Tuesday, October 8, 2024
More
    હોમપેજક્રાઈમસુન્નત, નમાઝ, ઇસ્લામ… જાણો કેવી રીતે 10 વર્ષની ઉંમરે ગુમ થયેલો 'સત્યમ'...

    સુન્નત, નમાઝ, ઇસ્લામ… જાણો કેવી રીતે 10 વર્ષની ઉંમરે ગુમ થયેલો ‘સત્યમ’ બની ગયો કબાડી ‘સમીર ખાન’: કરાયો બ્રેઇનવોશ કે પરિવારનો પણ કર્યો અસ્વીકાર

    પોલીસ ફોર્સને પોતાની તરફ જતી જોઈને રાશિદ ભડક્યો અને બૂમ પાડીને કહ્યું “સાલો પુલીસવાલો તુમ ભી આ ગયે, આજ તુમ્હારા ભી કામ તમામ કરતા હું.” આમ કહીને રાશિદે પોલીસ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લામાં શનિવારે (14 સપ્ટેમ્બર 2024), ધર્માંતરણ કેસમાં રાશિદ નામના આરોપીનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણ દરમિયાન રાશિદ ઘાયલ થયો અતો, જે પછી પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. તે છેલ્લા 19 વર્ષથી ફરાર હતો. રાશિદ પર 2005માં ઘરેથી ગુમ થયેલા એક હિંદુ બાળકનું ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવવાનો આરોપ હતો. તેની પાસેથી ગેરકાયદેસર હથિયાર અને દારૂગોળો પણ મળી આવ્યો છે. ગુમ થયેલ બાળક સત્યમની ઉંમર હાલ 30 વર્ષ છે, જેને સમીર ખાન બાનાવી દેવામાં આવ્યો છે. OpIndia સાથે વાત કરતા સત્યમની માતાએ કહ્યું હતું કે તેના પુત્રનું એટલી હદે બ્રેઇનવોશ કરવામાં આવ્યું છે કે સત્યમ હવે તેના પરિવાર સાથે રહેવા માટે પણ તૈયાર નથી.

    19 વર્ષ પહેલા ગાયબ થયેલા સત્યમને બનાવી દેવાયો સમીરખાન

    સમગ્ર મામલો રામપુર જિલ્લાના શાહબાદ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. 13 સપ્ટેમ્બરે મંજુ દેવી નામની મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં મંજુએ જણાવ્યું હતું કે વર્ષ 2005માં તેનો 10 વર્ષનો પુત્ર સત્યમ અચાનક ક્યાંક ગુમ થઈ ગયો હતો. ત્યારબાદ પીડિતાએ હાપુડના પિલખુઆ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અખબારમાં બાળકના ગુમ થવાના સમાચાર પણ છપાયા હતા. ઘણી શોધખોળ પછી મંજુને જાણવા મળ્યું કે તેનો પુત્ર રામપુર જિલ્લામાં રાશિદના ઘરે રહે છે.

    બાળકની શોધમાં મંજુ દેવી રામપુર પહોંચ્યા. અહીં તેઓ તેમના પુત્રને મળ્યા. મંજુના પુત્રએ જણાવ્યું કે 2005માં તેને પહેલીવાર દિલ્હી લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી ભંગારનો વેપારી રાશિદ સત્યમને પોતાની સાથે રામપુર લાવ્યો હતો. રાશિદે બાળકને પોતાની સાથે રાખીને પૈસાની લાલચ આપીને તેને ઇસ્લામ કબૂલ કરાવી દીધો હતો. થોડા દિવસો પછી સત્યમનું નામ બદલીને સમીર ખાન કરી દેવામાં આવ્યું હતું તથા નવું આધાર કાર્ડ પણ બનાવવામાં આવ્યું હતું જેમાં સમીરના પિતા તરીકે કોઈ વાજિદ ખાનનું નામ છપાયેલું હતું.

    - Advertisement -

    સત્યમની માતાનો આરોપ છે કે તેમના પુત્રની સુન્નત કરવામાં આવી હતી અને નમાજ પઢાવવામાં આવતી હતી. પીડિત મંજુ રાયે રાશિદ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. આ ફરિયાદ પર પોલીસે રાશિદ વિરુદ્ધ નામજોગ FIR નોંધી હતી. તેની સામે ઉત્તર પ્રદેશ ધર્માંતરણ નિષેધ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. OpIndia પાસે FIRની નકલ છે. કેસ નોંધાયાની માહિતી મળતાં જ રાશિદ ફરાર થઈ ગયો હતો. જો કે પોલીસ તેની શોધખોળ કરી રહી હતી.

    રાશિદે ચાલવી પોલીસ પર ગોળીઓ

    13 સપ્ટેમ્બરે પોલીસે રાશિદ વિરુદ્ધ FIR નોંધીને દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન બીજા દિવસે 14 સપ્ટેમ્બરે શાહબાદ પોલીસ સ્ટેશનના SHO ઈન્સ્પેક્ટર પંકજ પંત તેમના સાથી પોલીસકર્મીઓ સાથે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. દરમિયાન બાતમીદારે માહિતી આપી કે રાશિદ કોઈ ખંડેર પાસે છુપાયેલો છે. આ માહિતી મળતાં જ પોલીસની ટીમ ઉલ્લેખિત ખંડેર તરફ રવાના થઈ હતી. પોલીસને મળેલી બાતમી સાચી હતી કારણ કે તે જ ખંડેરમાં રાશિદ હાજર હતો.

    પોલીસના જણાવ્યા અનુસાર, પોલીસ ફોર્સને પોતાની તરફ જતી જોઈને રાશિદ ભડક્યો અને બૂમ પાડીને કહ્યું “સાલો પુલીસવાલો તુમ ભી આ ગયે, આજ તુમ્હારા ભી કામ તમામ કરતા હું.” આમ કહીને રાશિદે પોલીસ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. રાશિદના ગોળીબારથી બચતાં પોલીસે તેને આત્મસમર્પણ કરવાની ચેતવણી આપી હતી. જો કે, આ ચેતવણીથી તેને કોઈ ફરક પડ્યો નહીં, ત્યારે પોલીસે વળતો જવાબ આપ્યો. જ્યારે પોલીસે ગોળીબાર કર્યો ત્યારે રાશિદ ભાગવા લાગ્યો, પરંતુ પોલીસે તેને દબોચી લીધો હતો.

    રાશિદની તલાશી દરમિયાન તેની પાસેથી એક પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા હતા. પોલીસ પર હુમલો કરવાના આરોપમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) અને આર્મ્સ એક્ટની કલમ 109 હેઠળ તેની વિરુદ્ધ બીજી FIR નોંધવામાં આવી છે. પૂછપરછ દરમિયાન રાશિદે જણાવ્યું કે તે હાલમાં દિલ્હીના ઓખલા ફેઝ 1માં રહે છે. તે કીપેડ ફોન સાથે રાખતો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન તેણે સત્યમ ધર્માંતરણ કેસમાં તેની વિરુદ્ધના આરોપોની કબૂલાત કરી હતી. હાલ રાશિદને જેલ ભેગો કરવામાં આવ્યો છે OpIndia પાસે પોલીસ FIR છે.   

    ગુમ નહોતો થયો મારો પુત્ર, રચાયું હતું ષડ્યંત્ર

    OpIndiaએ આ બાબતે મંજુ દેવીનો સંપર્ક કર્યો હતો. મંજુ દેવીએ કહ્યું કે તેમને શંકા છે કે તેનો પુત્ર 2005માં આપોઆપ ગુમ નહોતો થયો પરંતુ તેને ષડ્યંત્ર રચીને ગાયબ કરવામાં આવ્યો હતો. બાળપણમાં જ સત્યમની સંગત ખરાબ લોકો સાથે થઈ હોવાનો દાવો કરતા મંજુએ કહ્યું કે શરૂઆતમાં તેને લગભગ 4 મહિના દિલ્હીમાં રાખવામાં આવ્યો હતો. અહીં મુસ્લિમ સમુદાયના લોકોએ તેને તેમના રંગમાં ઢાળ્યો અને તેને ભંગાર વગેરે વીણવા કામે લગાડ્યો. બાદમાં સત્યમને રામપુર શાહબાદ મોકલવામાં આવ્યો હતો. જ્યાં સત્યમને રાશિદ સાથે રાખવામાં આવ્યો હતો.

    મંજુ દેવીએ આગળ કહ્યું એ રાશિદ સત્યમને નોકર બનાવીને કામ કરાવતો હતો. તથા રાશિદ પાસે જ તેનું ધર્માંતરણ કરાવી મુસ્લિમ બનાવવામાં આવ્યો હતો અને તેની સુન્નત પણ થઈ હતી. થોડા સમય પછી સત્યમને શાહબાદના રહેવાસી વાજિદ ખાનને સોંપવામાં આવ્યો. વાજિદે સમીર ખાનના નામે બનેલું સત્યમનું આધાર કાર્ડ મેળવ્યું અને તેના પિતા હોવાનો ઢોંગ કરવા લાગ્યો. વાજિદે પોતાના આખા પરિવારની ભરણપોષણની જવાબદારી પણ સત્યમ પર નાખી દીધી હતી. સત્યમ ક્યારેક ભંગાર ભેગો કરીને તો ક્યારેક ફેરી કરીને વાજિદના પરિવારનું પેટ ભરતો હતો.

    સત્યમ પરત ફર્યો હતો પરિવાર પાસે, પરંતુ ફરીથી કરાયું બ્રેઇનવોશ

    મંજુ દેવીએ અગાળ કહ્યું કે તેમણે વર્ષ 2017માં જ તેમના પુત્રને શોધી કાઢ્યો હતો. પછી તેઓ રામપુરમાં વિનંતીઓ કરીને જેમ તેમ કરીને તેમના પુત્રને હાપુડ પરત લઇ આવ્યા હતા. જો કે, સત્યમ તેની માતા સાથે બેથી અઢી મહિના જ રહ્યો. આધાર કાર્ડમાં સત્યમનું નામ પણ બદલવામાં આવ્યું હતું. જયારે સત્યમ તેની માતા સાથે રેહતો હતો ત્યારે કોઈક વિક્કી ખાન નામક આદમી વારંવાર તેને ફોન કરીને પરત ફરવા માટે તેનું બ્રેઇનવોશ કરતો રહ્યો. આ બ્રેઈનવોશિંગની અસર એ થઈ કે સત્યમ મંદિરમાં જઈને પૂજા કરવા વગેરેથી ચિડાવા લાગ્યો. છેવટે, લગભગ અઢી મહિના પછી, સત્યમ ફરીથી તેનું ઘર છોડીને રામપુર જતો રહ્યો.

    મંજુ દેવી જણાવે છે કે આ પછી પણ તેમણે તેના પુત્રને પાછો મેળવવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ તે નિષ્ફળ ગયા. પીડિતાને બીજો પુત્ર પણ છે જે સત્યમથી નાનો છે. મંજુ દેવીના પતિ તેમના પરિવારનું ભરણપોષણ કરવા સખત મહેનત કરે છે. મંજુ પોતે પણ ખાનગી શાળામાં નોકરી કરીને પોતાના પરિવાર માટે પૈસા કમાય છે. આ પૈસાથી તે પોતાના બીજા પુત્રનું શિક્ષણ વગેરે કરાવી રહી છે. મંજુ ઈચ્છે છે કે માત્ર રાશિદ જ નહીં પરંતુ દિલ્હીથી રામપુર સુધી તેમના પુત્રના ધર્મ પરિવર્તનમાં સામેલ તમામ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે.

    પરિવાર સાથે રહેવા તૈયાર નથી સત્યમ

    મંજુ દેવીએ અમને વધુમાં જણાવ્યું કે રાશિદ જેલભેગો થયો હોવા છતાં તેઓ સત્યમને પરત મેળવી શક્યા નથી. પોલીસની સામે, સત્યમે તેને તેની માતા તરીકે સ્વીકારવાની ના પાડી. પોતાને મુસ્લિમ ગણાવતા સત્યમે કહ્યું કે તેને હિંદુ ધર્મમાં કોઈ વિશ્વાસ નથી. પોલીસ સમક્ષ કોઈ પણ મુસ્લિમ સત્યમ પર તેનો દાવો કરવા આવ્યો નહોતો. મંજુ દેવીના કહેવા પ્રમાણે, મુસ્લિમોના ષડયંત્ર દ્વારા તેમના પુત્રને ઉત્તરાખંડમાં ક્યાંક રૂદ્રપુર નામક જગ્યાએ મોકલી દેવામાં આવ્યો છે.

    મંજુએ અમને વધુમાં જણાવ્યું હતું કે ભલે તેમને તેમનો પુત્ર પરત ન મળે, પરંતુ તે મુસ્લિમ ધર્મ છોડીને તેના મૂળ ધર્મમાં પરત આવે. તેમણે કહ્યું કે જો સત્યમ કોઈ ગૌશાળામાં ગાયોની સેવા કરે, કોઈ મઠ કે મંદિરનો પૂજારી બને અથવા કોઈ હિંદુ અધિકારી/ઉદ્યોગપતિના ઘરે કામ કરવાનું શરૂ કરે તો તેમને ખુબ શાંતિ મળશે. મંજુએ પ્રશાસન અને હિંદુ સંગઠનો પાસેથી આશા વ્યક્ત કરી છે કે તે તેમના પુત્રને મુસ્લિમ ધર્મમાંથી બહાર કાઢવામાં મદદ કરશે.

    પીડિતાએ એમ પણ કહ્યું કે તેના પરિવારની સુરક્ષા જોખમમાં છે અને ભવિષ્યમાં કટ્ટરપંથીઓ દ્વારા કોઈપણ ખરાબ ઘટના ઘટી શકે છે. અંતે તે રડવા લાગી અને કહ્યું કે કેટલાક કાવતરાખોરોએ તેના પરિવારને બરબાદ કરી દીધો છે. મંજુ એ બાબતે પણ ચિંતિત છે કે આ વિવાદ તેના નાના પુત્રના લગ્ન આદિમાં પણ મુશ્કેલી ઊભી કરી શકે છે. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી અન્ય જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં