Saturday, November 2, 2024
More
    હોમપેજગુજરાતભાઈ સાથે તોડી નાખી સગાઇ તો 10મા માળેથી માર્યો ધક્કો: જુનેદ મોહમ્મદે...

    ભાઈ સાથે તોડી નાખી સગાઇ તો 10મા માળેથી માર્યો ધક્કો: જુનેદ મોહમ્મદે જહાંગીરપુરામાં કરી હબીબાબાનુંની હત્યા, સુરત પોલીસે કરી ધરપકડ

    10મા માળેથી પડતી યુવતીનો વિડીયો ઘટના સ્થળ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો હતો. જે હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. નોંધનીય છે કે હત્યા બાદ હત્યારો જુનેદ નુર મોહમ્મદ ઉર્ફે બાદશાહ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ગયો હતો.

    - Advertisement -

    સુરત શહેરમાંથી એક મોટી ઘટના સામે આવી છે. સુરતમાં જુનેદ બાદશાહ નામના મુસ્લિમ વ્યક્તિએ 10મા માળેથી હમીદાબાનું નામની યુવતીને નીચે ફેકી દેતા યુવતીનું કમકમાટી ભર્યું મૃત્યુ થયું છે. ઘટનામાં 10માં માળેથી પડતી યુવતીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યો છે. હત્યા બાદ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

    અહેવાલો મુજબ સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવેલી સરકારી આવાસ સુમન વંદના-2માં હત્યાનો મામલો સામે આવ્યો છે. જુનેદ નુર મોહમ્મદ બાદશાહ નામના 28 વર્ષના મુસ્લિમ યુવક દ્વારા મુસ્લિમ યુવતી હબીબાબાનુંને 10મા માળેથી ફેકી દઈને હત્યા કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ હબીબાબાનું નામની યુવતીની સગાઇ જુનેદ બાદશાહના નાના ભાઈ જુબેર સાથે થઈ હતી. જે કોઈ અંગત કારણોસર બાદમાં તૂટી ગઈ હતી. જે પછી હબીબાબાનું અને જુનેદ નુર મોહમ્મદ સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવ્યા હતા.

    સગાઇ તુટવાના મામલે રોષે ભરાયેલ જુનેદ બાદશાહે હબીબાબનુંને સુમન વંદના-2 આવાસમાં મળવા બોલાવી હતી. ફ્લેટ નંબર 1002માં ભેગા થયેલા બંને વ્યક્તિ વચ્ચે આ મામલે ઉગ્ર બોલાચાલી થતા મારામારી થઇ હતી. જેમાં આરોપી જુનેદ બાદશાહે યુવતી હબીબાબાનું ઉપર હથિયારથી હુમલો કર્યો હતો. હુમલામાં આરોપીને પણ થોડીઘણી ઈજા થઇ હતી. જે પછી આરોપી જુનેદ બાદશાહે હબીબાબાનુંને ઉશ્કેરાઈને 10મા માળેથી નીચે ફેકી દીધી હતી. જેમાં નીચે પટકાયા બાદ યુવતી હબીબાબાનુંનું તત્કાલ સ્થળ પર જ મૃત્યુ થયું હતું. 10મા માળેથી પડતી યુવતીનો વિડીયો ઘટના સ્થળ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો હતો. જે હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. નોંધનીય છે કે હત્યા બાદ હત્યારો જુનેદ નુર મોહમ્મદ ઉર્ફે બાદશાહ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ગયો હતો.

    - Advertisement -

    ઑપઇન્ડિયા સાથેની વાતચીત દરમિયાન જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના પી.આઈ.એ જણાવ્યું હતું કે હત્યાની જાણ થતા જ આરોપી જુનેદ નુર મોહમ્મદ ઉર્ફે બાદશાહની ધરપકડ કરી લેવામાં આવી છે. આ મામલે હાલ તેની પુછપરછ ચાલી રહી છે. પોલીસે આરોપી વિરુદ્ધ IPC-302 કલમ મુજબ હત્યાની ફરિયાદ નોંધી કાર્યવાહી આગળ વધારી છે.

    આ પહેલાં લિંબાયતમાં શકીલે પોતાની જ પત્ની પર ઝીક્યા હતા છરીના ઘા

    સુરતમાં આવેલ લિંબાયતની રૂસ્તમ પાર્ક સોસાયટીમાં રહેતા મુસ્લિમ પતિ શકીલ હુસૈન સૈયદએ પોતાની પાસે રહેલી છરી કાઢી અને પત્ની પર જીવલેણ હુમલો કરી દીધો હતો. ગળાના ભાગ પર છરી વડે ઘા મારીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી પરિણીતાને ગંભીર ઈજાઓ સાથે લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બનાવને પગલે પરિણીતાએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ શકીલ હુસૈન સૈયદ સામે ફરિયાદ નોંધાવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં