Sunday, November 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબરેલીની સબીનાની ઘરવાપસી: સનાતન ધર્મ અપનાવીને અગસ્ત્ય મુની આશ્રમમાં લગ્ન કર્યા; પોલીસ...

    બરેલીની સબીનાની ઘરવાપસી: સનાતન ધર્મ અપનાવીને અગસ્ત્ય મુની આશ્રમમાં લગ્ન કર્યા; પોલીસ પ્રશાસન પાસે સુરક્ષાની કરી માંગણી

    પંડિત શંખધરે ઑપઈન્ડિયા સાથે આ વિવાહ પ્રસંગના ફોટો અને વિડીયો શેર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું સોમપાલના એક સગા સબીનાના પડોશમાં રહે છે. જેના કારણે સોમપાલ અવાર નવાર ત્યાં આવતો જતો હતો, આ દરમિયાન બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો અને હવે તેઓ લગ્નના બંધનમાં બંધાઈ ચુક્યા છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના બરેલીની સબીનાએ સનાતન અપનાવ્યો હોવાના અહેવાલો સામે આવી રહ્યાં છે. સબીનાએ પોતાનું હિંદુ નામ સોનમ રાખ્યું છે, અને તેણે સોમપાલ નામના હિંદુ યુવાન સાથે અગસ્ત મુની આશ્રમમાં હિંદુ વિધિ વિધાનથી મુજબ લગ્નના બંધનમાં જોડાઈ ગયા હતા. લગ્ન વિધિ કરાવનાર પંડિત શંખધરે ઑપઈન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લગ્ન કરનાર યુગલ ઘણા લાંબા સમયથી એક બીજાના પરિચયમાં હતા.

    બરેલીની સબીનાએ સનાતન અપનાવ્યો, તેનાથી તેના પરિવારને વાંધો છે. કહેવામાં આવી રહ્યું છે કે પોતાના પરિવારના ડરથી સબીનાએ પોલીસ પ્રશાસન પાસે સુરક્ષાની માંગ પણ કરી છે. કેટલાક મીડિયા રીપોર્ટ અનુસાર સબીના મૂળ બરેલીના બિશારગંજની રહેવાસી છે. અને તેમના પતિ સોમપાલ કુંડરીયાના ખુર્દના રહેવાસી છે. બન્ને ઘણા લાંબા સમયથી એક બીજાના પ્રેમમાં હતા, જયારે સબીનાએ પોતાના ઘરમાં તેમના પ્રેમ સબંધ વિશે વાત કરી તો પરિવારે તેનો વિરોધ કર્યો હતો. બીજી તરફ સોમપાલના પરિવારે પણ તેમના આ સબંધ પર આપત્તિ જતાવી હતી. જે બાદ આ પ્રેમી યુગલે મંદિરમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

    જે બાદ સબીના અને સોમપાલે બરેલીના અગસ્ત મુની આશ્રમના પંડિત શંખધરનો સંપર્ક કર્યો હતો. જે બાદ પંડિતજી જરૂરી કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કરીને બંનેના લગ્ન કરાવવા તૈયાર થઈ ગયાં હતા. તેમણે સોમપાલ અને સબીના પાસેથી તેમના પુખ્ત વયના હોવાના પ્રમાણપત્રો લીધા હતા. અને અંતે સોમવારે સબીના અને સોમપાલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે સબીના આ લગ્નથી એટલી ખુશ હતી કે તેણે તેના પતિ માટે જુના હિન્દી ચલચિત્રનું પ્રખ્યાત “યે દોસ્તી તેરે નામ સે શુરુ તેરે નામ પર ખતમ” ગીત પણ ગાયું હતું. હાલ આ નવપરણિત યુગલને પોતાની સુરક્ષાનો ડર સતાવી રહ્યો છે.

    - Advertisement -

    પંડિત શંખધરે ઑપઈન્ડિયા સાથે આ વિવાહ પ્રસંગના ફોટો અને વિડીયો શેર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું સોમપાલના એક સગા સબીનાના પડોશમાં રહે છે. જેના કારણે સોમપાલ અવાર નવાર ત્યાં આવતો જતો હતો, આ દરમિયાન બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો અને હવે તેઓ લગ્નના બંધનમાં બંધાઈ ચુક્યા છે. પંડિતજીના જણાવ્યાં અનુસાર સબીનાના પરિવારે બિશારત પોલીસ સ્ટેશનમાં સોમપાલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે, જેને લઈને સબીના કોર્ટમાં પોતાનું 164 અંતર્ગત નિવેદન આપવા ગઈ છે.

    ઉલ્લેખનીય છે કે બરેલીના આ જ અગસ્ત મુની આશ્રમાં ટ્રીપલ તલાકના દુષણના ડરથી ઈલ્મા ખાને સોમેશ સાથે લગ્ન કરી સનાતન ધર્મ અપનાવ્યો હતો. જયારે સાયમા નામની મુસ્લિમ યુવતીએ પણ મઝહબના નામે ચાલતા દુષણોના કારણે શાલીની બનીને પોતાના હિંદુ પ્રેમી સાથે લગ્ન કર્યા હતા. અને જેના કારણે છેલ્લા 9 વર્ષમાં અનેક મુસ્લિમ યુવતીઓના લગ્ન કરાવનાર બરેલીના પંડિત શંખધારને હત્યાની ધમકીઓ પણ આપવામાં આવી હતી. પંડિત કેકે શંખધરે પોતાના જીવને જોખમ હોવાની ભીતિ દર્શાવીને SSP પાસે સુરક્ષાની માંગ પણ કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં