Thursday, March 28, 2024
More
    હોમપેજક્રાઈમલાઈટો બંધ કરી મુસ્લિમ મેડિકલ સેન્ટરથી મંદિર પર ફેંકાયા પેટ્રોલ બૉમ્બ: વડોદરાના...

    લાઈટો બંધ કરી મુસ્લિમ મેડિકલ સેન્ટરથી મંદિર પર ફેંકાયા પેટ્રોલ બૉમ્બ: વડોદરાના પાણીગેટમાં દિવાળીની મધરાતે કટ્ટરવાદીઓએ પૂર્વઆયોજિત રીતે પથ્થરમારો અને આગચંપી કરી

    દિવાળી પર ફટાકડા ફોડવાને લઈને વડોદરામાં ફાટી નીકળેલા તોફાનોની તપાસ કરતી ગુજરાત પોલીસે જણાવ્યું હતું કે "સ્ટ્રીટલાઈટ બંધ કરી દેવામાં આવી હતી અને પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા, જે દર્શાવે છે કે રમખાણો પૂર્વ આયોજિત હતા."

    - Advertisement -

    વર્ષના સૌથી મોટા તહેવાર દિવાળીની મધરાતે જ વડોદરાના પાણીગેટ નામના સંવેદનશીલ વિસ્તાર પાસે અસામાજિક તત્વોએ તહેવારના રંગમાં ભંગ પાડ્યો હતો. દિવાળીની રાતે જયારે અમુક લોકો ફટાકડાઓ ફોડીને પોતાનો તહેવાર ઉજવી રહ્યા હતા ત્યારે કટ્ટરવાદી મુસ્લિમોએ પૂર્વ આયોજિત કાવતરા મુજબ સ્ટ્રીટ લાઈટ બંધ કરીને તેમના પર પેટ્રોલ બૉમ્બ ફેંકવા સાથે પથ્થરમારો કર્યો હતો. જે બાદ ત્યાં ધમાલ જેવી સ્થિતિ ઉભી થઇ હતી. પોલીસે ઝડપથી સ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો.

    પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના પાણીગેટ વિસ્તારના હરણખાના રોડ પર દિવાળી રાતે તોફાનો થયા હતા. કેટલાક તોફાની તત્વો દ્વારા શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો હતો. નજીવા વિવાદમાં બે જૂથો સામસામે આવી ગયા હતા, અને જોતજોતામાં સ્થિતિ વણસી હતી. જેના બાદ બંને જૂથો વચ્ચે ગરમાવો વધતા પથ્થરમારો કરાયો હતો. તેના બાદ મામલો વધુ બગડતા આગચંપી પણ થઇ હતી.

    ઓચિંતી ધમાલ નહિ પૂર્વ-આયોજિત કાવતરું

    આ વિષયમાં જયારે OpIndia એ સ્થાનિકો સાથે વાત કરી તો જાણવા મળ્યું કે દિવાળીના આગળ દિવસે એટલે કે કાળીચૌદસની રાતે આ વિસ્તારમાં જયારે હિન્દૂ યુવાનો ડીજે સાથે પોતાના તહેવારની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે મુસ્લિમોનું એક ટોળું આવ્યું અને તેમની સાથે લાદીને તેમને ડીજે બંધ કરીને ત્યાંથી ચાલ્યા જવા કહ્યું હતું. જે બાદ બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી થઇ હતી.

    - Advertisement -

    OpIndia સાથેની વિશેષ વાતચીતમાં VHPના વડોદરા જિલ્લા મંત્રી વિષ્ણુભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે, “આગલી રાતે થયેલ બોલાચાલીનો બદલો લેવા માટે મુસ્લિમ પક્ષે પૂર્વઆયોજિત રીતે જયારે દિવાળીની રાતે હિંદુઓ ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે એક સાથે સ્ટ્રીટલાઈટ બંધ કરી દીધી અને પથ્થરો તથા પેટ્રોલબોમ્બથી હુમલો શરૂ કર્યો હતો.”

    તેમણે આગળ જણાવ્યું કે, “એકસાથે એક જ વિસ્તારમાં આટલી સ્ટ્રીટ લાઈટ ઉડી જવી, એ જ સમયે હુમલો શરૂ થવો અને પેટ્રોલબોમ્બ અને પથ્થરો તૈયાર હોવા એ કોઈ સંજોગ ના હોઈ શકે.”

    પોલીસને પણ ધમાલ પૂર્વ-આયોજિત હોવાની શંકા, 19ની અટકાયત

    જોકે, આ અંગેની જાણ થતા ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. જેમા હમણાં સુધી પોલીસ દ્વારા 19 વ્યક્તિઓની અટકાયત પણ કરવામાં આવી છે. એસીપીના કાફલા પર પણ તોફાનીઓએ પેટ્રોલ બોમ ફેંકાયો હતો.

    દિવાળી પર ફટાકડા ફોડવાને લઈને વડોદરામાં ફાટી નીકળેલા તોફાનોની તપાસ કરતી ગુજરાત પોલીસે જણાવ્યું હતું કે “સ્ટ્રીટલાઈટ બંધ કરી દેવામાં આવી હતી અને પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા, જે દર્શાવે છે કે રમખાણો પૂર્વ આયોજિત હતા.”

    હાલ આ મામલાની તપાસ હાથ ધરાઈ છે. પેટ્રેલ બોમ્બ કોણે બનાવ્યા અને ક્યાંથી આવ્યા તે અંગે લોકોના ઘરની તપાસ પણ થઇ રહી છે.

    વડોદરા પોલીસે જણાવ્યું હતું, “હાલમાં સ્થિતિ કાબુમાં છે. પથ્થરમારો શા કારણે થયો છે એ અંગે સીસીટીવી ફૂટેજ તપાસી રહ્યા છીએ. જે પ્રત્યક્ષદર્શી છે એની પાસેથી માહિતી લઈ રહ્યા છીએ.”

    પાણીગેટ હંમેશાથી રહ્યો છે કટ્ટરવાદીઓનો અડ્ડો

    વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આ પહેલીવાર નથી કે હિન્દૂઓના તહેવાર પર તોફાનીઓ દ્વારા આવો અટકચાળો કરાયો હોય. આ પહેલા પણ ગણપતિ ઉત્સવ વખતે વિસ્તારમાંથી નીકળેલી ભાગવાન શ્રીજીની સવારી પર પણ અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. જે બાદ જૂથ અથડામણ ફાટી નીકળી હતી.

    તે અગાઉ પતિબંધિત સંગઠન PFI સાથે સંબંધ હોવાના કરીને ATS દ્વારા આ જ વિસ્તારના ઘણી મસ્જિદો અને મદરેસાઓ પર સીલ મારી દેવામાં આવ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં