ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બારાબંકીમાંથી (Barabanki) ધર્માંતરણ (Conversion) અને સુન્નત (Khatna) કરાવવાનો મામલો સામે આવ્યો છે. અહીં એક 15 વર્ષના સગીર દલિત છોકરાને નોકરીની લાલચ આપી હોટલમાં રાખવામાં આવ્યો હતો. બાદમાં જયારે હોટલ માલિકને ખબર પડી કે છોકરો અનાથ છે તો તેનું ધર્માંતરણ કરાવીને નામ બદલી નાખ્યું હતું. આ ઘટનાએ સામાજિક અને કાયદાકીય ચર્ચાને જન્મ આપ્યો છે. જોકે પોલીસે આ મામલે કાર્યવાહી કરીને કેસ નોંધ્યો અને બે આરોપીઓની ધરપકડ પણ કરી હતી.
સમગ્ર ઘટના ત્યારે સામે આવી જ્યારે બજરંગ દળના જિલ્લા સંયોજક વિનય સિંઘ રાજપૂતને આ બાબતની માહિતી મળી. ત્યારબાદ તેમણે તરત જ બારાબંકી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. પોલીસે આઝમગઢથી સગીરને લાવનાર મુર્શીદ, તેના અબ્બા રિયાસત અલી અને રેસ્ટોરન્ટના માલિક વિરુદ્ધ FIR નોંધી હતી. પોલીસે જરૂરી કલમો અંતર્ગત કેસ નોંધ્યો હતો.
#बाराबंकी::- रेस्टोरेंट मालिक पर आरोप: नौकरी का झांसा देकर अनाथ बच्चे का धर्म परिवर्तन कर उसे बनाया मुस्लिम। हिंदू बच्चे का खतना कर मुस्लिम धर्म अपनाने को मजबूर किया गया।अनुज का नाम बदलकर नूर आलम रखा गया। बजरंग दल के संयोजक ने संदेह जताते हुए पुलिस को इसकी सूचना दी। pic.twitter.com/T2fknSrvsi
— UttarPradesh.ORG News (@WeUttarPradesh) December 6, 2024
આ મામલે પોલીસ અધિક્ષક ચિરંજીવ નાથ સિંહાએ જણાવ્યું હતું કે, “પ્રાપ્ત માહિતી અનુસાર, ભંગારના વેપારી મુર્શીદ અને તેના અબ્બા રિયાસત અલી સગીર છોકરાને આઝમગઢથી બારાબંકી લાવ્યા હતા. તેણે છોકરાને નોકરીની લાલચ આપી અને થોડો સમય પોતાની સાથે રાખ્યા બાદ તેને બારાબંકીની આફિકા રેસ્ટોરન્ટમાં નોકરી અપાવી હતી.”
थाना कोतवाली नगर क्षेत्रान्तर्गत नाबालिग के विधि विरुद्ध धर्मान्तरण के सम्बन्ध में पंजीकृत अभियोग व अभियुक्तों की गिरफ्तारी के सम्बन्ध में अपर पुलिस अधीक्षक उत्तरी श्री चिरंजीव नाथ सिन्हा की बाइट-#barabankipolice #UPPolice @Uppolice @adgzonelucknow @igrangeayodhya pic.twitter.com/8ewF1dEkad
— Barabanki Police (@Barabankipolice) December 6, 2024
તેમણે આગળ કહ્યું કે, “જ્યારે રેસ્ટોરન્ટના માલિકને ખબર પડી કે દલિત છોકરો અનાથ છે, ત્યારે તેણે છોકરાને હોસ્પિટલમાં લઇ જઈ તેનું ઓપરેશન એટલે સુન્નત કરાવી દીધું. ઉપરાંત તેનું ધર્માંતરણ કરાવીને તેનું નામ બદલાવીને નૂર મહોમ્મદ રાખી દીધું. મુર્શીદ, તેના અબ્બા અને હોટલના માલિક વિરુદ્ધ ધર્મ પરિવર્તન અધિનિયમ અને SC-ST એક્ટ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો હતો.”
સિંહાએ જણાવ્યા અનુસાર મુર્શીદ અને તેના અબ્બાની ધરપકડ કરવામાં આવી છે તથા પોલીસ આગામી કાર્યવાહી કરી છે. જોકે હોટલનો માલિક હજી ફરાર છે પોલીસ તેની શોધખોળ કરી રહી છે. પોલીસ ત્વરિત ધોરણે પગલાં લઇ આરોપીઓને કોર્ટમાં રજૂ કરશે.
ગત અઠવાડિયે પણ સામે આવ્યો હતો ધર્માંતરણનો કેસ
નોંધનીય છે કે ગત અઠવાડિયે જ ઉત્તર પ્રદેશના હરદોઈમાંથી પણ હિંદુ સગીરાનું ધર્માંતરણ કરાવી તેનું નામ બદલી દેવાનો મામલો સામે આવ્યો હતો. દિલ્હીમાં રહેતી 14 વર્ષીય હિંદુ સગીરાના પરિવારે તેના માટે ટ્યુટર રાખ્યો હતો. જેનું નામ હાફિઝ હતું. હાફિઝે સગીરાને ફોસલાવીને તેને ભગાડી ગયો અને તેનું ધર્માંતરણ કરાવીને નામ બદલી નાખ્યું હતું, ઉપરથી તેના કરતા 24 વર્ષ નાની સગીરા સાથે નિકાહ પણ કરી લીધા હતા. પોલીસને જાણ થતાં પોલીસે સગીરાને છોડાવી હતી.