હોમપેજગુજરાતઅમદાવાદમાં વધતો ‘ગ્રીન બેલ્ટ’ કેમ ચિંતાજનક? ભાજપની જીત વચ્ચે સ્થાનિક ચૂંટણીનાં પરિણામોએ...

અમદાવાદમાં વધતો ‘ગ્રીન બેલ્ટ’ કેમ ચિંતાજનક? ભાજપની જીત વચ્ચે સ્થાનિક ચૂંટણીનાં પરિણામોએ શું સંકેત આપ્યા- વિશ્લેષણ

જે વિસ્તારો 'ગ્રીન' બનતા જાય છે, ત્યાં લોકશાહીના સામાન્ય નિયમો અનુસાર લડવું ભાજપ માટે વધુ મુશ્કેલ બનતું જાય છે. AMCનાં આ પરિણામો કોઈ સામાન્ય ચૂંટણી પરિણામ નથી. આ અમદાવાદના ભવિષ્ય માટે એક ગંભીર ચેતવણી છે.

- Advertisement -

હમણાં જ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ છે અને તેનાં પરિણામો પણ આવી ચૂક્યાં છે. ભાજપે દર વખતની જેમ આ વખતે પણ ઐતિહાસિક જીત નોંધાવી છે. પરંતુ ઘણા એવા વિસ્તારો પણ છે, જ્યાં ભાજપ જીતી શક્યો નથી. મોટાભાગે અમદાવાદના ઘણા એવા વિસ્તારોમાં ભાજપની હાર થઈ છે, જ્યાં લઘુમતી, ખાસ કરીને મુસ્લિમ મતદારો ધીમે-ધીમે વધી ગયા હોય. ભાજપની જીત વચ્ચે આપણે સિક્કાની એ બીજી બાજુની ચર્ચા કરવાના છીએ, જેના પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની (AMC) ચૂંટણીમાં ભાજપની 160થી વધુ બેઠકોની જીત ઐતિહાસિક છે. છતાં પરિણામોની સિક્કાની બીજી બાજુ પણ ચિંતાજનક છે. કોંગ્રેસે જે વોર્ડમાં જીત મેળવી છે તે છે- મક્તમપુરા, દરિયાપુર, જમાલપુર, બહેરામપુરા, દાણીલીમડા, ગોમતીપુર અને ખાડીયા. આ તમામ વિસ્તારોમાં મુસ્લિમ વસ્તી 30થી 40 ટકા અને અમુકમાં તો 60 ટકા સુધી છે.

પ્રશ્ન એ નથી કે કોંગ્રેસે આ વિસ્તારો જીત્યા, પ્રશ્ન એ છે કે આ વિસ્તારોમાં ભાજપ માટે રસ્તો કેમ બંધ થઈ ગયો?

- Advertisement -

જ્યારે બદલાય છે વસ્તીનું સંતુલન…

જ્યારે કોઈ વિસ્તારમાં લઘુમતી વસ્તી 40 ટકા વટાવી જાય છે, ત્યારે ત્યાં વોટિંગ પેટર્ન સંપૂર્ણપણે બદલાઈ જાય છે. વિકાસ, પાણી, ગટર અને રસ્તાના મુદ્દા પાછળ રહી જાય છે. ત્યાં માત્ર એક જ વાત કામ કરે છે અને તે છે બ્લોક વૉટિંગ.

મુસ્લિમ સમુદાયે એક થઈને કોંગ્રેસને મત આપ્યા છે. એ સ્પષ્ટ કરે છે કે તેઓ કોઈ પક્ષને નહીં, પરંતુ પોતાની મજહબી ઓળખ અને સંખ્યાત્મક તાકાતને વોટ તરીકે વાપરી રહ્યા છે. કોંગ્રેસ આજે આ જ વૉટબેન્કના આધારે જીવી રહી છે.

શહેરના બે અલગ ચહેરા

અમદાવાદના પશ્ચિમ અને પૂર્વના હિંદુ બહુમતી વિસ્તારોમાં મતો વિખરાયેલા રહે છે અને લોકો વિકાસ તેમજ વિચારધારા પર વૉટ આપે છે. પરંતુ આ ‘ગ્રીન બેલ્ટ’માં સ્થિતિ સાવ વિરુદ્ધ છે.

છેલ્લા દસ વર્ષમાં આ વિસ્તારોમાં વસ્તીનું સંતુલન જે ઝડપે બદલાયું છે, તે ચિંતાનો વિષય છે. અશાંતધારો હોવા છતાં થતા આ ડેમોગ્રાફિક ચેન્જને કારણે શહેરની શાંતિ અને રાજકીય સ્થિરતા માટે ભવિષ્યમાં ગંભીર ખતરો સર્જાઈ શકે છે. એક સમયે આખા ગુજરાત પર શાસન કરતી કોંગ્રેસ આજે માત્ર આવા થોડા ‘રાજકીય ટાપુઓ’માં સીમિત થઈ ગઈ છે. તેમણે સ્વીકારી લીધું છે કે હિંદુ મતો મેળવવા કરતાં મુસ્લિમ સમુદાયનું તુષ્ટિકરણ કરવું વધુ સરળ છે.

આ કારણે જે વિસ્તારો ‘ગ્રીન’ બનતા જાય છે, ત્યાં લોકશાહીના સામાન્ય નિયમો અનુસાર લડવું ભાજપ માટે વધુ મુશ્કેલ બનતું જાય છે. AMCનાં આ પરિણામો કોઈ સામાન્ય ચૂંટણી પરિણામ નથી. આ અમદાવાદના ભવિષ્ય માટે એક ગંભીર ચેતવણી છે. આંકડા ક્યારેય જુઠ્ઠું નથી બોલતા. જો આ ડેમોગ્રાફિક ફેરફારને અટકાવવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમદાવાદના કેટલાક વિસ્તારોમાં લોકશાહીને બદલે વસ્તીની ગણતરી શાસન કરશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં