Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહીરાબા: સંઘર્ષનું બીજું નામ; સંતાનોના ઉછેર માટે વાસણો માંજ્યા અને ચરખો ચલાવ્યો...

    હીરાબા: સંઘર્ષનું બીજું નામ; સંતાનોના ઉછેર માટે વાસણો માંજ્યા અને ચરખો ચલાવ્યો – મોદીએ વાગોળ્યાં હતાં સંસ્મરણો

    આજે સદગતી પામેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાના સંઘર્ષમય જીવન પર એક વિશેષ રજૂઆત.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા મોદીનું આજે (30 ડિસેમ્બર) સવારે નિધન થયું છે. ખુદ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

    તેમના માતા હીરાબા મોદીનું આજે સવારે નિધન થયું છે. હીરાબેને 100 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. પીએમ મોદીએ પોતે ટ્વિટર પર ખૂબ જ ભાવુક સંદેશ લખીને માતાના નિધનની જાણકારી આપી હતી.

    પીએમ મોદીએ કહ્યું કે, ” શાનદાર શતાબ્દીનું ઈશ્વર ચરણોમાં વિરામ… માતામાં મેં હંમેશા તે ત્રીમૂર્તિ અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવન નો સમાવેશ થાય છે”.

    - Advertisement -

    પીએમ મોદીએ અન્ય એક ટ્વિટમાં લખ્યું, “જ્યારે હું તેમને તેમના 100મા જન્મદિવસ પર મળ્યો, ત્યારે તેમણે એક વાત કહી, જે હંમેશા યાદ રાખીશ કે “કામ કરો બુદ્ધિથી, જીવન જીવો શુદ્ધિથી”

    માતા હીરાબેન મોદી (હીરાબેન)ની તબિયત બગડતાં તેમને મંગળવારે રાત્રે (27 ડિસેમ્બર) અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હીરાબેન આ વર્ષે 18 જૂન 2022ના રોજ 100 વર્ષના થયા હતા. મંગળવારે રાત્રે (27 ડિસેમ્બર) તેમની તબિયત બગડી હતી, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

    આ લખાઈ રહ્યું છે ત્યારે સ્વ. હીરાબાના અંતિમ સંસ્કારની વિધિ શરુ થઇ ચુકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળની મુલાકાતે જવાનાં હતાં અને અહીં લોકાર્પણના અનેક કામો કરવાનાં હતાં, પરંતુ તાજી માહિતી અનુસાર હવે તેઓ આ કાર્ય વિડીયો કોલિંગ દ્વારા કરશે.

    PM મોદીએ ગત 18 જૂનના રોજ માતા હીરાબાએ 100મા વર્ષમાં પ્રવેશ કર્યો ત્યારે ખાસ બ્લોગ લખ્યો હતો. આ બ્લોગમાં તેમણે તેમની માતા અને પિતાએ કરેલા સંઘર્ષની કહાની રજૂ કરી હતી. તેમણે માતા માટે લખેલો બ્લોગ અહીં શબ્દશ: પ્રસ્તુત કરી રહ્યા છીએ.

    મા કે માતા –શબ્દકોશમાં ફક્ત એક શબ્દ નથી. આ શબ્દમાં તમામ પ્રકારની લાગણીઓ સમાઈ જાય છે – પ્રેમ, ધૈર્ય, વિશ્વાસ વગેરે. દુનિયાભરમાં કોઈપણ દેશ કે વિસ્તારમાં બાળકો તેમની માતા પ્રત્યે વિશેષ લાગણી ધરાવે છે. માતા તેના બાળકને જન્મ આપવાની સાથે તેમની પ્રથમ ગુરુ પણ છે. માતા બાળકના માનસનું, તેના વ્યક્તિત્વનું ઘડતર કરે છે અને તેને આત્મવિશ્વાસ આપે છે. આ પ્રક્રિયામાં માતા પોતાની અંગત જરૂરિયાતો અને આકાંક્ષાઓનો નિઃસ્વાર્થપણે ત્યાગ કરે છે.

    વર્ષ 2022 એક વિશેષ વર્ષ છે, કારણ કે મારી માતાના જીવનનું 100મું વર્ષ શરૂ થઈ રહ્યું છે અને મારા પિતાએ 100મું વર્ષ પૂર્ણ કર્યું હોત. હજુ ગયા અઠવાડિયે(જૂન, 2022) મારા ભત્રીજાએ ગાંધીનગરથી માતાના થોડા વીડિયો શેર કર્યા હતા. સમાજમાંથી થોડા યુવાનો ઘરે આવ્યા હતા, મારા પિતાનો ફોટોગ્રાફ ખુરશીમાં મૂક્યો હતો અને કીર્તન કર્યું હતું. આ સમયે મારી માતા મંજીરા વગાડતાં ભજનો ગાવામાં એકાકાર થઈ ગયાં હતાં. તેમની ઊર્જા અને ભક્તિભાવ હજુ અગાઉ જેવો જ છે – ઉંમરને લીધે શરીરને અસર થઈ છે, પણ તેઓ મનથી હજુ પણ સાબૂત છે, તેમનું મનોબળ હજુ પણ મક્કમ અને મજબૂત છે.

    અગાઉ અમારા પરિવારમાં જન્મદિવસોની ઉજવણી કરવાની કોઈ પરંપરા નહોતી. જોકે યુવા પેઢીનાં બાળકોએ મારા પિતાના જન્મદિવસે તેમની યાદગીરીમાં 100 વૃક્ષનું વાવેતર કર્યું હતું. મને કોઈ શંકા નથી કે મારા જીવનમાં જે કંઈપણ સારું થયું છે, મારો જે વિકાસ થયો છે અને મારા ચરિત્રનું ઘડતર થયું છે એ મારાં માતા-પિતાને આભારી છે. અત્યારે જ્યારે હું દિલ્હીમાં છું ત્યારે મારા મનમાં ભૂતકાળની યાદો તાજી થઈ રહી છે. મારી માતા અસાધારણ હોવાની સાથે સરળ છે. અન્ય તમામ માતાઓ જેવી! જ્યારે હું મારી માતા વિશે લખી રહ્યો છું ત્યારે મને ખાતરી છે કે મારી માતા સાથે જોડાયેલી વાતો સાથે તમારામાંથી ઘણાને તેમની માતા સાથે જોડાયેલી લાગશે. આ લેખની સાથે તમને કદાચ તમારી માતાની છબિ પણ દેખાય એવું બની શકે.

    છ સંતાનોનું પાલન પોષણ કરવાની જવાબદારી હીરાબાએ બહુ વહેલી ઉપાડી લીધી હતી. આ માટે તેમણે ઘેરઘેર વાસણો પણ માંજ્યા હતાં અને બે છેડા ભેગા કરવા માટે તેમણે ચરખો પણ ચલાવ્યો હતો. નરેન્દ્ર મોદીએ આ વાત તેમની અમેરિકા યાત્રા દરમ્યાન ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગ સાથેની ચર્ચમાં પણ કરી હતી. ગરીબી હોવા છતાં હીરાબા પોતાના ઘરે આવેલી ગૌમાતાને ક્યારેય ભૂખી જવા દેતાં ન હતાં. નરેન્દ્ર મોદી યાદ કરતાં લખે છે કે તેઓ ગાયને ઘીમાં ઝબોળીને રોટલી અચૂક આપતાં.

    પોતાના બાળકોને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે હીરાબા ચોમાસામાં માટીના ઘરને પણ સાચવતાં અને જુન મહિનાની ગરમીમાં ઉપર ચડીને નળિયા પણ સરખાં કરતાં. ગુજરાન ચલાવવા રૂના કાલામાંથી રૂ કાઢતી વખતે તેનાં કાંટા સંતાનોને ન વાગે તેનું ખાસ ધ્યાન રાખતાં.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં