Wednesday, September 18, 2024
More
    હોમપેજગુજરાતભુજમાં હંગામી આવાસમાં રહેતા અબ્દુલ ગફુરે મોટી મોટી વાતો કરીને મહિલાને ફસાવી:...

    ભુજમાં હંગામી આવાસમાં રહેતા અબ્દુલ ગફુરે મોટી મોટી વાતો કરીને મહિલાને ફસાવી: અપહરણ કરીને અજમેર લઈ જઈને કર્યા દુષ્કર્મ, ફરિયાદ નોંધાઈ

    મહિલાએ લગ્ન વિશે પૂછતાં અબ્દુલ ગફુરે તેની સાથે લગ્ન કરવાની સાફ સાફ ના પાડી દીધી હતી. જેથી મહિલા કોઈક રીતે અજમેરથી ભાગીને ભુજ આવી ગઈ હતી. અહીં તેણે ભુજ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અબ્દુલ વિરુદ્ધ દુષ્કર્મ અને લગ્ન નહીં કરીને દગો આપ્યા બાબતે ફરિયાદ નોંધાવી હતી.

    - Advertisement -

    કચ્છ જિલ્લાના ભુજ મથકેથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં એકલી રહેલી એક મહિલાને ફોસલાવીને અને લગ્નની લાલચ આપીને તેનું અપહરણ અને બળાત્કાર કરાયો છે. ભુજ ખાતે જ હંગામી આવાસમાં રહેતા અબ્દુલ ગફુરે આ મહિલાનું અપહરણ કરીને અજમેર લઈ જઈને હોટલમાં દુષ્કર્મ આચર્યાની ફરિયાદ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

    સંદેશના અહેવાલ અનુસાર કચ્છના ભુજમાં એક સ્ત્રી એકલી રહેતી હતી અને નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. કોઈક રીતે ભુજમાં જ હંગામી આવાસમાં રહેતો અબ્દુલ ગફુર યુસુફખાન પઠાણ નામનો વ્યક્તિ નેતા સંપર્કમાં આવ્યો. શરૂઆતમાં પોતાના વિષે મોટી મોટી વાતો કરીને અબ્દુલે આ મહિલા સાથે મિત્રતા કેળવી હતી. બાદમાં તેણે તે મહિલાને ફોસલાવીને લગ્નની લાલચ પણ આપી હતી.

    લગ્નની લાલચ આપીને અબ્દુલ ગફુરે તે મહિલાને પૂર્ણ રીતે પોતાના વશમાં કરી લીધી હતી. જેનો ફાયદો ઉઠાવીને તે આ મહિલાને અપહરણ કરીને રાજસ્થાનના અજમેર ખાતે લઈ ગયો હતો. જ્યાં એક હોટેલમાં તેણે 22 જૂન 2023થી લઈને 2 જુલાઈ 2023 સુધી અનેકવાર મહિલાની મરજી વિરુદ્ધ તેના પર બળાત્કાર કર્યા હતા.

    - Advertisement -

    જે બાદ મહિલાએ લગ્ન વિશે પૂછતાં અબ્દુલ ગફુરે તેની સાથે લગ્ન કરવાની સાફ સાફ ના પાડી દીધી હતી. જેથી મહિલા કોઈક રીતે અજમેરથી ભાગીને ભુજ આવી ગઈ હતી. અહીં તેણે ભુજ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અબ્દુલ વિરુદ્ધ દુષ્કર્મ અને લગ્ન નહીં કરીને દગો આપ્યા બાબતે ફરિયાદ નોંધાવી હતી. હાલમાં આઇપીસીની ધારાઓ 366 અને 376 અંતર્ગત નોંધાયેલા આ ગુનામાં પીઆઇ કે સી વાઘેલાએ તપાસ શરૂ કરી છે.

    હેરડ્રેસર અલ્ફાઝ ખલિફાએ જુમ્માના દિવસે હિંદુ પરિણીતા સાથે કરી હતી બળજબરી

    નોંધનીય છે કે ભુજમાં સામે આવેલો આવો કોઈ પહેલો કિસ્સો નથી કે જેમાં મુસ્લિમ વ્યક્તિ દ્વારા કોઈ મહિલા સાથે બળજબરી અથવા દુષ્કર્મ કરવામાં આવ્યું હોય. આ પહેલા મેં મહિનામાં પણ એવો જ એક કિસ્સો સામે આવ્યો હતો.

    ભુજમાં એક મુસ્લિમ હેરડ્રેસર પાસે હેર સ્ટ્રેટનીંગ કરાવવા પહોંચેલ પરણિત હિંદુ મહિલા બળજબરી થઇ હોવાના અહેવાલ સામે આવ્યા હતા. દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ ભુજના છઠ્ઠી બારી રિંગ રોડ વિસ્તારમાં આવેલી રોકસ્ટાર ફેમિલી સલુન નામની દુકાનમાં શુક્રવારે એક પરિણીત યુવતીની હેરડ્રેસર અલ્ફાઝ ખલિફા દ્વારા છેડતી કરાઈ હોવાની વાતથી સમગ્ર શહેરમાં ચકચાર પ્રસરી જવા પામી હતી. ઘટના શુક્રવારે બપોરે સામે આવી હતી. પરિણીત યુવતીની છેડતી ખુદ દુકાન સંચાલકે જ કરી હોવાની ફરિયાદ શહેર એ ડિવિઝન મથકે નોંધાઇ છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં