Friday, April 26, 2024
More
    હોમપેજફેક્ટ-ચેકPM મોદીને ગણાવ્યા 'પનોતી, મનહૂસ, મોતના સોદાગર': ગુજરાત કોંગ્રેસના નેતાએ બિહારમાં બ્રિજ...

    PM મોદીને ગણાવ્યા ‘પનોતી, મનહૂસ, મોતના સોદાગર’: ગુજરાત કોંગ્રેસના નેતાએ બિહારમાં બ્રિજ તૂટી પડવા બાબતે ફેલાવ્યા ફેક ન્યુઝ, પછી ટ્વિટ કરી ડીલીટ – અહીં જાણો સત્ય

    ગુજરાતના કોંગ્રેસ SC સેલના ચેરમેન હિતેન્દ્ર પીઠડિયાએ નીતિશ કુમારના 'ડ્રીમ પ્રોજેક્ટ' આગવાની-સુલતાનગંજ બ્રિજને એક અલગ પુલ સાથે જોડીને તૂટી પડવા બદલ પીએમ મોદીને અપશબ્દો બોલ્યા હતા.

    - Advertisement -

    પવનના કારણે બિહારમાં એક મોટો પુલ ધરાશાયી થયા બાદ હવે કોંગ્રેસ પાર્ટીએ ફરી એકવાર જુઠ્ઠાણું ફેલાવવાનું શરૂ કર્યું છે. નોંધનીય છે કે બિહારના સુલતાનગંજ અને આગવાનીને જોડતો પુલ ગંગા નદીમાં ડૂબી ગયો હતો. આ પુલ બીજી વખત ધરાશાયી થયો છે. તેનો શિલાન્યાસ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે 2014માં કર્યો હતો. ખગરિયાના પરવટ્ટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી બિહારમાં બ્રિજ તૂટી પડવાની આ ઘટના બાદ બિહારની JDU-RJD-કોંગ્રેસ સરકાર પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

    બીજી તરફ ગુજરાત કોંગ્રેસના SC સેલના (અનુસૂચિત જાતિ સેલ) પ્રમુખ હિતેન્દ્ર પીઠડિયાએ આ માટે વડાપ્રધાન નરેન્દ્રને દોષી ઠેરવવામાં સહેજ પણ વાર ન કરી. તેમણે પુલ તૂટી પડવાનો વીડિયો શેર કર્યો, આ સાથે તેમણે એક જૂના સમાચારનો સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો, જેમાં લખ્યું છે કે ‘પીએમ મોદીએ ભાગલપુરમાં વિક્રમશિલા સેતુ અને ફૂલૌત બ્રિજના 4 લેન સમાંતર પુલનો શિલાન્યાસ કર્યો.’ સાથે જ તેમણે પોતાની ટ્વીટમાં લખ્યું કે, ‘બિહારમાં નિર્માણાધીન એક પુલ તૂટી પડ્યો. પનોતી, મનહૂસ, મોતના સોદાગર.’

    કોંગ્રેસ નેતાની ડીલીટ કરાયેલ ટ્વીટનો સ્ક્રીનશોટ

    ટ્વીટ કાર્યના થોડા જ સમયમાં નેટિઝન્સે તેમને તેમની મુર્ખામી માટે બોલવાનું શરૂ કરી દીધું હતું. જે બાદ તેમણે ચોરીછૂપેથી પોતાની આ ટ્વીટ ડીલીટ કરી દીધી હતી. પરંતુ હજુ સુધી જુઠા સમાચાર ફેલાવવા બાબતે તેમના તરફથી કોઈ ચોખવટ નથી કરવામાં આવી કે નથી માફી માંગવામાં આવી.

    - Advertisement -

    તૂટ્યો અન્ય બ્રિજ, કોંગ્રેસ નેતાએ ટાંક્યો અન્ય બ્રિજ

    પીઠડિયાએ જે ન્યૂઝ સ્ક્રીનશોટ શેર કર્યા હતા તે પીએમ મોદીએ બિહારના ભાગલપુર પાસે બે બ્રિજ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યાના સમાચાર હતા. નોંધનીય છે કે તેમાંથી એક પણ પુલ ધરાશાયી થયો નથી. સમાચારમાં ટાંકવામાં આવેલ પુલ છે – ગંગા નદી પરના વિક્રમશિલા પુલને સમાંતર પુલ અને વીરપુર અને બિહપુર વચ્ચે ફુલૌત નજીક કોસી નદી પરનો પુલ. નરેન્દ્ર મોદીએ 21મી સપ્ટેમ્બર 2020ના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ બે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.

    અગુવાની-સુલતાનગંજ બ્રિજ અને વિક્રમશિલા બ્રિજનું સ્થાન દર્શાવતી Google Earth ઇમેજ

    હાલના વિક્રમશિલા પુલની સમાંતર નવો 4 લેન બ્રિજ 1110 કરોડ રૂપિયાના બજેટ સાથે બનાવવામાં આવી રહ્યો છે. તે 4.455 કિમી લાંબો છે. કોંગ્રેસના નેતાએ પોતાના ટ્વીટમાં આ પુલને ટાંકીને કહ્યું હતું કે આ પુલ બાંધકામ દરમિયાન તૂટી પડ્યો હતો.

    પરંતુ હકીકત એ છે કે, હાલમાં તૂટી પડેલા પુલનું બાંધકામ 2015માં જ શરૂ થઈ ગયું હતું, જ્યારે નવા વિક્રમશીલા પુલનું નિર્માણ કાર્ય હજુ શરૂ થયું નથી. તેમ છતાં હિતેન્દ્ર પીઠડિયાએ તે ભાંગી પડ્યો હોવાનું જુઠ ફેલાવ્યું હતું. કોસી નદી પરનો બીજો પુલ એપ્રોચ રોડ સહિત લગભગ 28.94 કિમીમાં ફેલાયેલો છે. તેનું બજેટ 1478.40 કરોડ રૂપિયા છે.

    ચાર લેન-નિર્માણ હેઠળનો પુલ જે રવિવારે તૂટી પડ્યો છે તે ભાગલપુરથી લગભગ 35 કિમી પશ્ચિમમાં આવેલ છે, જે નવા વિક્રમશિલા બ્રિજનું સ્થાન છે. તે ગંગા નદી પાર અગુવાની અને સુલતાનગંજને જોડે છે. SP સિંગલા કન્સ્ટ્રક્શન્સ લિમિટેડ હાલમાં બિહાર પુલ નિર્માણ નિગમ લિમિટેડ (BRPNNL) માટે કુલ ₹1710.77 કરોડના ખર્ચે આ ફોર-લેન બ્રિજનું નિર્માણ કરી રહી છે.

    2022માં પણ આ જ પુલનો એક ભાગ થયો હતો ધરાશાયી

    એપ્રિલ 2022 માં, આ બ્રિજનો એક ભાગ આ વિસ્તારમાં પડેલા તોફાન અને વરસાદની અસરને કારણે તૂટી પડ્યો હતો ત્યારે આ કંપની દ્વારા બાંધકામની ગુણવત્તા પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. આ પુલનો એક ભાગ 30મી એપ્રિલ 2022ના રોજ સુલતાનગંજ પાસે પણ પડ્યો હતો.

    કોંગ્રેસ નેતાએ ચલાવ્યું જુઠ્ઠાણું

    ગુજરાતના કૉંગ્રેસના નેતાએ સ્પષ્ટપણે જૂઠાણું ચલાવ્યું કે તૂટી પડેલો બ્રિજ તે વડા પ્રધાન દ્વારા શિલાન્યાસ કરાયેલા પુલમાંનો એક છે. પરંતુ સત્ય એ છે કે આ 3160-મીટર લાંબા પુલનો શિલાન્યાસ મુખ્ય પ્રધાન નીતિશ કુમાર દ્વારા 23 ફેબ્રુઆરી 2014 ના રોજ ખગરિયા જિલ્લાના પરબટ્ટા ખાતે કરવામાં આવ્યો હતો. ત્યારપછી તેમણે 9મી માર્ચ 2015ના રોજ આ પુલના વાસ્તવિક નિર્માણ કાર્યનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. ખાગરિયાથી આ પુલ સુધીનો એપ્રોચ રોડ 16 કિમી સુધી ફેલાયેલો છે જ્યારે તે સુલતાનગંજથી 4 કિમી લાંબો છે.

    આ રીતે, કોંગ્રેસના નેતાએ પીએમ મોદીને નિશાન બનાવવા માટે બિહારમાં બ્રિજ તૂટી પડવાની ઘટના વિશે જુઠ્ઠાણું ચલાવ્યું હતું. જ્યારે કે આ પુલ, હકીકતમાં, સીએમ નીતિશ કુમારનો ડ્રીમ પ્રોજેક્ટ છે અને તે આ પહેલા પણ એપ્રિલ 2022માં એક વખત તૂટી પડ્યો હતો. છેલ્લા 13 મહિનામાં આ બ્રિજ બીજી વખત તૂટી પડ્યો છે. કોંગ્રેસના નેતાએ પુલ તૂટી પડવા અંગેના તેમના રાજકારણ પ્રેરિત જૂઠાણાને આગળ વધારવા માટે આ હકીકતને આરામથી અવગણી હતી.

    આ પહેલા પ્રધાનમંત્રીના માતા અંગે અયોગ્ય ટિપ્પણી કરી ચુક્યા છે આ નેતા

    નોંધનીય છે કે આ પહેલીવાર નથી કે જયારે આ કોંગ્રેસ નેતા, હિતેન્દ્ર પીઠડીયા, આવા કોઈ વિવાદમાં ફસાયા હોય. આ પહેલા જયારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબા દેવલોક પામ્યા હતા ત્યારે પણ તેઓ પોતાની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને વિવાદમાં આવ્યા હતા.

    નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબા મોદીનું 30 ડિસેમ્બર, 2022ના દિવસે અવસાન થયા બાદ દેશભરમાંથી તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી હતી તો બીજી તરફ અમુક કોંગ્રેસીઓ, ઇસ્લામીઓ અને ડાબેરીઓએ મૃત્યુનો મલાજો ન જાળવ્યો અને અશોભનીય ટિપ્પણીઓ કરી હતી. આવું જ એક ટ્વિટ વાયરલ થઇ રહ્યું છે. જે ગુજરાતના એક કોંગ્રેસી નેતાએ કર્યું હતું. 

    ગુજરાત કોંગ્રેસના SC વિભાગના પ્રમુખ હિતેન્દ્ર પીઠડીયાએ 30 ડિસેમ્બર 2022 રાત્રે એક ટ્વિટ કર્યું હતું અને જેમાં કોંગ્રેસી નેતાએ તથાકથિત ‘ગોદી મીડિયા’ પર કટાક્ષ કરવામાં દિવગંત હીરાબા વિશે અપમાનજનક ટિપ્પણી કરી દીધી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં