Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમીડિયાને ટાર્ગેટ કરવામાં ભાન ભૂલ્યા ગુજરાતના કોંગ્રેસી નેતા, હીરાબા વિશે અપમાનજનક ટિપ્પણી:...

    મીડિયાને ટાર્ગેટ કરવામાં ભાન ભૂલ્યા ગુજરાતના કોંગ્રેસી નેતા, હીરાબા વિશે અપમાનજનક ટિપ્પણી: લોકોએ અપાવી રાહુલ ગાંધીના ‘નફરતના બજાર’વાળા ડાયલોગની યાદ

    ગુજરાત કોંગ્રેસના SC વિભાગના પ્રમુખ હિતેન્દ્ર પીઠડીયાએ 30 ડિસેમ્બરે રાત્રે એક ટ્વિટ કર્યું હતું અને જેમાં કોંગ્રેસી નેતાએ તથાકથિત ‘ગોદી મીડિયા’ પર કટાક્ષ કરવામાં દિવગંત હીરાબા વિશે અપમાનજનક ટિપ્પણી કરી દીધી હતી. 

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબા મોદીનું શુક્રવારે (30 ડિસેમ્બર, 2022) અવસાન થયા બાદ દેશભરમાંથી તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી તો બીજી તરફ અમુક કોંગ્રેસીઓ, ઇસ્લામીઓ અને ડાબેરીઓએ મૃત્યુનો મલાજો ન જાળવ્યો અને અશોભનીય ટિપ્પણીઓ કરી હતી. આવું જ એક ટ્વિટ વાયરલ થઇ રહ્યું છે. જે ગુજરાતના એક કોંગ્રેસી નેતાએ કર્યું હતું. 

    ગુજરાત કોંગ્રેસના SC વિભાગના પ્રમુખ હિતેન્દ્ર પીઠડીયાએ 30 ડિસેમ્બરે રાત્રે એક ટ્વિટ કર્યું હતું અને જેમાં કોંગ્રેસી નેતાએ તથાકથિત ‘ગોદી મીડિયા’ પર કટાક્ષ કરવામાં દિવગંત હીરાબા વિશે અપમાનજનક ટિપ્પણી કરી દીધી હતી. 

    ભારત જોડવાની વાત કરીને યાત્રા લઈને નીકળેલા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી એક તરફ ‘નફરતના બજારમાં પ્રેમ’ વહેંચવાની વાતો કરી રહ્યા છે ત્યારે બીજી તરફ તેમના જ નેતાની આવી કરતૂત લોકોને પસંદ આવી ન હતી અને સોશિયલ મીડિયા ઉપર લોકોએ બરાબરની ઝાટકણી કાઢી હતી. 

    - Advertisement -

    એ પણ નોંધનીય છે કે આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં કોંગ્રેસ નેતાએ ટ્વિટ ડિલીટ કર્યું નથી કે માફી પણ માંગી નથી. 

    એક યુઝરે રાહુલ ગાંધીના ‘નફરતના બજાર’વાળા ડાયલોગને ટાંકીને લખ્યું કે, તેમના જ સમર્થકો તેમનું નથી માની રહ્યા. તેમણે રાહુલ ગાંધીને ટેગ કરીને એમ પણ લખ્યું કે, આવા કોંગ્રેસી કાર્યકર્તાઓ બદલ તેમનો આભાર અને તેઓ 2027માં પાર્ટી એક આંકડામાં સમેટાઈ જાય તેવું કામ કરી રહ્યા છે.

    અન્ય એક યુઝરે લખ્યું કે, નફરતના બજારમાં પ્રેમની દુકાનની જે વાત કરવામાં આવી હતી એ દુકાન આ કોંગ્રેસીઓ જ ચલાવી રહ્યા છે. 

    સાક્ષી સિંહ લખે છે કે, કોંગ્રેસ સમર્થકો અને નેતાઓ હીરાબાના અવસાન પર કટાક્ષ કરી રહ્યા છે પણ રાહુલ ગાંધી રેલીઓમાં ‘નફરતના બજારમાં પ્રેમ વહેંચવાની’ વાત કરે છે. 

    ‘સુરતીલાલા’ હેન્ડલ ધરાવતા યુઝરે લખ્યું કે, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આ જ ફેર છે અને તેથી જ તેઓ હંમેશા સત્તાથી બહાર રહેશે. 

    કોંગ્રેસ પર પ્રહાર કરતાં નરેશ કુમાર વર્મા લખે છે કે, આ પ્રકારનાં નિવેદનોથી પાર્ટીમાં પ્રમોશન મળવાની સંભાવના વધી જાય છે. 

    એક યુઝરે જયરામ રમેશ, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને ટેગ કરીને લખ્યું કે, આવા લોકો તેમની પાર્ટીને સ્મશાન ઘાટ પહોંચાડી દેશે. તેમણે એમ પણ લખ્યું કે, તેમના સમર્થકો કેટલા બીમાર છે તે પણ સામે આવી રહ્યું છે અને તેમની માનસિકતા પણ છતી થઇ રહી છે. 

    કૌશિક શાહે કોંગ્રેસ નેતાને પૂછ્યું કે શું તેઓ તેમના પરિવારના સભ્યો માટે પણ આવા જ વિચારો ધરાવે છે? 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં