તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ગુજરાતમાં ઘણા વિવાદો ઉભા થયા છે. ખાસ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા ઉમેદવારોના પસંદગીના પ્રયોગે રાજકીય આલમમાં ભારે ચર્ચા જગાવી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસે હિંદુ બહુમતી ધરાવતા વિસ્તારોમાં મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતારીને એક નવો અને વિવાદાસ્પદ ‘એજન્ડા’ અપનાવ્યો હોવાનું સામે આવ્યું છે.
ચૂંટણીના આંકડાકીય વિશ્લેષણ તરફ નજર કરીએ તો ખ્યાલ આવે છે કે કોંગ્રેસની આ રણનીતિ કારગત નીવડી નથી, કારણ કે રાજ્યભરમાં કોંગ્રેસના 2,223 ઉમેદવારો પોતાની ડિપોઝીટ પણ બચાવી શક્યા નથી. આ આંકડો દર્શાવે છે કે જનતાએ કોંગ્રેસના તુષ્ટિકરણના એજન્ડાને સખત રીતે નકારી દીધો છે. તેમ છતાં મણિનગર અને પાલડી જેવા વિસ્તારોમાં જે પ્રયોગો થયા, તે ભવિષ્યના જોખમ તરફ આંગળી ચીંધે છે.
કોંગ્રેસે પાલડી જેવા પ્રતિષ્ઠિત વિસ્તારમાં ફાહેજબાનું અને મણિનગર વોર્ડમાં ફારુક શેખને ટિકિટ આપીને રાજકીય જગતમાં ખળભળાટ મચાવ્યો હતો. સામાન્ય રીતે કોઈપણ પક્ષ જે-તે વિસ્તારની વસ્તીગણતરી અને જાતિગત સમીકરણો જોઈને ટિકિટ આપતો હોય છે, પરંતુ કોંગ્રેસે જાણીજોઈને હિંદુ વિસ્તારોમાં મુસ્લિમ ચહેરાઓ મૂક્યા. આને કોઈ રાજકીય ભૂલ નહીં, પરંતુ એક સુનિયોજિત ‘રાજકીય ઘૂસણખોરી’ તરીકે જોવામાં આવી રહી છે.
આ રણનીતિના મૂળમાં ‘ગ્રીન બેલ્ટ’ એજન્ડા છુપાયેલો હોવાનું લાગી રહ્યું છે. અગાઉ કોંગ્રેસનું વર્ચસ્વ માત્ર જમાલપુર કે દાણીલીમડા જેવા મુસ્લિમ વિસ્તારો પૂરતું મર્યાદિત હતું. પરંતુ હવે કોંગ્રેસ આ ‘લીલા પટ્ટા’ને વિસ્તારીને પશ્ચિમ અમદાવાદના હિંદુ વિસ્તારો સુધી લઈ જવા માંગે છે. આ પ્રયાસો માત્ર મતો પૂરતા મર્યાદિત નથી, પરંતુ શહેરની ડેમોગ્રાફી બદલવાના એક મોટા પ્લાનનો ભાગ હોવાનું લાગી રહ્યું છે.
અત્યાર સુધી અમદાવાદમાં પ્રોપર્ટીના સોદા કરીને ચોક્કસ સમુદાયના લોકો હિંદુ વિસ્તારોમાં પગપેસારો કરતા હોવાની ફરિયાદો ઉઠતી હતી. પરંતુ કોંગ્રેસ હવે આ કાર્ય રાજકીય રીતે કરી રહી છે. જો કોઈ વિસ્તારમાં કોર્પોરેટર મુસ્લિમ સમુદાયનો બને તો તે વિસ્તારની જમીનો અને મકાનોના સોદાઓમાં તે મુસ્લિમ સમુદાયને મદદરૂપ થઈ શકે છે, જેનાથી ધીમે-ધીમે વસ્તીનું સંતુલન બગડી શકે છે.
એલિસબ્રિજના ધારાસભ્યએ આપી ચેતવણી
એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ દ્વારા સોશિયલ મીડિયા પર આ મુદ્દે જનતાને ચેતવણી પણ આપવામાં આવી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે કોંગ્રેસ હિંદુ વિસ્તારોમાં ચોક્કસ સમુદાયનું પ્રતિનિધિત્વ ઘૂસાડવા માંગે છે. તેમણે એવી પણ આશંકા વ્યક્ત કરી હતી કે જો મુસ્લિમ કોર્પોરેટર ચૂંટાય છે તો તે વિસ્તારના સામાજિક નિર્ણયો અને ત્યાંની વર્ષો જૂની હિંદુ સંસ્કૃતિ પર તેની વિપરીત અસર પડશે.
આ આખી રમત ‘બ્લોક વૉટિંગ’ના જોરે રમાતી હોય તેમ લાગે છે. મુસ્લિમ મતદારો સંગઠિત થઈને 100 ટકા મતદાન કરે છે, જ્યારે હિંદુ વિસ્તારોમાં મતદારો ઘણીવાર નિષ્ક્રિય રહે છે. જો હિંદુ મતદારો એવું માની લે કે અમારો વિસ્તાર તો ભાજપનો ગઢ છે અને મતદાન કરવા ન જાય, તો કોંગ્રેસની આ ટેકનિકથી અચાનક મુસ્લિમ ઉમેદવારો વિજેતા બની શકે છે, જે અમદાવાદના નકશા પર મોટું પરિવર્તન લાવી શકે છે.
કોંગ્રેસ માત્ર મુસ્લિમ માટે?
કોંગ્રેસ હવે માત્ર મુસ્લિમ સમુદાયના હિતો માટે કામ કરી રહી હોય તેવું લાગે છે. આનો પુરાવો ત્યારે મળ્યો જ્યારે કોંગ્રેસના એક હિંદુ ધારાસભ્યે ચૂંટણી જીતવા માટે દરગાહ પર જઈને માનતા રાખી હોવાની વાત સામે આવી. આ પ્રકારની ઘટનાઓ દર્શાવે છે કે સત્તા મેળવવા માટે કોંગ્રેસ પરંપરાઓ સાથે પણ સમાધાન કરવા તૈયાર છે.
જો કોંગ્રેસની આ રણનીતિ સફળ થાય તો ભવિષ્યમાં હિંદુ વિસ્તારો ‘રાજકીય ટાપુઓ’માં ફેરવાઈ જશે. એટલે કે ચારે બાજુથી ઘેરાયેલા એવા વિસ્તારો જ્યાં નિર્ણયો સ્થાનિક બહુમતીને બદલે અન્ય લોકો લેશે. આનાથી શહેરની શાંતિ અને સુમેળભર્યા વાતાવરણ પર લાંબાગાળે જોખમ ઊભું થઈ શકે છે, કારણ કે ભૌગોલિક ફેરફારો હંમેશા સામાજિક તણાવ લાવતા હોય છે.
2,223 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થવી એ માત્ર હાર નથી, પણ જનતાનો આક્રોશ છે. લોકો સમજી ગયા છે કે વિકાસના નામે ક્યાંકને ક્યાંક સાંસ્કૃતિક અને સામાજિક માળખાને તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે. કોંગ્રેસની આ નવી રણનીતિએ ભાજપ અને હિંદુ સંગઠનોને પણ વધુ સતર્ક કરી દીધા છે.


