Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવડોદરાના પાણીગેટમાં શ્રીજી ગણપતિની શોભાયાત્રા પર પથ્થરમારો કરનાર 13ની ધરપકડ: ગણેશ ઉત્સવ...

    વડોદરાના પાણીગેટમાં શ્રીજી ગણપતિની શોભાયાત્રા પર પથ્થરમારો કરનાર 13ની ધરપકડ: ગણેશ ઉત્સવ પહેલા કોમી માહોલ ડહોળવાનો પ્રયાસ

    વડોદરાના આ વિસ્તારમાં પોલીસકર્મીઓની સંખ્યા વધારી દેવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. સીસીટીવીના આધારે પોલીસે તોફાની તત્વોને શોધવાની કવાયત હાથ ધરી હતી.

    - Advertisement -

    વડોદરાના પાણીગેટ વિસ્તારમાં સોમવારે (29 ઓગસ્ટ) મોદી રાતે નીકળી રહેલ શ્રીજી ગણપતિની શોભાયાત્રા પર મુસ્લિમ બહુલ વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવાની ઘટના સામે આવી હતી.

    આ અંગે મળતી માહિતી પ્રમાણે, વડોદરાના પાણીગેટ વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે પાણીગેટ ત્રણ રસ્તા ગણેશજીના આગમન સમયે જ પાણીગેટ દરવાજા પાસે પથ્થરમારો થયો હતો. અસામાજિક તત્વોએ શોભાયાત્રા ઉપરાંત હિન્દુઓના ધાર્મિક સ્થાન પાર પણ પથ્થરમારો કરીને તોડફોડ કરી હતી. સાથે જ કેટલીક દુકાનો અને લાગી ગલ્લાઓમાં પણ તોડફોડ કરાઈ હતી.

    હમણાં સુધી 13 તોફાનીઓની ધરપકડ

    આ બનાવની જાણ થતા જ ટોચના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી તુરંત આ મામલે સધન કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને લઇને પોલીસ તંત્ર પણ એલર્ટ થઇ ગયું હતું. આ ઘટનાની જાણ થતા જ પોલીસના કાફલાએ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલાને થાળે પાડવાનો પ્રયાસ કરાયો હતો.

    - Advertisement -

    ભારે તંગદિલી વચ્ચે પોલીસે સ્થિતિને કાબુમાં લીધી હતી. આ અથડામણના મુદ્દે અત્યાર સુધી 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં વધુ અસામાજીક તત્વોને પોલીસ દ્વારા શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે, આવતીકાલથી ગણેશોત્સવ શરૂ થઇ રહ્યો છે ત્યારે આવા બનાવોના કારણે હવે તંત્ર પણ એક્શનમાં સજ્જ થઇ ગયું છે.

    પોલીસે જણાવ્યું હતું કે વડોદરા સિટી પોલીસ સ્ટેશનમાં બે જૂથના લોકો વચ્ચે અથડામણ અને ગેરકાયદેસર રીતે એકઠા થવાના મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે બંને સમુદાયના લોકો પર રમખાણ, ગેરકાયદેસર રીતે એકઠા થવાનો આરોપ દાખલ કર્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે આઇપીસી કલમ 143 (ગેરકાયદેસર રીતે એકઠા થવું), 147 (રમખાણો), 336 (માનવ જીવન અથવા વ્યકતિગત સુરક્ષાને ખતરામાં મુકવી), 295 (પૂજા સ્થળને અપવિત્ર કરવું) સહિતની કલમો લગાવવામાં આવી છે.

    વડોદરાની શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરનારને છોડાશે નહીં: DCP ક્રાઇમ

    આ મામલે મોડી રાતે વડોદરાના DCP ક્રાઇમ યુવરાજસિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘આ સંબંધમાં બેની અટકાયત કરીને હાલમાં પૂછપરછ કરાઈ રહી છે. જે-તે વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે. કાંકરીચાળો કરનાર કોઇને બક્ષવામાં નહીં આવે.’ ઉલ્લેખનીય છે કે, વડોદરામાં તો અગાઉ પણ આ જ રીતે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયાની ઘટનાઓ સામે આવી ચૂકી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં