Wednesday, September 11, 2024
More
    હોમપેજરાજકારણઅફવાઓ અને જૂઠ ફેલાવવા માટે કુખ્યાત કોંગ્રેસ નેતા હિતેન્દ્ર પીઠડીયાની ધરપકડ: ફેક...

    અફવાઓ અને જૂઠ ફેલાવવા માટે કુખ્યાત કોંગ્રેસ નેતા હિતેન્દ્ર પીઠડીયાની ધરપકડ: ફેક અશ્લીલ ફોટા સાથે રામ મંદિરના પૂજારીનું નામ જોડીને કર્યા હતા વાઇરલ

    આ પહેલીવાર નથી કે કોંગ્રેસ નેતા હિતેન્દ્ર પીઠડીયાએ આવી કોઇ અફવા ફેલાવી હોય. પોતાની પ્રોફાઇલમાં પોતાને આંબેડકરવાદી અને નહેરુવિયન તરીકે ઓળખાવતા પીઠડીયા હંમેશાથી પોતાના હિંદુદ્વેષને લઈને કુખ્યાત રહ્યા છે. તેઓએ આ પહેલા પણ અનેક ખોટા સમાચારો ફેલાવ્યા છે.

    - Advertisement -

    હંમેશા જૂઠ બોલવા-લખવા માટે પંકાયેલા અને અનેકવાર અફવાઓ ફેલાવતા રંગે હાથે પકડાયેલા કોંગ્રેસ નેતા અને SC સેલના પ્રદેશ ચેરમેન હિતેન્દ્ર પીઠડીયાની વધુ એક જૂઠ ફેલાવવાના આરોપમાં આખરે ગુજરાત પોલીસે ધરપકડ કરી છે. આ વખતે તેમણે એક ખોટા અશ્લીલ ફોટા સાથે રામ મંદિરના પૂજારીનું નામ જોડીને તેને વાઇરલ કરીને હિંદુ ધર્મને બદનામ કરવાનો તુચ્છ પ્રયાસ કર્યો હતો.

    અહેવાલો અનુસાર કોંગ્રેસ નેતા હિતેન્દ્ર પીઠડીયાએ પોતાના X એકાઉન્ટ પરથી સોમવારે રાત્રે ખોટા અશ્લીલ ફોટા શેર કર્યા હતા અને તેને રામ મંદિરના મુખ્ય પૂજારી મોહિત પાંડેય સાથે જોડીને લખ્યું હતું કે, “શું આને અયોધ્યા રામ મંદિરના પૂજારી બનાવાઇ રહ્યો છે?”

    કોંગ્રેસ નેતાએ કરેલી વિવાદિત પોસ્ટ (ફોટો: X)

    જે બાદ અમદાવાદ સાઇબર ક્રાઇમે કોંગ્રેસ નેતા વિરુદ્ધ કાર્યવાહી આદરી હતી. પહેલા વાઇરલ થઈ રહેલી X પોસ્ટના આધારે પોલીસે તેમની અટકાયત કરી હતી. બાદમાં મહિલાને બદનામ કરવા, રામ મંદિરના પૂજારીને બદનામ કરવા, હિંદુઓની ધાર્મિક લાગણી દુભાવવા સહિતના ગુનાઓમાં IPCની કલમ 469, 509, 295 A અને IT એક્ટ મુજબ ગુનો નોંધીને સાઇબર સેલે કોંગ્રેસ નેતા હિતેન્દ્ર પીઠડીયાની ધરપકડ કરી હતી.

    - Advertisement -

    UP પોલીસે પણ ગુનો નોંધીને શરૂ કરી કાર્યવાહી

    ઉલ્લેખનીય છે કે રામ મંદિરના પૂજારી મોહિત પાંડેયનો અસલ ફોટો અને આ ફેક ફોટો એકસાથે જોતા તરત જ નજરે પડે છે કે અશ્લિલ ફોટાઓમાં દેખાઇ રહેલ વ્યક્તિ અન્ય કોઇ છે. સ્પષ્ટ તફાવત હોવા છતાં, હિતેન્દ્રએ જાણીજોઈને શ્રી રામમંદિર અને નવા નિમાયેલા પૂજારી મોહિત પાંડેય વિરૂદ્ધ ખોટા ફોટા શેર કર્યા હતા. આવા ફોટાની વાસ્તવિકતા તપાસવા માટે, કોઇ પણ વ્યક્તિ પાસે કાર્યરત આંખો અને પ્રોપગેન્ડા-મુક્ત મન હોવું જોઈએ. તેને ના નાસા-પ્રકારની ટેક્નોલોજીની જરૂર છે કે ન તો ગૂગલની રિવર્સ-ઇમેજિંગની.

    આ ફેક ફોટોના જોરદાર વિરોધ બાદ કોંગ્રેસ નેતા હિતેન્દ્ર પીઠડીયાએ પોતાનું ટ્વિટ ડિલીટ કરી દીધું છે. પરંતુ જે કામ કરવાનું હતું તે થઈ ગયું – રામ મંદિર વિશે અફવાઓ ફેલાઈ, તેના મુખ્ય પૂજારીને હિંદુદ્વેષના કારણે નિશાન બનાવવામાં આવ્યા. હવે અયોધ્યા પોલીસે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. અયોધ્યા પોલીસે ટ્વિટર પર માહિતી આપી છે કે તેમનું સાયબર વિભાગ આ મામલે તપાસ અને જરૂરી કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે.

    આ પહેલા પણ કોંગ્રેસ નેતા ફેલાવી ચૂક્યા છે અનેક અફવા

    આ પહેલીવાર નથી કે કોંગ્રેસ નેતા હિતેન્દ્ર પીઠડીયાએ આવી કોઇ અફવા ફેલાવી હોય. પોતાની પ્રોફાઇલમાં પોતાને આંબેડકરવાદી અને નહેરુવિયન તરીકે ઓળખાવતા પીઠડીયા હંમેશાથી પોતાના હિંદુદ્વેષને લઈને કુખ્યાત રહ્યા છે. તેઓએ આ પહેલા પણ અનેક ખોટા સમાચારો ફેલાવ્યા છે.

    આ પહેલા જ્યારે બિહારમાં સુલતાનગંજ અને આગવાનીને જોડતો પુલ ગંગા નદીમાં ડૂબી ગયો, જેનો શિલાન્યાસ નીતીશ કુમારે કર્યો હતો, તેને સીધે સીધો PM મોદી સાથે જોડીને ફેક ન્યૂઝ ફેલાવ્યા હતા.

    થોડા સમય પહેલા જ પાટણમાં એક ગામમાં એક દલિત અનાજના દુકાનદાર સાથે જાતિગત ભેદભાવ કરવામાં આવી રહ્યો છે તેવા ફેક ન્યૂઝ પણ તેઓએ ફેલાવ્યા હતા. સાચા સમાચાર એ હતા કે તે દુકાનદાર ગ્રામજનોને પુરતું અનાજ નહોતો આપતો હતો અને ગેરરીતિ કરતો હતો. માટે ગ્રામજનોએ બાજુના ગામમાં પોતાના રેશનકાર્ડ ટ્રાન્સફર કરવી લીધા હતા.

    આ સિવાય પણ તેમણે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું મૃત્યુ થયું ત્યારે પણ તેમના પર અપમાનજનક ટિપ્પણી કરી હતી. તે વખતે પણ નેટિઝન્સે તેમને આડે હાથે લીધા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં