Wednesday, April 24, 2024
More
  હોમપેજગુજરાતવધુ એક મદરેસા, વધુ એક મૌલવી, વધુ એક બાળકનું શોષણ: જૂનાગઢના માંગરોળના...

  વધુ એક મદરેસા, વધુ એક મૌલવી, વધુ એક બાળકનું શોષણ: જૂનાગઢના માંગરોળના મૌલાના અબ્બાસ સામે ગુનો દાખલ, ટ્રસ્ટી દાઉદ સાથે મળીને અગાઉ પણ 3 તરુણોને પીંખ્યા

  જૂનાગઢમાં સગીર સાથે થયેલ ઘટના જેવી જ અનેક ઘટનાઓ ગુજરાતમાં એ પેહલા પણ થઈ ચૂકી છે. આ પહેલા સુરત અને અને અમદાવાદમાં પણ આવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. જેમાં બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું અથવા તો સગીર બાળક સાથે વિકૃત હરકતો કરવામાં આવી હતી.

  - Advertisement -

  દેશમાં અને ગુજરાતમાં એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં મદરેસામાં મજહબી શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ સાથે ત્યાંનાં જ મૌલાનાએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોય. ત્યારે આવી જ એક ઘટના જૂનાગઢ જિલ્લામાંથી સામે આવી છે. જેમાં મદરેસાના મૌલાના અબ્બાસ સમેજાએ મદરેસામાં રહીને ભણતા એક તરુણ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે. તરુણની માતાએ આ અંગે માંગરોળ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાવ્યો છે. પોલીસે મૌલાના અને તેના સાથી ટ્રસ્ટી મુફ્તી સાહેબ દાઉદ ફકીરા સામે ગુનો દાખલ કર્યો છે.

  જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. જેમાં માંગરોળ સ્થિત જામિયા ઈસ્લામિયા અરબીયા કાશિકુલ ઉલલુમ એજ્યુકેશન ટ્રસ્ટના મૌલાના અબ્બાસ સમેજા અને ટ્રસ્ટી વિરુદ્ધ તરુણ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

  ઘટના એવી હતી કે થોડા દિવસો પહેલાં રાત્રિના અઢીથી ત્રણ વાગ્યાના અરસામાં મદરેસામાં મજહબી અભ્યાસ કરતાં બાળકને મૌલાના અબ્બાસે તેના રૂમમાં પગ દબાવવા માટે બોલાવ્યો હતો. પરંતુ પગ દબાવવાનું બહાનું આપી હવસખોર મૌલાનાએ તરુણ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. સાથે ધમકી પણ આપી હતી કે જો કોઈને આ વાત કહેશે તો તેને મદરેસામાંથી કાઢી મૂકવામાં આવશે. ત્યારબાદ તરુણે હિંમત કરીને આ વાત મદરેસાના ટ્રસ્ટી મુફ્તી સાહેબ દાઉદ ફકીરાને કહી હતી. પરંતુ તેણે પણ તરુણને ધમકી આપી કોઈને આ વાત ન કહેવાનું જણાવ્યું હતું.

  - Advertisement -

  તરુણની માતાએ ફરિયાદ કરતાં તેને પણ ધમકી આપી

  પીડિત બાળકે આ વિશે તેની માતાને જાણ કરી હતી. જે બાદ તેની માતા મદરેસા આવી હતી અને ટ્રસ્ટીને આ વિશે ફરિયાદ કરી હતી. પરંતુ ટ્રસ્ટીએ તેની માતાને પણ ધમકી આપી હતી જે બાદ તેની માતા માંગરોળ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને બનાવની તમામ જાણકારી પોલીસ વિભાગને આપી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ વિભાગે મદરેસામાં તપાસ આદરી હતી. જે બાદ જાણવા મળ્યું હતું કે મૌલાનાએ અને ટ્રસ્ટીએ અનેક વિદ્યાર્થીઓ સાથે પણ આ પ્રકારનું વર્તન કર્યું હતું. પોલીસે વધુ પુરાવા એકઠા કરવા માટે યોગ્ય કાર્યવાહી હાથ ધરી છે.

  પોલીસે મૌલાના અને ટ્રસ્ટી વિરુદ્ધ નોંધ્યો ગુનો

  જૂનાગઢના SP હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે, માંગરોળ શહેરના કાશિકુલ-ઉલલુમ મદરેસામાં અભ્યાસ કરતાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ મળી હતી. ગુનાની ગંભીરતાને જાણીને, મદરેસામાં ભણતા બાળકોની સલામતી સુનિશ્ચિત કરવા અને વધુ પડતાં ગુનાહિત કૃત્યોને રોકવા માટે બહુવિધ પોલીસની ટીમો બનાવવામાં આવી હતી. આ કેસમાં બે વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. માંગરોળ પોલીસ સ્ટેશનમાં મદરેસાના મૌલાના અબ્બાસ સમેજા અને ટ્રસ્ટી મુફ્તી સાહેબ દાઉદ ફકીરા વિરુદ્ધ કલમ 337, 506(2), 323, 144, 135 અને POCSO એકટની કલમ 4, 8, 12, 17, 5(સી) વગેરે મુજબ ગુનો નોંધાયો છે.

  ત્રણ બાળકો સાથે પણ આચર્યું હતું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

  મદરેસાનો મૌલાના અબ્બાસ સમેજા અને ટ્રસ્ટી મુફ્તી સાહેબ દાઉદ ફકીરાએ આ પહેલાં પણ મદરેસાના અન્ય બાળકો સાથે આવા કૃત્યો કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ હાલ એ વિષયમાં તપાસ કરી રહી છે. પોલીસે અન્ય બાળકોને પૂછતાં ત્રણ જેવા બાળકોએ પોલીસને ટ્રસ્ટી અને મૌલાના વિશે ફરિયાદ કરી છે. ત્રણેય બાળકો સાથે આરોપીઓએ ખરાબ કૃત્યો કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

  મદરેસા, મૌલવી અને બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યોનું અવિરત ચક્ર

  ઉલ્લેખનીય છે કે જૂનાગઢમાં સગીર સાથે થયેલ ઘટના જેવી જ ઘટનાઓ ગુજરાતમાં એ પેહલા પણ થઈ ચૂકી છે. આ પહેલા સુરત અને અને અમદાવાદમાં પણ આવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. જેમાં બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું અથવા તો સગીર બાળક સાથે વિકૃત હરકતો કરવામાં આવી હતી.

  સુરતના ઉધનામાં પોલીસે અશ્લીલ વિડીયો બતાવીને ઘરે મઝહબી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાના ગુનામાં એક મૌલવીની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ મોહમ્મદ મુદબ્બીર મોહમ્મદ બસીરુદ્દીન શેખ તરીકે થઇ હતી. તે પોતાના ઘરે ખાનગી મદ્રેસા ચલાવતો હતો અને છેલ્લા છ મહિનાથી બાળકો સાથે આ કૃત્યો કરતો હતો તેની સામે પોલીસે કાર્યવાહી કરી.

  આ સિવાય પણ અમદાવાદનાં બાપુનગર વિસ્તારમાં આવેલ મદની મદરેસામાં બે મૌલવીઓ દ્વારા 13 વર્ષના એક સગીર બાળક સાથે તે જ મદરેસામાં સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરીને જાતિય સતામણી કરવાનો કિસ્સો સામે આવ્યો હતો. પરિવારે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે ગુનામાં POCSO એક્ટ હેઠળ ફરિયાદ નોંધી હતી.

  આ સિવાય પણ દેશભરમાં મદરેસાઓમાં મૌલવીઓ દ્વારા કુમળા બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો કરવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં