Thursday, March 6, 2025
More
    હોમપેજદેશહોશ આવે તો બેભાન થાય ત્યાં સુધી કરતા સામૂહિક બળાત્કાર.. ભૂખ લાગે...

    હોશ આવે તો બેભાન થાય ત્યાં સુધી કરતા સામૂહિક બળાત્કાર.. ભૂખ લાગે તો ખવડાવતા ગૌમાંસ.. એસિડથી હટાવ્યું ૐનું ટેટૂ: મોરાદાબાદની દલિત સગીરાને ચૂંથનાર સલમાન સહિત 4 વિરુદ્ધ ફરિયાદ

    કિશોરી જ્યારે ભાનમાં આવી ત્યારે તે એક રૂમમાં બંધ હતી અને તેના શરીર પણ કપડાં નહોતા. આ રૂમમાં જ આરોપીઓ સગીરા સાથે 2 મહિના સુધી સામૂહિક બળાત્કાર ગુજારતા રહ્યા. આ ઉપરાંત પીડિતાના હાથ પર ૐનું ટેટૂ હતું જે જોઈને આરોપીઓએ સગીરાના હાથ પર એસિડ નાખી દીધું હતું.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના મુરાદાબાદથી (Moradabad) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સામે આવ્યું છે કે એક હિંદુ દલિત કિશોરીનું અપહરણ (Kidnapped) કરીને 2 મહિના સુધી સામૂહિક બળાત્કાર (Gang Rape) ગુજારવામાં આવ્યો હતો. આ મામલે સલમાન નામક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે છોકરીના પરિવારે ફરિયાદ કરી છે કે પીડિતાને બંધક બનાવીને આરોપીએ તેના હાથ પરના ૐનું ટેટૂ એસિડથી બાળી નાખ્યું હતું. આરોપીઓ પીડિતાને બીફ (Beef) ખવડાવતા હોવાનું પણ સામે આવ્યું છે.

    અહેવાલ અનુસાર પીડિતાની કાકીએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે નોંધાવ્યું છે કે, 2 જાન્યુઆરી, 2025ના રોજ તેની ભાભીની 14 વર્ષની પુત્રી દરજી પાસે કપડાં સીવડાવવા બજારમાં જઈ રહી હતી. રસ્તામાં સલમાન, ઝુબૈર, રાશિદ અને આરિફ નામના યુવકો સગીરાને બળજબરીથી કારમાં ખેંચી ગયા. તેમણે કિશોરીને નશીલો પદાર્થ સૂંઘાડીને બેભાન કરી દીધી હતી.

    ફરિયાદ અનુસાર કિશોરી જ્યારે ભાનમાં આવી ત્યારે તે એક રૂમમાં બંધ હતી અને તેના શરીર પણ કપડાં નહોતા. આ રૂમમાં જ આરોપીઓ સગીરા સાથે 2 મહિના સુધી સામૂહિક બળાત્કાર ગુજારતા રહ્યા. આ ઉપરાંત પીડિતાના હાથ પર ૐનું ટેટૂ હતું જે જોઈને આરોપીઓએ સગીરાના હાથ પર એસિડ નાખી દીધું હતું. તેઓ રોજ પીડિતાને બળજબરીથી બીફ ખવડાવતા હતા. જ્યારે કિશોરી ઇનકાર કરતી તો તેની સાથે મારપીટ કરવામાં આવતી હતી.

    - Advertisement -

    બીજી તરફ પીડિતાની ભાળ ન મળતાં તેના પરિવારે 3 જાન્યુઆરીના રોજ પોલીસ સ્ટેશનમાં પીડિતાની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. 2 મહિના બાદ 2 માર્ચના રોજ આરોપીઓએ પીડિતાને ભોજપુરમાં છોડી દીધી હતી. પીડિતાને ધમકી આપવામાં આવી હતી કે જો આ અંગે કોઈને વાત કરી તો તેના કાકા-કાકી સહિત પરિવારને જાનથી મારી નાખવામાં આવશે.

    પીડિતાની કાકીએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર પીડિતા જ્યારે 2 મહિના પછી ઘરે પહોંચી ત્યારે તેની પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી. તેણે ઘરે આવીને પરિવારને સમગ્ર હકીકત જણાવી. ત્યારપછી પરિવારે સામૂહિક બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે સલમાન, ઝુબૈર, રાશિદ અને આરિફ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

    આરોપીઓ પર કલમ 137(2), 70(1), 123, 127(4), 299, 351(3), 124(1), પોક્સોની કલમ 5, 6 અને SC/ST એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ અંગે સલમાન નામક એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે સ્થાનિકોએ માંગ કરી છે ઘટનાના આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં