Monday, April 29, 2024
More
    હોમપેજસ્પેશ્યલકોઈ લાલચમાં આવીને બની ગયું હતું ખ્રિસ્તી, કોઈએ કહ્યું- ઈસ્લામ એટલે બાળકો...

    કોઈ લાલચમાં આવીને બની ગયું હતું ખ્રિસ્તી, કોઈએ કહ્યું- ઈસ્લામ એટલે બાળકો પેદા કરવાનું મશીન: વર્ષ 2023માં સેંકડો પરિવારના હજારો લોકોએ કરી ઘરવાપસી

    ધર્માંતરણનાં કાવતરાં અને નિષ્ફળ પ્રયાસો વચ્ચે વર્ષ 2023માં ઘરવાપસી કરનારા લોકો અને પરિવારોની સંખ્યા સેંકડો છે. વર્ષ દરમિયાન ઑપઇન્ડિયાએ આવા અનેક સમાચારોને પ્રાથમિકતા સાથે પ્રકાશિત કર્યા. આ તમામ સમાચારો એકસાથે તમારા સુધી પહોંચાડવાનો આ એક પ્રયાસ છે. 

    - Advertisement -

    વર્ષ 2023 સમાપ્ત થઈ રહ્યું છે. દેશ સ્વર્ણિમ કાળમાંથી પસાર થઈ રહ્યો છે, ગુલામીની સાંકળ તૂટી રહી છે. આર્થિક પ્રગતિની વાત કરીએ તોપણ વિશ્વમાં સૌથી વધુ ઝડપથી ભારતનો જ વિકાસ થઈ રહ્યો છે. જેની અસરો સામાજિક બાબતો પર પણ પડી રહી છે. ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્માંતરણ પર પ્રહાર થઈ રહ્યા છે અને તેમની જાળ તોડવામાં આવી રહી છે. જેઓ લોભ-લાલચમાં આવીને જાળમાં ફસાયા હતા તેઓ ફરીથી સનાતન અપનાવીને મૂળ તરફ પરત ફરી રહ્યા છે. 

    જે વિદેશી ફંડિંગના સહારે ઈસ્લામી અને ખ્રિસ્તી ધર્માંતરણની જાળ પાથરવામાં આવી રહી હતી તેની ઉપર પણ સરકારે પ્રહાર કર્યો છે. એવું પણ નથી કે હવે કટ્ટર મઝહબીઓએ આ પ્રવૃત્તિ બંધ કરી દીધી છે પણ હવે લોકો સમજતા થઈ ગયા છે. જેઓ ફસાયા છે તેઓ પણ બોધ થયા બાદ સનાતન ધર્મમાં પરત ફરવા માંડ્યા છે. 

    ધર્માંતરણનાં કાવતરાં અને નિષ્ફળ પ્રયાસો વચ્ચે વર્ષ 2023માં હિંદુ ધર્મમાં ઘરવાપસી કરનારા લોકો અને પરિવારો સેંકડો છે. વર્ષ દરમિયાન ઑપઇન્ડિયાએ આવા અનેક સમાચારોને પ્રાથમિકતા સાથે પ્રકાશિત કર્યા. આ તમામ સમાચારો એકસાથે તમારા સુધી પહોંચાડવાનો આ એક પ્રયાસ છે. 

    - Advertisement -

    ડિસેમ્બરમાં 5 ઘરવાપસી 

    29 ડિસેમ્બર, 2023: છત્તીસગઢના કિલકિલા ધામમાં ભાજપ નેતા અને અખિલ ભારતીય ઘરવાપસી પ્રમુખ પ્રબળ પ્રતાપ સિંહ જુદેવે 8 પરિવારોની સનાતનમાં ઘરવાપસી કરાવી. આ લોકો ખ્રિસ્તી મિશનરીઓની લાલચમાં આવીને હિંદુ ધર્મ છોડી ચૂક્યા હતા. પણ ચાલબાજી સમજ્યા બાદ તેમણે ફરીથી સનાતનમાં પરત ફરવાનો નિર્ણય લીધો. 

    29 ડિસેમ્બર, 2023: ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં પરિજનોના વિરોધ છતાં એક મુસ્લિમ યુવતીએ હિંદુ પ્રેમી સાથે વિવાહ કર્યા. આ યુવતીનું નામ શાબિયા છે. ઘરવાપસી બાદ તેનું નામ સીતા રાખવામાં આવ્યું છે. પહેલાં બંનેએ કોર્ટ મેરેજનો નિર્ણય લીધો, પણ શાબિયાના પરિજનોએ હોબાળો કર્યો. ત્યારબાદ બજરંગ દળ કાર્યકર્તાઓએ એક શિવ મંદિરમાં બંનેનાં લગ્ન કરાવ્યાં હતાં. 

    25 ડિસેમ્બર, 2023: છત્તીસગઢના કોરબામાં ધર્માંતરણના શિકાર બનેલા 101 હિંદુ પરિવારોની વિધિપૂર્વક ઘરવાપસી કરાવવામાં આવી હતી. આ કામ પણ ભાજપ નેતા પ્રબળ પ્રતાપ સિંહ જુદેવે જ કર્યુ. તેમણે લક્ખ્યું, “પૂર્વજો સાથે પુનઃ જોડાઈને તમે રાષ્ટ્રને મજબૂત કર્યું છે. અમે ગૌરવ અનુભવીએ છીએ. તમારું સ્વાગત છે, અભિનંદન.”

    11 ડિસેમ્બર, 2023: મુસ્લિમ મહિલા નિખતે કન્નૌજમાં વિધૂના બજાર સ્થિત મા દુર્ગાના મંદિરમાં શુદ્ધિકરણ બાદ હિંદુ ધર્મ અપનાવ્યો. તે હવે નેહા બની ચૂકી છે. તેણે પછીથી હિમાંશુ નામના એક યુવક સાથે લગ્ન પણ કર્યાં. તેનો એક પુત્ર પણ છે, જેનો ઉછેર હવે હિંદુ માતા-પિતા કરશે.

    7 ડિસેમ્બર, 2023: ઉત્તર પ્રદેશના સીતાપુરમાં સુફિયા નામની એક મુસ્લિમ યુવતીએ ઘરવાપસી કરીને હિંદુ ધર્મ અપનાવી લીધો. તેનું નામ અંજલિ રાખવામાં આવ્યું છે. તેણે પછીથી વિજય નામના એક વ્યક્તિને જીવનસાથી તરીકે પસંદ કર્યો અને એક મંદિરમાં વૈદિક વિધિ સાથે લગ્ન કરી લીધાં હતાં. 

    નવેમ્બરમાં 4 ઘરવાપસી 

    28 નવેમ્બર 2023: ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં એક મુસ્લિમ યુવતીએ ઘરવાપસી કરી. આ યુવતીનું નામ આફરીન છે, જે હવે નિશા તરીકે ઓળખાય છે. નિશાએ પણ વૈદિક મંત્રોચ્ચાર સાથે હિંદુ રીતિ-રિવાજો અનુસાર પ્રિન્સ ગુપ્તા નામના યુવક સાથે લગ્ન કરી લીધાં હતાં.

    27 નવેમ્બર 2023: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક મુસ્લિમ પરિવારના 2 સભ્યો સનાતનમાં પરત ફર્યા. ઘરવાપસી બાદ આસિફ હવે આકાશ ચૌહાણ બની ગયો છે, જ્યારે તેની પત્ની સુમૈયા ખાતૂન હવે પ્રિયા તરીકે ઓળખાય છે. તેમણે કહ્યું કે, ”મને સનાતન ધર્મ શ્રેષ્ઠ અને સૌથી પવિત્ર ધર્મ લાગ્યો. ઈસ્લામ ધર્મ નથી. તેમાં અંદરો-અંદર જ લગ્ન થાય છે. જે બધું બકવાસ છે.”

    11 નવેમ્બર 2023: ઉત્તર પ્રદેશના સીતાપુરમાં મુસ્કાન સિદ્દીકી નામની મહિલા હિંદુ ધર્મમાં પરત ફરી, એટલું જ નહીં, પરંતુ એક હિંદુ યુવક સાથે પણ લગ્ન કરી લીધાં. આ સાથે મુસ્કાન સિદ્દીકી હવે ‘મુસ્કાન મૌર્ય’ બની ગઈ છે. તેણે કહ્યું કે હમાસના આતંકવાદીઓ દ્વારા ઇઝરાઇલી મહિલાઓ સાથે થયેલી ક્રૂરતા જોયા પછી તેણે ઘરવાપસી કરવાનો નિર્ણય લીધો હતો.

    7 નવેમ્બર 2023: ઉત્તર પ્રદેશના જૌનપુરમાં 10 વર્ષ પહેલાં હિંદુમાંથી ખ્રિસ્તી અંગીકાર કરનારા 36 પરિવારોએ ઘરવાપસી કરી લીધી હતી. ઘરવાપસી કરનારા લોકોની કુલ સંખ્યા 310 છે. તેમાં ઈસ્લામમાં માનનારા અન્ય 5 પરિવારના લોકોનો પણ સમાવેશ થાય છે. આ તમામે સ્વીકાર્યું કે તેમણે લોભ-લાલચમાં આવીને હિંદુ ધર્મ છોડી દીધો હતો.

    ઓક્ટોબરમાં 6 ઘરવાપસી 

    28 ઓક્ટોબર 2023: દિલ્હીની એક મુસ્લિમ યુવતીએ હિંદુ ધર્મનો સ્વીકાર કર્યો. આ યુવતીનું નામ ગુલાફશા છે, જે હવે સ્નેહા રાજપૂત તરીકે ઓળખાશે. ગુલાફશાએ એક હિંદુ યુવક આકાશ રાજપૂત સાથે લગ્ન કરી લીધાં હતાં. પછીથી તેને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ગુલાફશાએ આ મામલે FIR નોંધાવી હતી, જેમાં તેના અબ્બા સુલેમાન પર પણ આરોપ લગાવવામાં આવ્યા હતા. 

    28 ઓક્ટોબર 2023: ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાની એક મુસ્લિમ યુવતીએ ઘરવાપસી કરી લીધી. આ યુવતીનું નામ ફિઝા જહાં છે, જે હવે ચાહત વાલ્મિકી તરીકે ઓળખાશે. વૈદિક સ્તોત્રોના જાપ વચ્ચે ફિઝાએ અંકિતને તેના જીવનસાથી તરીકે પસંદ કર્યો. આ લગ્ન દરમિયાન ફિઝાએ ખુશી વ્યક્ત કરી અને સનાતન પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

    11 ઓક્ટોબર 2023: ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં એક મુસ્લિમ મહિલાએ ઘરવાપસી કરીને હિંદુ ધર્મ અંગીકાર કર્યો. આ મહિલાનું નામ હતું ખુશ્બુ બાનુ, જે હવે ખુશ્બુ તરીકે ઓળખાશે. ખુશ્બુએ વિશાલ નામના યુવક સાથે લગ્ન પણ કર્યાં છે. ખુશ્બુના જણાવ્યા અનુસાર ઈસ્લામી આક્રાંતાઓના અત્યાચારોને કારણે તેના પૂર્વજો મુસ્લિમ બન્યા હતા.

    4 ઓક્ટોબર 2023: ઉત્તર પ્રદેશના બરેલીની રહેવાસી શબાનાએ હિંદુ ધર્મ અપનાવીને પ્રેમી અરવિંદ સાથે લગ્ન કરી લીધાં. ઇસ્લામનો ત્યાગ કર્યા બાદ શબાનાએ પોતાનું નામ બદલીને શિવાની કરી દીધું છે. શબાનાએ કહ્યું કે ઈસ્લામમાં મહિલાઓને બાળકો પેદા કરવા માટેનું મશીન માનવામાં આવે છે. શિવાની કહે છે કે હિંદુ ધર્મમાં મહિલાઓને માન મળે છે.

    2 ઓક્ટોબર 2023: ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં ઉઝમા નામની મુસ્લિમ મહિલાએ હિંદુ ધર્મ અપનાવી લીધો. તેનું નવું નામ ઉર્મિલા રાખવામાં આવ્યું છે. ઉર્મિલાએ અગત્સ્ય મુનિ આશ્રમમાં વૈદિક રીતિ-રિવાજ મુજબ ભગીરથ નામના યુવક સાથે લગ્ન પણ કર્યાં. ઉઝમાએ કહ્યું કે તેને હિંદુ ધર્મમાં ખૂબ આસ્થા છે અને તે ભગવાન ભોલેનાથની ભક્ત છે.

    1 ઓક્ટોબર 2023: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક બાળક સહિત 4 લોકોએ ઇસ્લામ ધર્મ છોડીને હિંદુ ધર્મ અંગીકાર કર્યો. તન્વીરનું નામ ‘તુષાર ઝા’ રાખવામાં આવ્યું હતું, તેના પુત્ર હુસૈનનું નામ ‘યુવરાજ’ રાખવામાં આવ્યું. ઇર્શાદ ‘ગિરીશ ભારદ્વાજ’ બન્યો જ્યારે મીનાનું નામ ‘સૂરજમુખી’ રાખવામાં આવ્યું. પરત ફરેલા લોકોનું કહેવું છે કે તેમના પૂર્વજોએ મજબૂરીથી ઇસ્લામનો સ્વીકાર કર્યો હતો. હવે ભૂલ સમજાય બાદ તેઓ ફરીથી હિંદુ ધર્મ અપનાવી રહ્યા છે. 

    સપ્ટેમ્બરમાં 4 ઘરવાપસી 

    24 સપ્ટેમ્બર 2023: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં 10 પરિવારના 70 લોકોએ ઇસ્લામનો ત્યાગ કર્યો અને ઘરવાપસી કરી લીધી હતી. લગભગ 10 વર્ષ પહેલાં આ તમામને એક મૌલવી અને મુસ્લિમ નેતાએ ધાકધમકી અને લાલચ આપીને ઈસ્લામ અંગીકાર કરાવ્યો હતો. ધર્મમાં પરત ફરેલા આ 70 લોકોમાં બાળકો, મહિલાઓ, યુવાનો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે.

    4 સપ્ટેમ્બર 2023: ઉત્તરાખંડના પૌડી જિલ્લામાં અરમાન અને ઇસ્માઇલ નામના 2 મુસ્લિમ ભાઈઓએ ઘરવાપસી કરી લીધી હતી. અરમાન અને ઇસ્માઇલની માતા હિંદુ હતી, તેણે એક મુસ્લિમ પુરુષ સાથે લગ્ન કર્યાં હતાં. 4 બાળકોને જન્મ આપ્યા બાદ તે બધાને નિરાધાર છોડીને ભાગી ગયો હતો. અરમાન અને ઇસ્માઇલની માતાનું કહેવું છે કે તેણે ક્યારેય પોતાનાં સંતાનોને મસ્જિદમાં મોકલ્યાં નથી. અરમાને કહ્યું કે તે જન્મથી જ હિંદુ છે.

    3 સપ્ટેમ્બર 2023: આસામમાં અલીમા અખ્તર નામની એક મહિલા ડોક્ટરે હિંદુ ધર્મ અંગીકાર કર્યો. તેની ઉપર એક મૌલવી સાથે નિકાહ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આ માટે પરિવારજનોએ તેને જન્નતની લોભામણી લાલચ આપી હતી. પછીથી તે પરિવારથી અલગ થઈ ગઈ અને હિંદુ ધર્મ અપનાવી લીધો હતો.

    2 સપ્ટેમ્બર 2023: ઉત્તર પ્રદેશના નોઇડામાં એક મુસ્લિમ યુવતીએ હિંદુ ધર્મ અંગીકાર કરીને કુલદીપ ઠાકુર નામના યુવક સાથે લગ્ન કરી લીધાં. યુવતીએ એમ પણ કહ્યું હતું કે હવે તેને ઈસ્લામ સાથે હવે કશું જ લેવાદેવા નથી. 

    જુલાઈમાં 6 ઘરવાપસી 

    30 જુલાઈ 2023: ઝારખંડના ગુમલા જિલ્લામાં ધર્માંતરણનો ભોગ બનેલા આદિવાસી સમાજના 20 લોકોએ ઘરવાપસી કરી લીધી. આ લોકોને ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા રોગના ઉપચારની લાલચ આપવામાં આવી હતી. ખ્રિસ્તી બન્યા પછી પણ ન તો સાજા થયા કે ન તો કોઈ સારવાર થઈ. ત્યારબાદ તેઓ સમજી ગયા કે આ બધી અંધશ્રદ્ધા છે.

    26 જુલાઈ 2023: ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં એક મુસ્લિમ મહિલાએ હિંદુ પુરુષ સાથે લગ્ન કરી લીધાં. ફરઝાનાએ પોતાનું નવું નામ સરસ્વતી રાખ્યું છે. ફરઝાનાએ પોતાના લગ્નને કોઈપણ પ્રકારના દબાણ અને લોભથી મુક્ત ગણાવ્યાં હતાં.

    25 જુલાઈ 2023: ઉત્તર પ્રદેશના શામલીમાં શનમ નામની મુસ્લિમ યુવતીએ ઘરવાપસી કરીને હિંદુ ધર્મ અપનાવ્યો. ત્યારબાદ તેણે પોતાના પ્રેમી રૂપક સાથે મંદિરમાં લગ્ન કરી લીધાં. શનામ હવે શાલિની તરીકે ઓળખાશે. શાલિની કહે છે કે તેના પૂર્વજો એક સમયે હિંદુ જ હતા. શાલિનીએ એમ પણ કહ્યું છે કે તેને કટ્ટરપંથી મુસ્લિમો સાથે સમસ્યા છે.

    16 જુલાઈ 2023: ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લામાં એક મુસ્લિમ મહિલાએ ઘરવાપસી કરીને હિંદુ ધર્મનો સ્વીકાર કર્યો. આ મહિલાનું નામ શાઇસ્તા અલી છે, જે હવે સીમા તરીકે ઓળખાશે. સીમાએ પોતાના પતિ તરીકે રામ અવતારને પસંદ કર્યો છે.

    6 જુલાઈ 2023: રાજકોટના હિંદુ યુવક આશિષ ગોસ્વામીએ બાંગ્લાદેશી મુસ્લિમ યુવતી સાથે નિકાહ કરવા માટે ઈસ્લામ અંગીકાર કરી લીધો હતો. ઈન્સ્ટાગ્રામના માધ્યમથી તે ફસાઈ ગયો હતો. હિંદુ સંગઠનો અને સંતોની સમજાવટ બાદ તેણે ઘરવાપસી કરી લીધી હતી.

    2 જુલાઈ 2023: ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં શબાનાએ ઘરવાપસી કરી અને મંદિરમાં એક હિંદુ યુવક સાથે લગ્ન કરી લીધાં. શબાનાએ હિન્દુ ધર્મ અપનાવ્યો અને રજની બની અને બબલુને પોતાનો જીવનસાથી બનાવ્યો છે. શબાનાથી રજની બનેલી આ યુવતીએ કહ્યું છે કે, તે પોતાની મરજીથી ધર્મમાં આવી છે અને બબલુ સાથે લગ્ન કરી લીધાં છે.

    જૂનમાં 5 ઘરવાપસી 

    22 જૂન 2023: ઉત્તર પ્રદેશના બરેલીની ત્રણ તલાક પીડિતા શહનાઝ હિંદુ ધર્મમાં આવી. તે બાળપણના મિત્ર પવન સાથે લગ્ન કરીને આરોહી બની હતી. બાળપણથી જ તે ભગવાન કૃષ્ણની ભક્ત હતી. ભગવાનની પૂજા કર્યા પછી જ પતિએ તેને તલાક આપીને ઘરમાંથી કાઢી મૂકી હતી.

    21 જૂન 2023: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાની એક મુસ્લિમ યુવતીએ ઘરવાપસી કરીને હિંદુ ધર્મ અંગીકાર કર્યો. આયેશા નામની આ યુવતીએ ફરીદાબાદમાં રવિ નામના હિંદુ વ્યક્તિ સાથે લગ્ન કર્યાં હતાં. હવે આયેશા આશા તરીકે ઓળખાશે.

    15 જૂન, 2023: સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મોહમ્મદ શાયન અલીએ હિંદુ ધર્મનો સ્વીકાર કરવાની જાહેરાત કરી. શાયન અલીના જણાવ્યા અનુસાર, જ્યારે પાકિસ્તાની એજન્સીઓના ત્રાસને કારણે તેમણે દેશ છોડવો પડ્યો, ત્યારે ભગવાન કૃષ્ણ તેમની સાથે હતા. તેમણે કહ્યું કે, “લગભગ બે વર્ષ સુધી મારા પૂર્વજોની સંસ્કૃતિ અને જીવનશૈલીને અનુસર્યા બાદ હું ઘરવાપસી કરી રહ્યો છું. શાયન અલીના જણાવ્યા અનુસાર, તેમના દાદા-દાદીએ ભારતને બદલે પાકિસ્તાનને માત્ર એટલા માટે પસંદ કર્યું કારણ કે તેઓ મુસ્લિમ હતા અને જે તેમની સૌથી મોટી ભૂલ હતી.

    12 જૂન 2023: ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક મુસ્લિમ મહિલાએ પોતાના પુત્ર સાથે હિંદુ ધર્મ અંગીકાર કર્યો. શારીરિક રીતે અશક્ત રાની બેગમ નામની આ મહિલાએ જણાવ્યું હતું કે મંદિરનો પ્રસાદ ખાધા બાદ તેમના પુત્ર જુનૈદની આંખોની રોશની પરત આવી હતી. બાળપણમાં જુનૈદની આંખોને નુકસાન થયું હતું. રાનીએ કહ્યું કે હિંદુ ધર્મમાં તેમની આસ્થા બાળપણથી જ હતી.

    7 જૂન 2023: ઉત્તર પ્રદેશની બે મુસ્લિમ મહિલાઓએ પોતાના હિંદુ પ્રેમી સાથે લગ્ન કરી લીધાં. આ યુવતીઓના પરિવારજનો તેમનાં બળજબરીપૂર્વક નિકાહ કરાવવા માંગતા હતા. સીતાપુરમાં પ્રદીપ સાથે લગ્ન કર્યા બાદ રૂબૈયા હવે રજની બની ગઈ છે. જ્યારે બહરાઇચની રૂબીના ખાને શેષ કુમાર અવસ્થી સાથે મંદિરમાં લગ્ન કર્યાં હતાં. હવે તે રૂબી અવસ્થી બની ગઈ છે.

    મેમાં 1 ઘરવાપસી 

    1 મે 2023: મધ્ય પ્રદેશના સાગર જિલ્લાના બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ 50થી વધુ પરિવારોના 95 લોકોને સનાતન ધર્મમાં આવકાર્યા. આ લોકો જિલ્લાના વિવિધ ગામોના રહેવાસી છે. તેમણે ઘરવાપસી કરતી વખતે કહ્યું હતું કે તેઓ લોભના કારણે ખ્રિસ્તી બન્યા હતા પરંતુ હવે ફરી આવું નહીં થાય. આમાંથી કેટલાકને પાણીમાં ડૂબકી લગાવીને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરવામાં આવ્યા હતા. લોભ માટે બકરીઓ, મચ્છરદાની અને ધાબળા આપવામાં આવ્યા હતા. ખ્રિસ્તી બન્યા પછી સ્ત્રીને મંગળસૂત્ર પહેરવાની મનાઈ ફરમાવવામાં આવી હતી.

    એપ્રિલમાં 4 ઘરવાપસી 

    24 એપ્રિલ 2023: છત્તીસગઢના દુર્ગમાં 100 પરિવારો પોતાના ધર્મમાં પરત ફર્યા. ભાજપના નેતા અને ‘અખિલ ભારતીય ઘર વાપસી’ના વડા પ્રબલ પ્રતાપ સિંહ જુદેવે એક ખાસ કાર્યક્રમમાં 100 પરિવારોને ધર્મમાં આવકાર્ય.

    22 એપ્રિલ 2023: ઉત્તર પ્રદેશના બરેલીમાં એક મુસ્લિમ યુવતીએ હિંદુ ધર્મ અંગીકાર કર્યો. રોશની બેગમ નામની આ યુવતીને રિદ્ધિ ગુપ્તા તરીકે નવી ઓળખ મળી. રમજાનના અંતિમ શુક્રવારે તેણે શિવમ ગુપ્તા સાથે અગસ્ત્ય મુનિ આશ્રમમાં લગ્ન કર્યાં હતાં.

    18 એપ્રિલ 2023: ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં સબીના નામની મુસ્લિમ યુવતીએ હિંદુ ધર્મ અંગીકાર કર્યો. તેણે સોમપાલ સાથે લગ્ન કર્યાં. સબીના હવે સોનમ તરીકે ઓળખાશે. પરિવાર તૈયાર ન થતાં બંનેએ મંદિરમાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

    11 એપ્રિલ 2023: UPના કાનપુરમાં એક રહેમત અલી નામના વ્યક્તિએ ઘરવાપસી કરી. હવે તે રીતિક તરીકે ઓળખાશે. વૈદિક મંત્રીના જાપ વચ્ચે તેમણે હિંદુ ધર્મ અપનાવ્યો. શુદ્ધિકરણ પછી તેમણે ભગવાન મહાદેવનો અભિષેક પણ કર્યો. બજરંગબલીના આશીર્વાદ લીધા. તેમણે કહ્યું કે તેમને બાળપણથી જ હિંદુ ધર્મ પસંદ છે. તેમને હંમેશા રામલીલા જોવી, ગણેશ ઉત્સવમાં ભાગ લેવો વગેરે ખૂબ પસંદ હતું.

    માર્ચમાં 2 ઘરવાપસી 

    29 માર્ચ 2023: મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાં 9 વર્ષ પહેલાં ધર્મ પરિવર્તન કરનાર હિંદુ ધર્મમાં પરત ફર્યો. એક જ પરિવારના 8 સભ્યો એવા છે જેઓ ખ્રિસ્તી ધર્મમાંથી પોતાના મૂળ ધર્મમાં પરત ફર્યા છે. કૈલાશે જણાવ્યું કે તેમના ઘરમાં કેટલાક લોકો બીમાર રહેતા હતા. પછી એક માણસે ખ્રિસ્તી બનવાનું અને વધુ સારી સારવાર લેવાનું વચન આપ્યું. કૈલાશના કહેવા મુજબ આ જ લાલચમાં તે ખ્રિસ્તી બની ગયો હતો.

    1 માર્ચ 2023: ઉત્તર પ્રદેશના આગ્રાની રહેવાસી નરગીસે હિંદુ ધર્મ અપનાવ્યો અને મૈનપુરીના આલોક સાથે લગ્ન કરી લીધાં. નરગીસે કહ્યું કે, તેને બાળપણથી જ સનાતન ધર્મ પસંદ છે. ક્યારેક તે મંદિરમાં પણ જતી હતી, જેના કારણે ગુસ્સે ભરાયેલા અબ્બા તેને માર મારતા હતા. શુદ્ધિકરણની પ્રક્રિયા બાદ નરગિસથી નિક્કી બનેલી યુવતીએ જણાવ્યું હતું કે તેને ઈસ્લામ ક્યારેય પસંદ ન હતો. 

    ફેબ્રુઆરીમાં 8 ઘરવાપસી 

    28 ફેબ્રુઆરી 2023: આસામમાં 142 લોકો ઘરે પરત ફર્યા. બધાએ ખ્રિસ્તી ધર્મ છોડીને સનાતન ધર્મ અપનાવ્યો. આસામમાં અત્યાર સુધીની આ સૌથી મોટી ઘરવાપસી છે. ઘરે પાછા ફરેલા તિવા જાતિના આ લોકો જન્મથી જ હિંદુ હતા. પરંતુ તેમના પૂર્વજો ગરીબી અને શિક્ષણના અભાવને કારણે મૂંઝવણમાં મૂકાઈ ગયા અને ખ્રિસ્તી બન્યા હતા. તેઓ હવે ફરીથી હિંદુ બની ગયા છે.

    27 ફેબ્રુઆરી 2023: ગુજરાતના વલસાડ જિલ્લામાં 20 ખ્રિસ્તી પરિવારોએ ઘરવાપસી કરી. સ્થાનિક પ્રથાની આડમાં ખ્રિસ્તી મિશનરીઓ તેમને ચર્ચમાં લઈ જતા હતા અને પરણાવવાની લાલચ આપીને તેમનું ધર્મપરિવર્તન કરાવી દેતા હતા. હવે તેમણે સ્વેચ્છાએ ઘરવાપસી કરી લીધી.

    22 ફેબ્રુઆરી 2023: છત્તીસગઢમાં ભાજપના નેતા પ્રબલ પ્રતાપ સિંહ જુદેવે 250 ધર્મ પરિવર્તન કરાવનારા લોકોને ઘરવાપસી કરાવી. ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનારા આ તમામ લોકો 36 અલગ-અલગ પરિવારના હતા. ઘરે પરત ફરતા તમામ લોકોના પગ મા ગંગાના પાણીથી ધોવાયા હતા.

    20 ફેબ્રુઆરી 2023: મધ્ય પ્રદેશના છતરપુરના બાગેશ્વર ધામમાં પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હાજરીમાં 220 ધર્મપરિવર્તન પામેલા 220 ખ્રિસ્તીઓ હિંદુ ધર્મમાં પરત ફર્યા. પરત ફરેલા લોકોએ જણાવ્યું હતું કે, ખ્રિસ્તી મિશનરીઓએ તેમને મકાનોની લાલચ આપીને ધર્માંતરિત કરાવ્યા હતા. પરંતુ પછીથી વાયદો પાળવામાં આવ્યો ન હતો અને તેમને ઘર પણ મળ્યું નહોતું. તેમણે કહ્યું કે તેઓ પોતાની મરજીથી ઘરે પરત ફરી રહ્યા છે.

    14 ફેબ્રુઆરી 2023: ચંદીગઢની એક યુવતીએ હિંદુ ધર્મ અપનાવ્યો અને દિલ્હીમાં અજય કુમાર સાથે લગ્ન કરી લીધાં હતાં. નઝીશ ખાન નામની આ યુવતી હવે પૂજાના નામથી ઓળખાશે. નાઝીશે હિંદુ બનવા પર ખુશી વ્યક્ત કરી હતી.

    8 ફેબ્રુઆરી 2023: ઝારખંડના લોહરદગામાં એક જ પરિવારના 13 સભ્યોએ ખ્રિસ્તી પંથનો ત્યાગ કર્યો અને ધર્મમાં પરત ફર્યા. આ બધાએ પાદરીઓ પર પોતાને ગેરમાર્ગે દોરવાનો અને અંધશ્રદ્ધા શીખવવાનો આરોપ લગાવ્યો હતો. ખ્રિસ્તી પરિવારે વર્ષ 2012માં ખ્રિસ્તી અપનાવ્યો હતો, જેને પોતાની સૌથી મોટી ભૂલ ગણાવી હતી.

    7 ફેબ્રુઆરી 2023: મધ્ય પ્રદેશના મુરેનામાં એક મુસ્લિમ પરિવારે હિંદુ બનવાની જાહેરાત કરી હતી. યુસુફે કહ્યું કે, જ્યાં સતામણી થાય તે દીનમાં રહેવાથી કોઇ ફાયદો નથી. કટ્ટરપંથી મુસ્લિમો યુસુફ પર દબાણ કરી રહ્યા હતા કે તે મસ્જિદ માટે પોતાનું ઘર આપી દે. તેની સામે યુસુફે કહ્યું હતું કે, તે પોતાની જમીન પર મંદિર બનાવશે.

    4 ફેબ્રુઆરી 2023: ઉત્તર પ્રદેશના બરેલીમાં સબા નામની એક યુવતી હિન્દુ યુવક અંકુર દેવલ સાથે લગ્ન કરવા માટે હિંદુ ધર્મમાં આવી હતી. હવે તે સોની દેવલ તરીકે ઓળખાશે. સબા ઉર્ફે સોનીનું કહેવું છે કે તે પોતાની મરજીથી ઘરે પરત ફરી હતી. તેણે કહ્યું કે તેને હિંદુ ધર્મ ખૂબ જ પસંદ છે અને પૂજા કરવી ગમે છે. વળી, તેમાં ટ્રિપલ તલાક પણ અપાતા નથી. તેણે કહ્યું કે હવે તે જીવનભર હિંદુ જ રહેશે.

    જાન્યુઆરીમાં 5 ઘરવાપસી 

    23 જાન્યુઆરી 2023: મધ્યપ્રદેશના મુરેના જિલ્લામાં સલીમ ખાન નામના વૃદ્ધે સનાતન ધર્મ અપનાવી લીધો હવે તેઓ બાબા સુખરામ દાસ તરીકે ઓળખાશે. સલીમ કહે છે કે હનુમાનજીથી પ્રભાવિત થઈને તેઓ હિંદુ બની ગયા છે. સલીમનું કહેવું છે કે તેમણે અંતરાત્માનો અવાજ સાંભળીને ઇસ્લામનો ત્યાગ કર્યો છે અને સનાતન ધર્મ અપનાવ્યો છે.

    21 જાન્યુઆરી 2023: સુલ્તાના બેગમ, એક મુસ્લિમ મહિલા, બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના મંચ પર પહોંચી હતી, જ્યાં તેણે સનાતન અપનાવી લીધો. મુસ્લિમ મહિલાએ કહ્યું, “મારું નામ સુલ્તાના છે. હું મૂર્તિપૂજા કરું છું, તેથી મારા પરિવારે મને ત્યજી દીધી. હિંદુ ધર્મથી વધુ સારો ધર્મ બીજો કોઈ ન હોય શકે. અહીં ભાઈ-બહેન વચ્ચે લગ્ન થતાં નથી. આમાં સ્ત્રીઓની જિંદગી બરબાદ થતી નથી. અહીં ટ્રિપલ તલાક પણ નથી. “

    20 જાન્યુઆરી 2023: છત્તીસગઢમાં 1100 ખ્રિસ્તીઓ એક સાથે ઘરે પરત ફર્યા. મહાસમુંદ જિલ્લાના બાસનામાં ભાજપના નેતા પ્રબલ પ્રતાપ સિંહ જુદેવે તમામનું સ્વાગત કર્યું હતું. ઘરવાપસી કરનારા લોકોએ કહ્યું હતું કે તેઓ ભટકી ગયા હતા અને ધર્મપરિવર્તન કરી લીધું હતું, પરંતુ હવે સનાતનમાં પરત ફર્યા છે. 

    16 જાન્યુઆરી 2023: ઉત્તર પ્રદેશના એટા જિલ્લામાં શબનમ નામની યુવતીએ હિંદુ ધર્મ અંગીકાર કર્યો. હવે તે નેહા પાઠક તરીકે ઓળખાશે. શબનમે કોમેશ પાઠક નામના હિંદુ યુવક સાથે લગ્ન કર્યાં. શબનમ પર લાંબા સમય સુધી હિંદુ ધર્મનો પ્રભાવ રહ્યો. તેને દિવાળીનો તહેવાર ખૂબ જ ગમતો હતો.

    3 જાન્યુઆરી 2023: ઉત્તર પ્રદેશના એટામાં 10 ખ્રિસ્તી પરિવારોના 35 લોકો સનાતન ધર્મમાં પરત ફર્યા. તેઓએ 1995માં લોભ-લાલચમાં આવીને ખ્રિસ્તી અપનાવ્યો હતો. આમાંના ઘણા લોકો સનાતન ધર્મમાં પાછા ફરવા માટે ઉત્સુક હતા. આથી 35 લોકો સ્વેચ્છાએ હવનમાં આહુતિ આપીને ઘરે પરત ફર્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં