Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમુસ્લિમ યુવતીઓના હિંદુ યુવકો સાથે વિધિવત લગ્ન કરાવનાર બરેલીના પંડિત શંખધારને હત્યાની...

    મુસ્લિમ યુવતીઓના હિંદુ યુવકો સાથે વિધિવત લગ્ન કરાવનાર બરેલીના પંડિત શંખધારને હત્યાની ધમકી

    પંડિત શંખધરે જણાવ્યું કે છેલ્લા 9 વર્ષમાં તેમણે લગભગ 64 મુસ્લિમ યુવતીઓના લગ્ન હિન્દુ યુવકો સાથે કરાવ્યા છે. જેના કારણે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે.

    - Advertisement -

    બરેલી જિલ્લામાં છેલ્લા 9 વર્ષમાં 64 મુસ્લિમ યુવતીઓના લગ્ન કરાવનાર બરેલીના પંડિત શંખધારને હત્યાની ધમકી આપવામાં આવી છે. બુધવારે પંડિત કેકે શંખધરે પોતાના જીવને જોખમ હોવાની ભીતિ દર્શાવી છે. આ માટે તેમણે SSP પાસે સુરક્ષાની માંગ પણ કરી છે.

    દૈનિક ભાસ્કરના રિપોર્ટ મુજબ બરેલીના પંડિત શંખધારને હત્યાની ધમકી મળ્યા બાદ તેમણે જણાવ્યું હતું કે તેમને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. જેના કારણે તેમનો જીવ જોખમમાં છે. તેમણે કહ્યું કે તેમની સાથે કોઈ અપ્રિય ઘટના બની શકે છે. બરેલીના અગત્સ્ય મુનિ આશ્રમમાં રહેતા પંડિત શંખધાર અખિલેશ સરકારમાં ચર્ચામાં આવ્યા હતા. તે દરમિયાન તેમણે એક મુસ્લિમ યુવતીના લગ્ન હિન્દુ યુવક સાથે કરાવ્યા હતા.

    જાનથી મારી નાખવાની ધમકી

    - Advertisement -

    પંડિત કેકે શંખધરે સલમામાંથી સીમા બનેલી યુવતીના લગ્ન અજય કશ્યપ સાથે હિંદુ રીતિ-રિવાજ મુજબ કરાવ્યા હતા. તે દરમિયાન શહેરમાં લાંબા સમય સુધી વિરોધ પણ થયો હતો. લગ્ન કરાવ્યા બાદ કે.કે.શંખધારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. માહિતી આપતાં પંડિત શંખધરે જણાવ્યું કે છેલ્લા 9 વર્ષમાં તેમણે લગભગ 64 મુસ્લિમ યુવતીઓના લગ્ન હિન્દુ યુવકો સાથે કરાવ્યા છે. જેના કારણે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે.

    ચાલું મહિનામાં જ 1 ડિસેમ્બરે બરેલીમાં બે મુસ્લિમ યુવતીઓના હિંદુ ધર્મમાં લગ્ન થવાના મામલાની ખૂબ ચર્ચા થઈ હતી. જેમાં મુસ્લિમ યુવતી ઇરમ ઝૈદી સ્વાતિ બની અને તેના પ્રેમી આદેશ સાથે લગ્ન કર્યા હતા. બીજી તરફ શહનાઝ ઉર્ફે સુમને અજય સાથે લગ્ન કર્યા હતા. પંડિત કે.કે.શંખધરે બંને મુસ્લિમ યુવતીઓના લગ્ન હિંદુ યુવકો સાથે મંદિરમાં હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે કરાવ્યા હતા. પંડિતને 1 ડિસેમ્બરે પણ ધમકીઓ મળી હતી. તેમને ભૂતકાળમાં સુરક્ષા પણ મળી છે.

    15 દિવસમાં 3 વાર ધમકી મળી

    પંડિત શંખધારનું કહેવું છે કે તેમની સાથે કોઈ પણ અપ્રિય ઘટના ઘટી શકે છે, તેમના કહેવા મુજબ તેમને છેલ્લા 15 દિવસમાં 3 વખત જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી ચુકી છે. ગયા અઠવાડિયે કોઈ યુવક હાથમાં છરી લઈને તેમનો ઈચ્છો કરતો હોવાનું પણ પંડિતજીએ જણાવ્યું હતું. જેને લઈને તેમણે આજે SSPની મુલાકાત લઈને રક્ષણની માંગ કરી હતી. જે પછી SSP ચોરસીયાએ તેમને આ મામલામાં યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં