરંતુ હમાસના આતંકવાદીઓની ટીકા કરવા માટે બે શબ્દ પણ ન નીકળ્યા.
આ પહેલી વાર નથી જ્યારે સ્વરાએ અવું કર્યું હોય. જે દિવસે હમાસના આતંકવાદીઓએ હુમલો કર્યો, તે દિવસથી જ સ્વરાએ હમાસના આતંકવાદીઓને બચાવવાનું શરૂ કરી દીધું હતું.
આ હુમલાના તુરંત બાદ સ્વરાએ તેના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “જો તમને ફિલિસ્તીનીઓ પર ઇઝરાયેલના હુમલાથી આઘાત ન લાગ્યો હોય તો… ઇઝરાયેલ પર હમાસના હુમલાથી તમારો આઘાત અને ડર પાખંડી લાગે છે.” એટલે કે સ્વરા એમ કહી રહી હતી કે હમાસે જે હત્યાઓ કરી, બળાત્કાર કર્યા, તે બધા પર લોકોએ શાંત રહેવું, તેમને આઘાત ન લાગવો જોઈએ, કારણ કે તેની નજરમાં આ બધું ખોટું ન હતું.
થોડા દિવસ પહેલાંની વાત છે, જ્યારે BBCએ એક રિપોર્ટ પ્રકાશિત કર્યો કે કેવી રીતે હમાસના આતંકવાદીઓએ બળાત્કાર અને જાતીય હિંસાને નરસંહારની રણનીતિ તરીકે ઉપયોગ કર્યો હતો. સ્વરા અહીં પણ આતંકવાદીઓને બચાવવામાં ચૂકી નહીં. સ્વરાએ કહ્યું કે હમાસ દ્વારા જાતીય શોષણના સમાચાર જૂઠા છે અને તેણે તેની પોસ્ટમાં ઇઝરાયેલ પર આરોપ લગાવ્યા.
શું ઇઝરાયેલના દર્દ પર પ્રોપેગન્ડા કરનારા ‘મક્કાર’ નથી?
સ્વરા ભાસ્કર જેવા કહેવાતા સેક્યુલર લોકો જૂઠા અને કાલ્પનિક ઇતિહાસનું આવરણ ઓઢીને આતંકવાદીઓનાં નીચ કૃત્યોને ન્યાયી ઠેરવે છે. સ્વરાએ તેના ભાષણમાં કહ્યું કે ઇતિહાસ 7 ઑક્ટોબરથી નહીં, પરંતુ 1948થી જોવો જોઈએ. એટલે કે ઇતિહાસ પણ સ્વરાની સુવિધા અનુસાર વર્તે. જો સ્વરાને ઇતિહાસમાં જ જવું હોય, તો 2000-2500 વર્ષ પાછળ કેમ જતાં નથી?
વાસ્તવમાં આવા લોકોને ન ઇતિહાસ સાથે સંબંધ છે, ન કોઈના દુઃખ સાથે. આ લોકોને ફક્ત પોતાના પ્રોપેગન્ડા સાથે સંબંધ છે. લોકો મરતા રહે અને આ લોકોનો પ્રોપેગન્ડા ચાલતો રહે, ભલે તેના માટે તેમણે આતંકવાદીઓની તરફેણમાં કેમ ન બોલવું પડે. આતંકવાદને ન્યાયી ઠેરવવો તેમના નેરેટિવને અનુરૂપ છે. શું તમે ક્યારેય જોયું છે કે પાકિસ્તાનમાં, બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર સામે સ્વરાએ હાથમાં તક્તી લઈને અવાજ ઉઠાવ્યો હોય?
ઇસ્લામિક દેશોથી ઘેરાયેલા એક યહૂદી દેશ પર જુલમ થતો રહે, તેમના બાળકો મરતાં રહે, તેમની બહેન-દીકરીઓ પર બળાત્કાર થતા રહે, તેની આ લોકોને કોઈ ચિંતા નથી. હત્યાઓને આવા લોકોએ પોતાનાં નાટક અને પ્રોપેગન્ડાનો ભાગ માની લીધો છે. ઇઝરાયેલી લોકોનું દુઃખ આ લોકો માટે સજા નથી, કારણ કે વાસ્તવમાં પ્રોપેગન્ડા ચલાવનારા આ લોકો ‘મક્કારી’ કરે છે.


