Sunday, October 13, 2024
More
    હોમપેજગુજરાતસુરતના સિટીલાઇટમાં સાજીદે 16 વર્ષની હિંદુ સગીરા ફસાવી: વીડિયો વાઇરલ કરવાની ધમકીઓ...

    સુરતના સિટીલાઇટમાં સાજીદે 16 વર્ષની હિંદુ સગીરા ફસાવી: વીડિયો વાઇરલ કરવાની ધમકીઓ આપી કરતો રહ્યો શોષણ, થઈ ધરપકડ

    યુવતીએ એકવાર તેની સાથે વાત કરવાની બંધ કરી દેતા સાજીદ છેલ્લી વાર વાત કરવા બહાને સગીરાને કરીમાબાદ ખાતે આવેલ પોતાની બહેન સરલીનના ઘરે લઇ ગયો હતો. જ્યાં ઘરે કોઈ જ હાજર નહોતું. વાતચીત કરવાના બહાને તેણે સગીરા સાથે શારિરીક અડપલા કરવાનું શરૂ કરી દીધું. ગુસ્સે ભરાયેલી સગીરાએ વિરોધ કર્યો અને બાદમાં ત્યાથી નીકળી ગઈ હતી.

    - Advertisement -

    સુરત છેલ્લા ઘણા સમયથી લવ જેહાદ અને મુસ્લિમ આરોપીઓ દ્વારા હિંદુ યુવતીઓના શોષણનું હબ બનતું જઈ રહ્યું છે. તેવામાં સુરતમાં હિંદુ વાલીઓ માટે વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં એક મુસ્લિમ યુવકે માત્ર 16 વર્ષની હિંદુ સગીરાને ફસાવી હતી અને ચાલાકીથી તેનો વીડિયો ઉતારીને તેને બ્લેકમેઈલ કરી રહ્યો હતો. ફરિયાદ થયા બાદ ઉમરા પોલીસે આરોપી સાજીદ આશીફ અલી દુધવાલાની ધરપકડ કરી લીધી છે.

    અહેવાલો અનુસાર 16 વર્ષની હિંદુ દીકરી શાળા બાદ ઘણીવાર પોતાની બહેનપણીઓ સાથે સિટીલાઇટ વિસ્તારના અશોક પાન પાર્લર પાસે આવેલા અજય કાફેમાં નાસ્તો કરવા જતી હતી. જ્યાં એની ઓળખ એક મુસ્લિમ યુવાન સાથે થઈ હતી. બાદમાં ઈન્સ્ટાગ્રામ પર તે મુસ્લિમ યુવક તે હિંદુ સગીરા સાથે વાત કરતો હતો.

    વાતચીત આગળ વધતા તેણે તે સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. આ દરમિયાન તે ઘણીવાર સગીરાને વીડિયોકોલ કરતો હતો અને અભદ્ર હરકતો કરાવતો હતો અને તેના સ્ક્રિનશોટ પણ લઇ લેતો હતો.

    - Advertisement -

    કરીમાબાદમાં બહેનના ઘરે લઇ જઈને સાજીદે કર્યા શારીરિક અડપલા

    યુવતીએ એકવાર તેની સાથે વાત કરવાની બંધ કરી દેતા સાજીદ છેલ્લી વાર વાત કરવા બહાને સગીરાને કરીમાબાદ ખાતે આવેલ પોતાની બહેન સરલીનના ઘરે લઇ ગયો હતો. જ્યાં ઘરે કોઈ જ હાજર નહોતું. વાતચીત કરવાના બહાને તેણે સગીરા સાથે શારિરીક અડપલા કરવાનું શરૂ કરી દીધું. ગુસ્સે ભરાયેલી સગીરાએ વિરોધ કર્યો અને બાદમાં ત્યાથી નીકળી ગઈ હતી.

    તે બાદ પણ સાજીદ તેને વીડિયો વાઇરલ કરવાની, બદનામ કરવાની ધમકીઓ આપીને બ્લેકમેઈલ કર્યા કરતો હતો. પોતાની દીકરી સતત કોઇ ટેન્શનમાં રહેતી હોવાનું ધ્યાને પડતા જ્યારે પરિવારે તેને આ વિશે પૂછ્યું તો સગીરાએ તમામ હકીકત જણાવી હતી. ત્યારે પરિવારના પગ નીચેથી જાણે જમીન ખસકી ગઈ હતી. બાદમાં પરિવારે આ બાબતે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

    સાજીદ હિંદુ નામથી સોશિયલ મીડિયા વાપરતો હોવાનો અહેવાલનો દાવો

    નોંધનીય છે કે TV9ના અહેવાલમાં તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આરોપી સાજીદ આસિફ અલી દુધવાલાએ હિંદુ નામ ઈશાન રાવલનો ઉપયોગ કર્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર પણ આ જ નામથી તેનું આઇડી હોવાની વાત પણ સામે આવી છે.

    પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવાયા બાદ ઉમરા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી સાજીદ આસિફ અલી દુધવાલાની ધરપકડ કરી હતી. હાલમાં પોક્સો અને છેડતીના આરોપો અંતર્ગત આગળની તપાસ ચાલી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં