Friday, September 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'મારી સાથે સંબંધ બાંધી લે, મુંબઈ ફરવા લઇ જઈશ': જુમ્માના દિવસે જ...

    ‘મારી સાથે સંબંધ બાંધી લે, મુંબઈ ફરવા લઇ જઈશ’: જુમ્માના દિવસે જ ભુજમાં હેરડ્રેસર અલ્ફાઝ ખલિફાએ દુકાનનું શટર પાડીને પરણિત હિંદુ મહિલા સાથે કરી બળજબરી

    ભુજના છઠ્ઠી બારી રિંગ રોડ વિસ્તારમાં આવેલી રોકસ્ટાર ફેમિલી સલુન નામની દુકાનમાં શુક્રવારે એક પરિણીત યુવતીની છેડતી કરાઈ હોવાની વાતથી સમગ્ર શહેરમાં ચકચાર પ્રસરી જવા પામી હતી.

    - Advertisement -

    ગુજરાતના ભુજથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે. એક બાજુ હાલ ધ કેરાલા સ્ટોરી ફિલ્મ અને લવ જેહાદ જેવા વિષયો પર દેશભરમાં ચર્ચાઓ ચાલી રહી છે. ત્યાં જ ભુજમાં એક મુસ્લિમ હેરડ્રેસર પાસે હેર સ્ટ્રેટનીંગ કરાવવા પહોંચેલ પરણિત હિંદુ મહિલા બળજબરી થઇ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે.

    દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ ભુજના છઠ્ઠી બારી રિંગ રોડ વિસ્તારમાં આવેલી રોકસ્ટાર ફેમિલી સલુન નામની દુકાનમાં શુક્રવારે એક પરિણીત યુવતીની છેડતી કરાઈ હોવાની વાતથી સમગ્ર શહેરમાં ચકચાર પ્રસરી જવા પામી હતી. ઘટના શુક્રવારે બપોરે સામે આવી હતી. પરિણીત યુવતીની છેડતી ખુદ દુકાન સંચાલકે જ કરી હોવાની ફરિયાદ શહેર એ ડિવિઝન મથકે નોંધાઇ છે. બનાવને લઈ શહેરીજનોમાં ચર્ચાએ જોર પકડ્યું હતું.

    આ અંગે પોલીસ દફતરે નોંધાયેલી ફરિયાદ મુજબ ભુજના કોડકી ગામે માવતરે આવેલી 21 વર્ષીય પરિણીત યુવતી છેડતીની ફરિયાદમાં જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા ભુજના છઠ્ઠી બારી નજીક આવેલી રોકસ્ટાર ફેમિલી સલૂન નામની દુકાનમાં હેર સ્ટ્રેટનિંગ માટે તે તેના નાના ભાઈ સાથે ગઈ હતી. જ્યાં તેનો નાનો ભાઈ તેને મૂકીને જતો રહ્યો હતો. ત્યાર બાદ આરોપી અલ્ફાઝ ખલિફાએ હેર સ્ટ્રેટનિંગ માટે પ્રથમ સ્ટેપની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ બીજા સ્ટેપ માટે બે દિવસ પછી ફરી દુકાને આવવાનું કહ્યું હતું.

    - Advertisement -

    “શુક્રવારે સવારે પોણા અગિયાર વાગ્યાના અરસામાં મારી પિતરાઈ બહેન સાથે રોકસ્ટાર ફેમિલી સલૂનમાં ગઈ હતી, જ્યાં બહેનને ડ્રોઈંગ ક્લાસમાં જવાનું હોઈ નીકળી ગઈ હતી. આ સમયે ઉપરના માળે સોફા પર બેઠી હતી ત્યારે આરોપીએ મારા ખભા પર હાથ મૂકી ચુંબન કરવાનો પ્રયાસ કરતા મેં કહ્યું હતું કે મારા લગ્ન થઈ ચૂક્યા છે એ મને પસંદ નથી. તેમ છતાં તેને જબરજસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો અને દુકાનનું શટર બંધ કરી નાખ્યું હોવાનું કહ્યું હતું. જોકે ઇન્કાર કરતા બાદમાં આરોપીએ હું કઈ નહિ કરું એમ કહી હેર સ્ટ્રેટનિંગની પ્રક્રિયા શરૂ કરી હતી.”

    ફરિયાદ અનુસાર ‘તું વિચારી લે તને મારી સાથે પ્રેમ સબંધ રાખવો હોય તો, હું તને મુંબઇ ફરવા તેડી જઇશ તું વિચારી લે’ કહીને ફરિયાદી દુકાનના ઉપરના માળેથી નીચે ઉતરવા જતાં આરોપીએ ફરિયાદી મહિલાનો હાથ પકડી લઇને બળજબરીથી શારિરીક અડપલા કરી પ્રેમ સંબંધ બાંધવા દબાણ કર્યું હતું.

    “અત્યારે હું દુકાનમાં એકલો છું, હમણા કોઇ જ નહીં આવે તેમ કહી અલ્ફાઝ ખલિફાએ મારી સાથે જબરજસ્તી કરી હતી. પછી હું દુકાન બહાર નીકળી ગઈ હતી અને હાટકેશ્વર પાસે પહોંચી મારી બહેનને મોબાઈલ ફોન કરી બોલાવી હતી અને સમગ્ર ઘટના કહી હતી.” પીડિત યુવતીએ જણાવ્યું હતું.

    પીડિતાએ આગળ જણાવ્યું કે “બાદમાં મારી સહેલી અને મહિલા કેન્દ્રના પ્રમુખ બહેનને આપવીતી જણાવતા તે અમારી સાથે દુકાન પર ચાલ્યા હતા.” ત્યાં પોલીસને જાણ કરી બોલાવતા પરણિત હિંદુ મહિલા સાથે બળજબરી કરનાર આરોપી અલ્ફાઝ ખલિફા નાસી ગયો હતો. ઘટનાના પગલે પોલીસની સી ટીમ તુરંત બનાવ સ્થળે પહોંચી હતી.

    નોંધનીય રીતે પરણિત હિંદુ મહિલા સાથે લોકોની ચહલપહલથી વ્યસ્ત રહેતા વિસ્તારમાં આવેલી જાહેર માર્ગ પરની સલૂનની દુકાનમાં ખુદ સંચાલક દ્વારા છેડતી કરાઈ હોવાની ઘટનાથી શહેરમાં ચકચાર પ્રસરી જવા પામી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં