Tuesday, March 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'હવે ત્રણ તલાકનો ડર નહીં રહે': સાયમાથી શાલિની બની યુવતી, પ્રેમી સાથે...

    ‘હવે ત્રણ તલાકનો ડર નહીં રહે’: સાયમાથી શાલિની બની યુવતી, પ્રેમી સાથે લગ્ન કર્યાં, બંને માટે સુરક્ષા પણ માંગી

    શાલિની અને વિપિન ઘણાં સમયથી એકબીજાને પસંદ કરતા હતા અને લગ્ન પણ કરવા માગતા હતા.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના બરેલી (Bareilly Conversion)માં એક 20 વર્ષીય મુસ્લિમ યુવતી ચર્ચાનું કેન્દ્ર બની છે. આ યુવતીએ પોતાના પ્રેમને મેળવવા માટે અને લગ્ન કરવા માટે ધર્મ પરિવર્તન કરી નાંખ્યું હતું. પોતાનો પરિવાર મૂકીને આવેલી યુવતીએ હિંદુ ધર્મ અપનાવીને પ્રેમી સાથે અગ્નિની સાક્ષીએ સાત ફેરા કર્યા હતા. અહીં વાત થઈ રહી છે બરેલીના દેવરનિયા પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી સાયમાની, જે હિંદુ ધર્મ અપનાવ્યા બાદ હવે શાલિની બની ગઈ છે. કિલા ક્ષેત્રના અગસ્ત્ય મુનિ આશ્રમમાં ગુરુવાર સાંજે મહંત કેકે શંખધારે બંનેના લગ્ન કરાવ્યા.

    લગ્ન પહેલાં દેવરનિયા પોલીસ સ્ટેશનના ગામ રહેપુરા ગનીમતની નિવાસી સાયમા ઉર્ફે શાલિની અને તેના પ્રેમી શરદ ઉર્ફે વિપિન કુમારે પોતાના પુખ્ત હોવાના અને સંમતિથી લગ્ન માટેના સોગંદનામાં બતાવ્યા હતા. મહંત કેકે શંખધારે સાયમાનું ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. એ પછી લગ્ન કરાવવામાં આવ્યા હતા.

    રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, શાલિની અને વિપિન ઘણાં સમયથી એકબીજાને પસંદ કરતા હતા અને લગ્ન પણ કરવા માગતા હતા. એવામાં એક દીવાલ આ બંનેની વચ્ચે આવી રહી હતી જેને યુવતીએ તોડી નાંખી અને ધર્મ પરિવર્તન કરીને લગ્ન કરી લીધાં હતાં.

    - Advertisement -

    બંનેના પરિવાર લગ્ન માટે રાજી ન હતા

    પ્રેમી યુગલે જણાવ્યું કે ગામમાં બંનેના ઘર નજીક છે. તેઓ ઘણાં સમયથી એકબીજાને ચાહતા હતા, પણ બંનેના પરિવાર તેમના લગ્ન માટે રાજી ન હતા. સાયમાએ જણાવ્યું કે તેની હિંદુ ધર્મમાં પહેલાંથી આસ્થા છે. હવે તેને ત્રણ તલાકનો ડર પણ નહીં રહે.

    ધર્મ પરિવર્તન બાદ કરેલા લગ્નને કારણે સાયમા ઉર્ફે શાલિનીએ પોતાની સુરક્ષા અંગેની ચિંતા પણ વ્યક્ત કરી હતી. શાલિનીએ જણાવ્યું કે, તેણે સીએમ યોગી આદિત્યનાથ અને બરેલી પોલિસ પાસે માંગણી કરી છે કે તેને અને તેના પતિને સુરક્ષા આપવામાં આવે. જો તેની સાથે કોઈ ઘટના બની તો એ માટે તેના પિતા અને ભાઈ જવાબદાર રહેશે. તેણે કહ્યું કે, તે જીવનભર હિંદુ બનીને જ તેના પતિ સાથે રહેવા માગે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં