Monday, March 24, 2025
More
    હોમપેજદુનિયાચર્ચ, જેહાદી, નક્સલવાદી, NGO... ભારત વિરોધી દરેક એજન્ટને પોષી રહ્યું હતું અમેરિકાનું...

    ચર્ચ, જેહાદી, નક્સલવાદી, NGO… ભારત વિરોધી દરેક એજન્ટને પોષી રહ્યું હતું અમેરિકાનું USAID, હિંદુઓના ધર્માંતરણ પર પણ મૂકવામાં આવી રહ્યો હતો ભાર

    આ સંગઠન ભારતના વિવિધ વિસ્તારોમાં કાર્યરત છે. કેટલાક ક્ષેત્રોમાં તેની નોંધપાત્ર અસર પડી રહી છે. ઓડિશાના ગજપતિ જિલ્લાના ગુમ્મા બ્લોકમાં, 85થી 90% લોકો તેની છેતરપિંડીનો શિકાર બની ગયા છે અને ખ્રિસ્તી બની ગયા છે.

    - Advertisement -

    ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ USAID બંધ કરી દેવામાં આવી છે. ‘માનવ કલ્યાણ’ના નામે, આ વિવાદાસ્પદ એજન્સી 1960થી વિશ્વભરમાં અરાજકતા ફેલાવવા માટે અમેરિકન ડોલર ખર્ચી રહી હતી. ખાસ કરીને ભારત વિરોધી કામો કરવા તથા હિંદુઓને નિશાનો બનાવવાનો તેનો મુખ્ય ઉદ્દેશ હતો.

    USAID ભારત વિરોધી અને હિંદુ વિરોધી બિન-સરકારી સંગઠનો (NGO) તેમજ ખ્રિસ્તી-ઇસ્લામિક સંગઠનોને ભંડોળ પૂરું પાડી રહ્યું હતું. આવા સંગઠનોમાં એટલાન્ટિક કાઉન્સિલ અને વર્લ્ડ વિઝનનો સમાવેશ થાય છે. આ સંગઠનો ભારત વિરોધી સરકાર પ્રવૃત્તિઓ અને હિંદુઓના અન્ય ધર્મમાં ધર્માંતરણને પ્રોત્સાહન આપે છે.

    એટલાન્ટિક કાઉન્સિલને જ્યોર્જ સોરોસ પાસેથી પણ ફંડ મળ્યું છે. આ સંગઠન ભારતીય પત્રકારો અને ફેક્ટ ચેકર્સનો ઉપયોગ કરીને પીએમ મોદી વિરુદ્ધ વાતાવરણ બનાવવાનું કામ કરી રહ્યું હતું. બીજી તરફ, ‘વર્લ્ડ વિઝન’નો દાવો છે કે તે કોઈપણ ધાર્મિક ભેદભાવ વિના માનવ કલ્યાણ માટે કાર્ય કરે છે. પરંતુ ઊંડાણપૂર્વક તપાસ કરતાં જાણવા મળે છે કે તેમની વફાદારી ફક્ત ચર્ચ પૂરતી મર્યાદિત છે.

    - Advertisement -

    આ સંગઠન ભારતના વિવિધ વિસ્તારોમાં કાર્યરત છે. કેટલાક ક્ષેત્રોમાં તેની નોંધપાત્ર અસર પડી રહી છે. ઓડિશાના ગજપતિ જિલ્લાના ગુમ્મા બ્લોકમાં, 85થી 90% લોકો તેની છેતરપિંડીનો શિકાર બની ગયા છે અને ખ્રિસ્તી બની ગયા છે. તેમના આ કામમાં વર્લ્ડ ઇવેન્જેલિકલ એલાયન્સ (WEA) પણ સામેલ છે.

    આ સંગઠનનો ઉદ્દેશ્ય દરેક રાષ્ટ્રમાં ખ્રિસ્તી ધર્મ સ્થાપિત કરવાનો અને બાળકો માટે ચર્ચ બનાવવાનો છે. આ લોકો ધર્મની સ્વતંત્રતા વિશે વાત કરે છે, પરંતુ તેનો ઉદ્દેશ લોકોને ખ્રિસ્તી ધર્મમાં રૂપાંતરિત કરવાનો છે. એ જાણીને આશ્ચર્ય થશે કે WEA 2008માં ધર્માંતરણની વાતોને ખુલ્લેઆમ સ્વીકારી ચૂકી છે.

    તેનો એક ઇસ્લામિક સંગઠન સાથે કરાર થયો હતો. તેનો આધાર એ હતો કે જ્યારે બંને સમુદાયોનો ઉદ્દેશ્ય ધર્માંતરણ હોય તો પછીથી કોઈ વિવાદ ન થવો જોઈએ. ‘વર્લ્ડ વિઝન’ આતંકવાદી સંગઠન હમાસને પૈસા આપવા માટે પણ કુખ્યાત છે.

    વર્ષ 2021માં, ઇઝરાયલીઓએ તેની એક બ્રાંચ બંધ કરવા માટે અવાજ ઉઠાવ્યો હતો. તે સમયે, ગાઝામાં વર્લ્ડ વિઝનનો મેનેજર મોહમ્મદ અલ-હબાબી હતો, જેના પર હમાસને $50 મિલિયનની સહાય પૂરી પાડવાનો આરોપ હતો. જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે વર્લ્ડ વિઝનના અન્ય અધિકારીઓએ આરોપોને ફગાવી દીધા.

    આ જ રીતે, વર્લ્ડ વિઝનનું કનેક્શન વર્લ્ડ કાઉન્સિલ ઓફ ચર્ચીસ સાથે પણ છે. જેના બ્રેડ ફોર ધ વર્લ્ડ જેવા સંગઠનો સાથે સંપર્ક છે જે ભારતમાં હર્ષ મંદર, અલગતાવાદીઓ અને શહેરી નક્સલવાદીઓ જેવા હિંદુ વિરોધી તત્વોને સમર્થન આપે છે. USAID પણ તેમને મદદ કરે છે. USAID એડમિનિસ્ટ્રેટરે થોડા મહિના પહેલાં જ તેની પ્રશંસા કરી હતી.

    નોંધનીય છે કે વર્ષ 2024માં, જ્યારે યુપી સરકારે ધર્માંતરણ વિરોધી કાયદો પસાર કર્યો હતો, ત્યારે વર્લ્ડ કાઉન્સિલ ઓફ ચર્ચીસ, વર્લ્ડ ઇવેન્જેલિકલ એલાયન્સ અને વર્લ્ડ વિઝને ધર્માંતરણ વિરોધી કાયદાઓ સામે રેલી કાઢી હતી. 2014 પહેલાં, WEA હિંદુઓને નિશાન બનાવીને તથ્યોને ખોટી રીતે રજૂ કરવાનું કામ કરતું હતું. આ ભારત વિરોધી પ્રવૃત્તિઓને કારણે, જાન્યુઆરી 2024માં, મોદી સરકારે વર્લ્ડ વિઝનનું FCRA લાઇસન્સ સસ્પેન્ડ કરી દીધું હતું જેના કારણે વામપંથીઓ ખૂબ નારાજ થયા હતા.

    નોંધ: આ લેખ મૂળ નુપુર શર્મા દ્વારા અંગ્રેજીમાં લખાયો હતો. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં