Friday, December 6, 2024
More
    હોમપેજદેશદિલ્હીની હિંદુ સગીરાના ધર્માંતરણનો ચોંકાવનારો કિસ્સો: પરિવારે ટ્યુટર તરીકે રાખેલ 38 વર્ષીય...

    દિલ્હીની હિંદુ સગીરાના ધર્માંતરણનો ચોંકાવનારો કિસ્સો: પરિવારે ટ્યુટર તરીકે રાખેલ 38 વર્ષીય હાફિઝે મુસ્લિમ બનાવી કર્યા નિકાહ, 14 વર્ષીય બાળકીને લઇ આવ્યો ઉત્તર પ્રદેશ

    હાફિઝ સગીરાને સાયનાબાનો બનાવીને ઉત્તરપ્રદેશના હરદોઈમાં રહી રહ્યો હતો. આ મામલે હિંદુ સંગઠનને જાણ થતા શાહબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે પોલીસે આ મામલે સંજ્ઞાન લઈને બાળકીને છોડાવી હતી.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) હરદોઈ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. એક 14 વર્ષની હિંદુ સગીરાનું (Hindu Minor Girl) ધર્માંતરણ (Conversion) કરાવ્યું હોવાની ઘટના સામે આવી હતી. સગીરા મૂળ દિલ્હીની છે. દિલ્હીમાં તે તેના પરિવાર સાથે રહેતી હતી, તેનું બ્રેઈનવોશ (Brainwash) કરીને હાફિઝે તેનું ધર્માંતરણ કરાવીને નામ બદલાવી નાખ્યું હતું. તથા યુવતી સાથે નિકાહ (Nikah) કરી ઉત્તર પ્રદેશ લઇ આવ્યો હતો.

    દિલ્હીમાં 14 વર્ષની હિંદુ સગીરા તેના પરિવાર સાથે રહેતી હતી. આ દરમિયાન પરિવારે સગીરાને ભણાવવા માટે 38 વર્ષીય મહોમ્મદ હાફિઝને ટ્યુટર તરીકે રાખ્યો હતો. હફિઝે સગીરાને ભણાવતા ભણાવતા તેનું બ્રેઈનવોશ કર્યું. તેણે એટલી હદે સગીરા પર પ્રભાવ પાડી દીધો કે સગીરા ધર્માંતરણ કરવા રાજી થઇ ગઈ હતી.

    આ પછી હાફિઝ સગીરાને લઈને ભાગી ગયો હતો. હાફિઝે સગીરાને મસ્જિદમાં લઇ જઈ તેનું ધર્માંતરણ કરાવડાવ્યું અને તેનું નામ બદલી નાખ્યું. ધર્માંતરણ કરાવીને હફિઝે બાળકીનું નામ સાયનાબાનો (ઓળખ છુપાવવા નામ બદલ્યું છે) રાખી દીધું હતું, અને 14 વર્ષની સગીરા સાથે નિકાહ કરી લીધા હતા.

    - Advertisement -

    હાફિઝ સગીરાને સાયનાબાનો બનાવીને ઉત્તરપ્રદેશના હરદોઈમાં રહી રહ્યો હતો. આ મામલે હિંદુ સંગઠનને જાણ થતા શાહબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે પોલીસે આ મામલે સંજ્ઞાન લઈને બાળકીને છોડાવી હતી. તથા આ મામલે ગુનામાં સંડોવાયેલ ગુલફામના પુત્ર હસનની ધરપકડ કરવામાં આવી છે.

    પોલીસના જણાવ્યા અનુસાર સ્થાનિક પોલીસે આ મામલે સંજ્ઞાન લીધું છે અને સુસંગત ધારાઓ અનુસાર ફરિયાદ નોંધવામાં આવી છે. તથા હસનની ધરપકડ કરીને પોલીસે આગામી કાર્યવાહી હાથ ધરી છે. જોકે મુખ્ય આરોપી હાફિઝની ધરપકડ અંગે કોઈ જાણકારી મળી નથી. પોલીસ આગામી તપાસ કરી રહી છે.

    આ મામલે હિંદુ સંગઠનના કાર્યકર્તાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે “આજે સવારે શાહબાદ પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતા વિસ્તારમાં એક હાફિઝ નામક વ્યક્તિ દિલ્હીમાંથી સગીરાને ભણાવતા ભણાવતા શાહબાદ લઇ આવ્યો, ધર્માંતરણ કરાવીને નિકાહ કરી લીધા. આવી ઘટનાઓમાં તરત કાર્યવાહી થાય એવા પ્રયાસ અમે કરીશું.”

    તેમણે આગળ કહ્યું કે, “આ મામલે શાહબાદ પોલીસના અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવી છે, SPને પણ પત્ર લખવામાં આવ્યો છે, જરૂર પડશે તો મુખ્યમંત્રી સાથે પણ મુલાકાત કરીશું.” તેમણે કહ્યું હતું કે હાફિઝના પરિવારને અગાઉથી પોલીસ આવી રહી છે એમ જાણ થઇ ગઈ હતી, તેથી તેમણે હાફિઝને ભગાડી દીધો હતો, જોકે સગીરાને બચાવી લેવામાં આવી છે.   

    હૈદરાબાદમાંથી સામે આવી રહી છે શેખ નિકાહની ઘટના

    નોંધનીય છે કે તાજેતરમાં જ હૈદરાબાદમાંથી પણ આવી જ કરૂણ ઘટના સામે આવી છે, જેમાં બાળકીઓના શેખ નિકાહ કરી દેવામાં આવે છે. બહારથી આવતા શેખ બાળકીઓ સાથે નિકાહ કરી તેમને પીંખે છે અને થોડા દિવસો બાદ તેમને છોડીને જતા રહે છે. બાળકીઓના અમ્મી-અબ્બા પણ પૈસાની લાલચમાં તેમની બાળકીઓ સાથે આવા જઘન્ય કૃત્ય થવા દેય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં