Monday, April 22, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટ'યા ખુદા' કહીને ભાજપ નેતા પર હુમલો કરવા ધસી ગયો ઇમરાન, સુરક્ષાકર્મીઓએ...

  ‘યા ખુદા’ કહીને ભાજપ નેતા પર હુમલો કરવા ધસી ગયો ઇમરાન, સુરક્ષાકર્મીઓએ માંડ કાબૂમાં લીધો: પરિવારે ‘માથાફરેલ’ ગણાવીને કહ્યું- ઘરમાં બાંધીને રાખીએ છીએ

  ઘટના બાદ ઑપઇન્ડિયાએ વધુ માહિતી મેળવવા કેબિનેટ મંત્રી ગણેશ જોશી સાથે વાત કરી હતી. તેમના જણાવ્યા અનુસાર હુમલો કરતી વખતે ઈમરાને 'યા ખુદા'નો નારો પણ લગાવ્યો હતો.

  - Advertisement -

  દહેરાદુન ખાતે ઉત્તરાખંડ ભાજપના નેતા અને કેબિનેટ મંત્રી ગણેશ જોશી પર એક યુવકે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી રહી છે. ગણેશ જોશી પર હુમલો કરનાર યુવકની ઓળખ બિજનૌરના રહેવાસી ઈમરાન તરીકે થઈ છે. હુમલા દરમિયાન તેણે મઝહબી નારા પણ લગાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બાદ પોલીસે તેને હિરાસતમાં લીધો હતો.

  આરોપ છે કે ઈમરાને સ્થાનિક દુકાનદારો સાથે પણ મારપીટ કરીને તેમની વસ્તુઓ આંચકી લેવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન હાથમાં ડંડા જેવી વસ્તુ લઈને તેણે ભાજપ નેતા ગણેશ જોશી પર પણ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો. જોકે હાજર સુરક્ષાકર્મીઓએ કોઈ અણબનાવ બને તે પહેલાં જ તેને ઝડપી લીધો હતો. આ મામલે તેના પરિવારે દલીલ આપી હતી કે ઈમરાનની માનસિક હાલત ખરાબ છે અને તેઓ તેને ઘરમાં પૂરીને રાખે છે.

  મળતી માહિતી અનુસાર, ગણેશ જોશી પર હુમલો થવાની આ ઘટના શુક્રવાર (2 મે 2023)ના રોજ ઘટી હતી. ઘટના સમયે રાજ્ય સરકારના સૈનિક કલ્યાણ તેમજ કૃષિ મંત્રી ડાકરા બજાર ખાતે જનસંપર્ક કરી રહ્યા હતા. તેવામાં અચાનક ઈમરાન તેમના તરફ ધસી આવ્યો હતો. અહેવાલોમાં જણાવ્યા અનુસાર તે સમયે ઈમરાનના હાથમાં ડંડા જેવી કોઈ વસ્તુ હતી અને તે નેતાને પકડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. જોકે મંત્રી સાથે ફરજ પર હાજર સુરક્ષા જવાનોએ ઈમરાનને પકડીને કાબૂમાં લીધો અને તેના હાથમાં રહેલી ડંડા જેવી બોથડ વસ્તુ આંચકી લીધી હતી. આ હુમલા વખતે ઈમરાને મઝહબી સૂત્રોચ્ચાર પણ કર્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

  - Advertisement -

  ગણેશ જોશી પર હુમલો થયો તેનો વિડીયો વાયરલ

  ઉલ્લેખનીય છે કે કેબિનેટ મંત્રીની હાજરીમાં થયેલી આ ઝપાઝપીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે ધમાસાણ જોઇને આસપાસના અન્ય કેટલાક લોકો પણ ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા અને તેમણે ઈમરાનને માર પણ માર્યો હતો. વિડીયોમાં જોશીના કેટલાક સુરક્ષાકર્મીઓ ઈમરાનને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરતા હોવાનું પણ જોઈ શકાય છે. દરમિયાન ફરજ પર હાજર પોલીસકર્મીઓએ ઈમરાનને ટોળાના મારથી બચાવીને તેની ધરપકડ પણ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે ઈમરાન મૂળ ઉત્તર પ્રદેશના બિજનૌરનો રહેવાસી છે અને 2 દિવસ પહેલાં જ દહેરાદુન આવ્યો હતો. હાલ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.

  ઈમરાને લગાવ્યા હતા ‘યા ખુદા’ના નારા

  ઘટના બાદ ઑપઇન્ડિયાએ વધુ માહિતી મેળવવા કેબિનેટ મંત્રી ગણેશ જોશી સાથે વાત કરી હતી. તેમના જણાવ્યા અનુસાર હુમલો કરતી વખતે ઈમરાને ‘યા ખુદા’નો નારો પણ લગાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે ઘટના પહેલાં ઈમરાને અન્ય લોકો સાથે પણ મારામારી કરી હતી, આટલું જ નહીં તેણે હવામાં ચાકુ પણ લહેરાવ્યા હતા. ગણેશ જોશીના જણાવ્યા અનુસાર દિલ્હીમાં થયેલા ચાકુ કાંડ બાદ લોકો અને તેમના સુરક્ષાકર્મીઓ વધુ સતર્ક રહી રહ્યા છે.

  તો બીજી તરફ કેટલાંક મીડિયા સંસ્થાનો દ્વારા ઉત્તરાખંડ ભાજપના નેતા ગણેશ જોશી પર આરોપ લગાવવામાં આવ્યા હતા કે જે સમયે ટોળું ઈમરાનને મારી રહ્યું હતું તે સમયે મંત્રી જોશી ચૂપચાપ તમાશો જોઈ રહ્યા હતા. અમારી ટીમ સાથે વાતચીત દરમિયાન ગણેશ જોશીએ આ આરોપોને નકારીને તેને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે તેમણે જ પોલીસ બોલાવીને હુમલાખોર ઈમરાનને પોલીસને સોંપ્યો હતો. બાદમાં જોશીએ ઈમરાનના પરિવાર સાથે મુલાકાત પણ કરી હતી, જે દરમિયાન પરિવારે ઈમરાનને માથાફરેલો કહ્યો હતો. જોશીના કહેવા મુજબ ઈમરાનના પરિવારે દાવો કર્યો હતો કે તેઓ તેને ઘરમાં બાંધીને રાખે છે, પરંતુ ઘટનાના દિવસે તે કોઈ રીતે રૂમમાંથી નીકળીને ભાગી છૂટ્યો હતો.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં