Monday, October 7, 2024
More
    હોમપેજક્રાઈમસુરત: વેસુની 17 વર્ષીય સગીરા સાથે બળાત્કારની ફરિયાદ, આરોપી અશદ અલ્તાફ વિરાણીની...

    સુરત: વેસુની 17 વર્ષીય સગીરા સાથે બળાત્કારની ફરિયાદ, આરોપી અશદ અલ્તાફ વિરાણીની ધરપકડ

    અશદ અલ્તાફે સગીરાને ડુમસ ખાતે આવેલી એક હોટલમાં લઇ જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આટલું જ નહીં, આરોપીએ સગીરાના ઘરે તેમજ તેના પોતાના ઘરે લઈ જઈને સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો પણ આરોપ છે.

    - Advertisement -

    સુરતમાં એક સગીરા સાથે બળાત્કાર થવાની ફરિયાદ નોંધાઈ છે. જે મામલે અશદ અલ્તાફ વિરાણી નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે. બારમા ધોરણમાં અભ્યાસ કરતી પીડિતાની માતાએ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ પોલીસે આરોપીને પકડી લીધો હતો. 

    મળતી માહિતી અનુસાર, સુરતમાં વેસુમાં રહેતી અને ધોરણ 12માં અભ્યાસ કરતી સગીરા અશદ અલ્તાફ વિરાણી નામના મુસ્લિમ યુવકના સંપર્કમાં આવી હતી. સંપર્કમાં આવ્યા બાદ અશદે સગીરાને ફોસલાવી-લલચાવીને પોતાની જાળમાં ફસાવી હતી. આરોપ છે કે પીડિતા ભોળપણમાં અશદ અલ્તાફની વાતોમાં આવી જતાં તેણે તેને અલગ-અલગ જગ્યાએ લઇ જઈને શારીરિક સંબંધો બાંધ્યા હતા.

    કહેવામાં આવી રહ્યું છે કે અશદ અલ્તાફે સગીરાને ડુમસ ખાતે આવેલી એક હોટલમાં લઇ જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આટલું જ નહીં, તેણે સગીરાના ઘરે તેમજ તેના પોતાના ઘરે લઈ જઈને સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો પણ આરોપ છે. છેલ્લા કેટલાક સમયથી પુત્રીનું વર્તન બદલાયેલું લાગતાં તેની માતાએ ફોન ચેક કર્યો હતો. ફોનમાં સગીરા અને આરોપીના બીભત્સ ફોટા માતાએ જોઈ લેતાં સમગ્ર ઘટના સામે આવી હતી.

    - Advertisement -

    માતાની ફરિયાદ બાદ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જે બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી અશદ અલ્તાફની ધરપકડ કરી હતી. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ બળાત્કાર તેમજ પોક્સો સહિતના ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ પીડિતાની મેડિકલ તપાસ કરવા માટે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

    સુરતના સિટીલાઇટમાં સાજીદે 16 વર્ષની હિંદુ સગીરા ફસાવી હતી

    ઉલ્લેખનીય છે કે સુરતમાં અશદ અલ્તાફે વેસુની 12મુ ભણતી હિંદુ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હોવાની આ ઘટના સામે આવી તેના થોડા જ કલાકો પહેલાં સુરત પોલીસે સાજીદ આસિફ અલી નામના એક મુસ્લિમ યુવકની ધરપકડ કરી હતી. સાજીદ આસિફ અલીએ પણ અશદ અલ્તાફની જેમ જ એક 16 વર્ષની હિંદુ સગીરાને ફસાવી હતી. સાજીદે સગીરાને વિડીયો કોલ કરીને અભદ્ર હરકતો કરાવી તેના સ્ક્રીનશોટ લઇ લીધા હતા અને તેના આધારે તે સગીરાને બ્લેકમેલ કરતો હતો.

    નોંધનીય છે કે TV9ના અહેવાલમાં તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આરોપી સાજીદ આસિફ અલી દુધવાલાએ હિંદુ નામ ઈશાન રાવલનો ઉપયોગ કર્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર પણ આ જ નામથી તેનું આઇડી હોવાની વાત પણ સામે આવી છે. પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવાયા બાદ ઉમરા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી સાજીદ આસિફ અલી દુધવાલાની ધરપકડ કરી હતી. હાલમાં પોક્સો અને છેડતીના આરોપો અંતર્ગત આગળની તપાસ ચાલી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં