Wednesday, May 1, 2024
More
    Home Blog Page 4

    ‘રાજા-મહારાજાઓ પર ટિપ્પણી કરીને કોંગ્રેસે ખરા અર્થમાં માનસિકતા ઉજાગર કરી’: રાહુલ ગાંધીની ટિપ્પણી પર સીઆર પાટીલ, કહ્યું- જમીન હડપવાનું કામ તો વર્ષોથી કોંગ્રેસ કરતી આવી

    દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. બે તબક્કાનું મતદાન પણ પૂર્ણ થઈ ગયું છે. દરેક રાજકીય પક્ષના નેતાઓ પુરજોશમાં પ્રચારમાં લાગ્યા છે. તેવામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ચૂંટણી પ્રચારમાં જોતરાઈ ગયા છે. તે જ ક્રમમાં તેમણે સભાને સંબોધતા એક વિવાદિત નિવેદન આપી દીધું હતું. તેમણે રાજા-મહારાજાઓ પર ટિપ્પણી કરી હતી. જેને લઈને હવે તેઓ વિવાદમાં ઘેરાયા છે. જ્યારે હવે તેમના આ નિવેદન પર સીઆર પાટીલ પણ મેદાને આવ્યા છે. પાટીલે કહ્યું છે કે, રાજા-મહારાજાઓ પર ટિપ્પણી કરીને કોંગ્રેસે તેની ખરી માનસિકતા છતી કરી છે.

    રાજા-મહારાજાઓ પર રાહુલ ગાંધીએ ટિપ્પણી કર્યા બાદ હવે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે. પાટીલ મીડિયા સાથે વાત કરી રહ્યા હતા. તે દરમિયાન તેમણે કહ્યું કે, “રાહુલ ગાંધીનું નિવેદન બતાવે છે કે, કોંગ્રેસની મથરાવટી મેલી છે. રાજા-મહારાજાઓ પર આ પ્રકારની ટિપ્પણી કરીને કોંગ્રેસે ખરા અર્થમાં લોકોની સામે પોતાની માનસિકતા ઉજાગર કરી છે.” તેમણે વધુમાં કહ્યું કે, “રાજા-મહારાજાઓને પણ તેમના શાસનમાં જે અનુભવ થયા છે, તેનાથી તે લોકો કોંગ્રેસથી દૂર થયા છે.”

    તે સિવાય તેમણે કોંગ્રેસ પર પણ શાબ્દિક પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, “આ સિવાય પણ કોંગ્રેસના જે નિવેદનો હતાં કે, અમે એક-એક વ્યક્તિની સંપત્તિનો સરવે કરાવીશું, સરવેમાં જે સંપત્તિ મળશે તે પૈસા અમે લોકોમાં વહેંચી દઈશું. કોઈ વ્યક્તિ પોતે મહેનત કરે છે, બચત કરે છે અને એ બચત કોંગ્રેસ બિનધિકૃત લોકોને આપી દેવાની વાત કરે છે. મુસ્લિમો અને ઘૂસણખોરોને આપી દેવાની વાત કરે છે. એ સાંખી લેવામાં આવશે નહીં. રાજા-મહારાજાઓ માટે પણ રાહુલે કહ્યું છે કે, જમીન લઈ લીધી, તે કામ તો કોંગ્રેસ વર્ષોથી કરતી આવી છે.”

    શું હતું રાહુલ ગાંધીનું નિવેદન?

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે (26 એપ્રિલ, 2024) કર્ણાટકના બેલ્લારીમાં એક જાહેર સભાને સંબોધિત કરીને રાજા-મહારાજાઓ પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, “દેશની જનતાને બંધારણ અધિકાર આપે છે, અનામત આપે છે. બંધારણ પહેલાં આ દેશમાં ગરીબોના, પછાત વર્ગના, દલિતોના અને આદિવાસીઓના કોઇ અધિકાર ન હતા. રાજાઓ-મહારાજાઓનું રાજ હતું, જે તેઓ ઈચ્છતા હતા તે કરતા હતા. કોઈની જમીન જોઈતી હોય તો ઉઠાવીને લઇ જતા હતા.”

    આગળ તેમણે કહ્યું કે, “કોંગ્રેસ પાર્ટી અને અમારા કાર્યકર્તાઓએ દેશની જનતા સાથે મળીને આઝાદી પ્રાપ્ત કરી, લોકશાહી લાવ્યા અને બંધારણ દેશને અપાવ્યું….અને આ લોકો વિચારે છે કે બંધારણ હટાવી શકાય તેમ છે. હું દેશની ગરીબ જનતાને કહેવા માંગું છું, દલિતોને, આદિવાસીઓને, પછાત વર્ગને, લઘુમતીઓને….કે એવી કોઇ શક્તિ દુનિયામાં નથી, જે ભારતના બંધારણને નષ્ટ કરી શકે છે.”

    શું અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે નેતાઓ ED-CBIના ડરના કારણે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવે છે? BJP નેતાના નિવેદનનું અવળું અર્થઘટન કરવામાં આવ્યું- હકીકત જાણો

    ભાજપ નેતા અને પોરબંદર વિધાનસભા બેઠક પરથી પેટાચૂંટણીમાં ઉમેદવાર અર્જુન મોઢવાડિયાના એક નિવેદનને ટાંકીને મીડિયા ચેનલ ઝી 24 કલાકે દાવો કર્યો છે કે તેમણે ઘણા નેતાઓ ED, CBI અને ITથી ડરીને ભાજપમાં આવતા હોવાનું કહ્યું હતું. 

    ઝી 24 કલાકના X અકાઉન્ટ પરથી એક વિડીયો સાથે લખવામાં આવ્યું કે, ‘ઘણા નેતાઓ ED, CBI, ITથી ડરીને કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાય છે: અર્જુન મોઢવાડિયાનું નિવેદન બન્યું ચર્ચાનું કેન્દ્ર.’ વિડીયોમાં બુલેટિન દરમિયાન એન્કર કહે છે કે, મોઢવાડિયા ભાષણમાં એવું બોલી ગયા કે ED, CBI અને IT ટાર્ગેટ કરે છે એટલે કોંગ્રેસ છોડીને નેતાઓ ભાજપમાં આવે છે. 

    આ ટ્વિટના કારણે ઘણા યુઝરો ઊંધું સમજી બેઠા અને એવી ટિપ્પણીઓ પણ ચાલુ થઈ ગઈ કે ભાજપ નેતા સાચું બોલી ગયા અને જે વાત કોંગ્રેસના નેતાઓ કરતા તે હવે ભાજપ નેતાઓ કરી રહ્યા છે.

    પરંતુ વિડીયોમાં ચલાવવામાં આવેલી અર્જુન મોઢવાડિયાના ભાષણની ક્લિપ સાંભળવામાં આવે તો સ્થિતિ સ્પષ્ટ થઈ જાય છે. આ ક્લિપ જ એનો પુરાવો છે કે તેઓ કોંગ્રેસની શું માનસિકતા છે તે અંગે વાત કરી રહ્યા હતા અને જે રીતે દાવો કરવામાં આવે છે તે અર્થમાં તેમણે કહ્યું ન હતું. 

    વિડીયોમાં તેઓ કહે છે કે, “હું સ્ટેજ પર (બોલવા માટે) ઉભો થાઉં એટલે બધા તૈયાર હોય કે હું મોદી સાહેબની ટીકા કરીશ કે ભારતીય જનતા પાર્ટીની ટીકા કરીશ. પણ આજે જ્યારે દેશ બદલાઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષ બદલાવા તૈયાર નથી. તેમના નેતાઓ માત્ર ઉપરવાળા શું વિચારે છે એ જ વિચારે છે, અને જો કોઇ બહાર નીકળે તો ED, CBI કે ઇન્કમ ટેક્સ તેને ટાર્ગેટ કરે છે એટલા માટે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવે છે.”

    આગળ તેઓ કહે છે, “મેં 20 વર્ષ સુધી નરેન્દ્રભાઈ અને અમિતભાઈ ગુજરાતમાં હતા ત્યાં સુધી વિરોધ પક્ષમાં રહ્યો. પરંતુ મારે ત્યાં પોલીસ કોન્સ્ટેબલ પણ નથી આવ્યો. તેમને દરેક વ્યક્તિમાં સારપ દેખાય છે, જ્યારે હું જે પક્ષમાં હતો તેમાં એક નેતા સિવાય બાકીના બધા સારા નથી લાગતા. એટલા માટે હવે બદલાવ આવી રહ્યો છે.”

    કોંગ્રેસની માનસિકતા વિશે વાત કરી રહ્યા હતા ભાજપ નેતા

    અહીં સ્પષ્ટ છે કે અર્જુન મોઢવાડિયા વિપક્ષના એ દાવાઓની વાત કરી રહ્યા હતા, જે સામાન્ય રીતે કોઇ પણ વિપક્ષી નેતા તેની પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થાય ત્યારે વિપક્ષો કરતા આવે છે. સામાન્ય રીતે એવું કહી દેવામાં આવે છે કે જે-તે નેતા ED, CBI કે ITના ડરના લીધે ભાજપમાં ગયા. તેઓ વિપક્ષની માનસિકતા વિશે જણાવી રહ્યા હતા. પોતે એમ કહ્યું નથી કે એજન્સીઓના ડરના કારણે નેતાઓ ભાજપમાં આવે છે. 

    જેથી તેમના નામે નિવેદન ચડાવી દેવું એ ભ્રામક છે. તેમણે વિપક્ષ કે કોંગ્રેસની માનસિકતા વિશે વાત કરી હતી અને ત્યારબાદ તરત એમ કહીને આ આરોપોનું ખંડન પણ કર્યું હતું કે તેઓ વર્ષો સુધી વિપક્ષમાં રહ્યા છતાં સરકારે કે ભાજપે તેમને હેરાન કર્યા નથી. 

    નોંધવું જોઈએ કે અગાઉ પણ તેઓ આ વિશે વાત કરી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ નેતાઓ ED, CBI અને અન્ય એજન્સીઓનો ઉલ્લેખ કરીને પાર્ટી છોડનારા આરોપ લગાવતા રહે છે, પરંતુ 40 વર્ષમાં તેમણે ક્યારેય કોઇ કાર્યવાહીનો સામનો કર્યો નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે જો ખોટાં કામ કર્યાં હોય તો જ કાર્યવાહી થાય.

    ઑપઇન્ડિયા સાથે વાતચીતમાં પુષ્ટિ કરી

    આ અંગે અર્જુન મોઢવાડિયાએ ઑપઇન્ડિયા સાથે પણ વાત કરી. દરમ્યાન તેમણે સ્પષ્ટ કર્યું કે તેમના કહેવાનો આશય એ હતો કે કોંગ્રેસ એવી માનસિકતા ધરાવે છે, કે નેતાઓ એજન્સીના ડરથી પાર્ટી છોડી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા એવી નથી. તેમણે પોતાનું ઉદાહરણ આપીને પણ કહ્યું કે તેઓ વર્ષો સુધી વિપક્ષમાં રહ્યા હોવા છતાં તેમણે સત્તાપક્ષ તરફથી કોઇ બદલાની કાર્યવાહીનો ભોગ બનવું પડ્યું નથી. 

    તેમણે ઉમેર્યું કે, આમાં તેમની જીભ લપસી હોય તેવું પણ કંઈ નથી અને પોતે કોંગ્રેસની માનસિકતા વિશે વાત કરી રહ્યા હતા. તેમના નિવેદનને ટ્વિસ્ટ કરવામાં આવ્યું હોય શકે, પરંતુ હકીકત જુદી છે. 

    ‘રાજા-મહારાજાઓનું અપમાન કરતા શહેજાદાની તાકાત નથી કે નવાબો-બાદશાહો વિરુદ્ધ એક શબ્દ બોલે’: રાહુલ ગાંધીના નિવેદન પર વડાપ્રધાન મોદીના આકરા પ્રહાર

    તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું એક નિવેદન વાયરલ થયું હતું. જેમાં તેમણે રાજા-મહારાજાઓ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. તેમણે જાહેરસભાને સંબોધતાં કહ્યું હતું કે રાજા-મહારાજાઓનું શાસન હતું ત્યારે તેઓ ઇચ્છતા તે કરતા અને લોકોની જમીન જોઈતી હોય તો ઉઠાવીને લઇ જતા. આ નિવેદન ચર્ચામાં છે ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના બેલગાવી ખાતે એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે આ મુદ્દો ઉઠાવ્યો. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરીને કહ્યું હતું કે તેઓ રાજા મહારાજનું અપમાન કરી રહ્યા છે, પરંતુ ક્યારેય મુસ્લિમ શાસકો વિશે બોલવાની હિંમત નથી રાખતા.

    કર્ણાટકના બેલગાવી ખાતે સભાને સંબોધતી વખતે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, “કોંગ્રેસે આપણા ઇતિહાસને, આપણી સ્વતંત્રતાની લડાઈને પણ વૉટબેન્ક અને તૃષ્ટિકરણના દ્રષ્ટિકોણથી લખાવી છે….અને આજે પણ આ કોંગ્રેસના શહેજાદા તે જ વાતને આગળ વધારી રહ્યા છે. આપે કોંગ્રેસના શહેજાદાનું તાજેતરનું નિવેદન સાંભળ્યું હશે. તેમનું કહેવું છે કે ભારતના રાજા, ભારતના મહારાજા અત્યાચારી હતા, તેઓ ગરીબોની જમીન છીનવી લેતા હતા. જ્યારે મરજી થાય ત્યારે બધું હડપ કરી લેતા હતા.”

    વૉટબેન્કની રાજનીતિ માટે નિવેદન, નિઝામો-નવાબોના અત્યાચાર વિશે બોલવાનું હોય તો મોઢે તાળાં લાગી જાય છે: મોદી

    વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “કોંગ્રેસના શહેજાદાએ છત્રપતિ શિવાજી મહારાજ, રાણી ચિનમ્મા જેવા મહાન વ્યક્તિઓનું અપમાન કર્યું છે. તેમનું સુશાસન, તેમની દેશભક્તિ આજે પણ આપણને પ્રેરિત કરે છે. કોઈ જરા તે શહેજાદાને યાદ અપાવે કે મૈસુર રાજઘરાનાનું યોગદાન તેમને યાદ નથી શું? કોંગ્રેસના શહેજાદાનું નિવેદન સમજી વિચારીને વૉટબેન્કની રાજનીતિ અને તૃષ્ટિકરણની રાજનીતિ કરવા માટે કરવામાં આવ્યું છે.”

    તેમણે આગળ કહ્યું કે, “શહેજાદાએ રાજ-મહારાજાઓ વિશે ખરી-ખોટી કહીને તેમની ટીકા તો કરી દીધી, પણ ભારતના ઇતિહાસમાં જે અત્યાચાર નવાબોએ કર્યા, નિઝામોએ કર્યા, બાદશાહોએ કર્યા તે વાત પર શાહજાદાના મોઢે તાળું લાગી જાય છે. રાજા મહારાજાઓને ગાળો આપો છો? અપમાનિત કરો છો? કોંગ્રેસને ઔરંગજેબના અત્યાચારો યાદ નથી આવતા જેણે આપણા સેંકડો મંદિરોને તોડ્યાં, અપવિત્ર કર્યાં.

    બાદશાહો-સુલતાનો વિરુદ્ધ બોલવાની તેમની તાકાત નથી- વડાપ્રધાન મોદી

    વડાપ્રધાને આગળ કહ્યું કે, “કોંગ્રેસ તો ઔરંગઝેબના ગુણગાન કરતી પાર્ટીઓ સાથે ગઠબંધન કરે છે. તેમને એ લોકો યાદ નથી આવતા જેમણે દેશભરમાં આપણાં તીર્થોને ધ્વસ્ત કર્યાં, લૂંટફાટ કરી, હત્યાઓ કરી, ગૌહત્યાઓ કરી. તેમને તે નવાબો યાદ ન આવ્યા જેમણે ભારતના વિભાજનમાં બહુ મોટી ભૂમિકા નિભાવી. કોઈ કલ્પના કરી શકે કે આજે બનારસના રાજા વગર બનારસ હિંદુ વિશ્વ વિદ્યાલયની સ્થાપના થઇ શકી હોત? શું મહારાણી અહલ્યાબાઈએ મંદિરોનું પુનઃનિર્માણ કરાવીને આપણી આસ્થાની રક્ષા કરી કે નહીં?”

    તેમણે આગળ ઉમેર્યું કે, “હું ગુજરાતથી આવું છું, મારું ગામ ગાયકવાડ સ્ટેટમાં આવે છે. તે વડોદરાના મહારાજા જ હતા, જેમણે બાબાસાહેબ આંબેડકરની પ્રતિભાને ઓળખીને તેમને વડોદરા બોલાવ્યા તેમની શક્તિઓને ઓળખી. બાબાસાહેબ આંબેડકરને વિદેશ ભણવા મોકલવાનું કામ ગાયકવાડ મહારાજે કર્યું હતું. આ કોંગ્રેસના શહેજાદાને રાજા-મહારાજાઓનું યોગદાન યાદ નથી આવતું? તેઓ વૉટબેન્કની રાજનીતિ માટે રાજા-મહારાજાઓ વિરુદ્ધ બોલવાની હિંમત કરે છે. નવાબો વિરુદ્ધ, બાદશાહો વિરુદ્ધ, સુલતાનો વિરુદ્ધ એક શબ્દ બોલવાની તેમનામાં તાકાત નથી. કોંગ્રેસની તૃષ્ટિકરણની માનસિકતા હવે દેશની સમે ખુલીને સામે આવી રહી છે. કોંગ્રેસની આ જ માનસિકતા તેમના ઘોષણાપત્રમાં પણ ઝળકી રહી છે.”

    ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ ગત શુક્રવારે (26 એપ્રિલ) એક સભામાં સંબોધન કરતી વખતે કહ્યું હતું કે, “રાજાઓ-મહારાજાઓનું રાજ હતું, જે તેઓ ઈચ્છતા હતા તે કરતા હતા. કોઈની જમીન જોઈતી હોય તો ઉઠાવીને લઇ જતા હતા.” તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

    રાજા-મહારાજાઓ વિશે રાહુલ ગાંધીની ટિપ્પણીઓનો વિડીયો સાચો જ છે, ડીપફેક કે એડિટેડ નહીં: ‘ક્ષત્રિય સમાજ જોગ’ વાયરલ થયેલા સંદેશમાં કોઇ તથ્ય નથી

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજા-મહારાજાઓ વિશે કરેલી ટિપ્પણીનો વિડીયો સોશિયલ મીડિયા પર ફરતો થયા બાદ હવે કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઈ છે. ખાસ કરીને ગુજરાતમાં આ વિડીયોની ચર્ચા વધુ છે, કારણ કે હાલ ક્ષત્રિય સમાજનો એક વર્ગ રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલા અને ભાજપનો વિરોધ કરી રહ્યો છે, જેમણે પણ રાજા-મહારાજાઓ વિશે જ ટિપ્પણી કરી હતી. જેથી હવે આંદોલન કરતા લોકોને પણ પૂછાવા માંડ્યું છે કે તેઓ રાહુલ ગાંધીની ટિપ્પણીઓનો વિરોધ કરશે કે નહીં. આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર હવે એવો દાવો થઈ રહ્યો છે કે રાહુલ ગાંધીનો વિડીયો ખોટો છે. 

    ફેસબુક અને વોટ્સએપ પર ઘણી પોસ્ટ જોવા મળી, જેમાં લખવામાં આવ્યું હતું કે, ‘ક્ષત્રિય સમાજ જોગ એક ખાસ અગત્યનો સંદેશ.’ આ પોસ્ટમાં આગળ કહેવાયું છે કે, “ક્ષત્રિય સમાજની એકતા અને અન્ય સમાજનો ક્ષત્રિય સમાજને જે સહકાર મળ્યો છે તે જોઈને ભાજપને તેની હાર ચોખ્ખી દેખાઇ રહી છે. ભાજપ આ ડેમેજ કન્ટ્રોલ કરવા માટે ગમે તે હદ સુધી જઈ શકે છે.”

    આગળ એવો દાવો કરવામાં આવ્યો કે હાલ ભાજપ IT સેલે રાહુલ ગાંધીનો એક વિડીયો તોડીમરોડીને ડીપ ફેક વિડીયો બનાવીને ફેલાવવાનું ચાલુ કર્યું છે. આગળ લખ્યું કે, “આપણે આ વિડીયોથી વિચલિત થવાનું નથી અને આપણું લક્ષ જે છે તેની ઉપર તટસ્થ રહેવાનું છે.”

    ફેસબુક પોસ્ટ

    ઘણી પોસ્ટની કૉમેન્ટમાં પણ આ પ્રકારનું લખાણ જોવા મળ્યું. પરંતુ તેમાં હકીકત કશું જ નથી. 

    રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું અને તેમનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે સાચો જ છે. આ વિડીયો જૂનો હોય તેવું પણ નથી. રાહુલ ગાંધી શુક્રવારે (26 એપ્રિલ, 2024) કર્ણાટકના બેલ્લારીમાં એક સભા સંબોધવા માટે ગયા હતા, જ્યાં તેમણે આ નિવેદન આપ્યું હતું. 

    રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “દેશની જનતાને બંધારણ અધિકાર આપે છે, અનામત આપે છે. બંધારણ પહેલાં આ દેશમાં ગરીબોના, પછાત વર્ગના, દલિતોના અને આદિવાસીઓના કોઇ અધિકાર ન હતા. રાજાઓ-મહારાજાઓનું રાજ હતું, જે તેઓ ઈચ્છતા હતા તે કરતા હતા. કોઈની જમીન જોઈતી હોય તો ઉઠાવીને લઇ જતા હતા.” 

    આ વિડીયો રાહુલ ગાંધીની જ અધિકારિક યુ-ટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે. જે 26 એપ્રિલના રોજ મૂકવામાં આવ્યો હતો. વિડીયોમાં 3 મિનીટ 39 સેકન્ડ બાદ રાહુલ ગાંધીનું નિવેદન સાંભળી શકાશે. એટલે કે તેમનો વિડીયો ભાજપ IT સેલે એડિટ કરીને કે ડીપફેક થકી ફેલાવ્યો હોય તેવું નથી. 

    તારણ: રાહુલ ગાંધીએ રાજા-મહારાજાઓ પર કરેલી ટિપ્પણીનો વિડીયો એડિટેડ હોવાની વાતો ખોટી છે. સ્વયં રાહુલ ગાંધીની યુ-ટ્યુબ ચેનલ પર ભાષણનો વિડીયો મૂકવામાં આવ્યો છે, જેમાં એ ભાગ પણ સાંભળવા મળે છે, જેની હાલ ચર્ચા ચાલી રહી છે. 

    કડીમાં હિંદુ યુવતીની છેડતી મામલે કુખ્યાત આરોપી હનીફ જાડીની ધરપકડ: પીડિતાનો પીછો કરી બળજબરી કારમાં બેસાડવા કર્યા હતા પ્રયાસ, ફેબ્રુઆરીમાં બની હતી ઘટના

    મહેસાણાના કડી તાલુકામાં 2 મહિના પહેલાં હિંદુ યુવતીની છેડતી કરનાર આરોપી હનીફ જાડીની કડી પોલીસે ધરપકડ કરી લીધી છે. છેલ્લા બે મહિનાથી પોલીસ તેની શોધખોળ કરી રહી હતી. અંતે પોલીસને બાતમી મળી હતી કે, આરોપી કડી શહેરના કસ્બા વિસ્તારમાં આવેલા તેના ઘરે હાજર છે. જેને લઈને પોલીસે ટીમ બનાવીને આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી હનીફે ફેબ્રુઆરી મહિનામાં કડી છત્રાલ હાઇવે પર એક હિંદુ યુવતી સાથે બળજબરી કરી હતી. જેને લઈને તેના પર ગુનો નોંધાયો હતો.

    ઑપઇન્ડીયાએ કડી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે આ અંગે જણાવ્યું છે કે, આરોપી હનીફ જાડીની શનિવારે (27 એપ્રિલ, 2024) ધરપકડ કરી લેવામાં આવી છે. હવે આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. કસ્બા વિસ્તારના સહારા ગેસ્ટહાઉસ પાસે તેનું ઘર હતું અને તે ત્યાં આવ્યો હતો. પોલીસને માહિતી મળતાં જ તેના ઘરે પહોંચીને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. કડી પોલીસે ફેબ્રુઆરી મહિનામાં હનીફ વિરુદ્ધ એક હિંદુ યુવતીની છેડતી કરવા બદલ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે, બાતમીના આધારે પોલીસે તેના ઘરે અલગ-અલગ ટીમોને રવાના કરી હતી અને હવે કોર્ટમાં હાજર કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

    ગુજસીકોટનો આરોપી, 7 જિલ્લામાંથી તડીપાર

    પોલીસે જણાવ્યું છે કે, આરોપી હનીફ જાડીએ આ પહેલાં પણ ગુના આચાર્યા હતા. ગત ડિસેમ્બર મહિનામાં જ તે ગુજસીકોટ ગુનામાં જામીન પર છૂટીને બહાર આવ્યો હતો. સાથે જ મહેસાણા જિલ્લા સહિત 7 જિલ્લામાંથી તેને તડીપાર પણ કરવામાં આવ્યો છે. એટલે વિસ્તારમાં તેની છાપ કુખ્યાત ગુનેગાર તરીકે થઈ છે. સાથે એ પણ જાણવા મળ્યું છે કે, હનીફ જાડી વિરુદ્ધ 35થી વધુ પોલીસ સ્ટેશનમાં ગુના પણ નોંધાયા હતા.

    ગત 10 ફેબ્રુઆરીના રોજ હિંદુ યુવતીએ પણ તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપ છે કે, તેણે હિંદુ યુવતી સાથે બળજબરી કરી હતી અને કારમાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, પરંતુ યુવતીની મદદે આવેલા અન્ય હિંદુ યુવાનોને પણ તેણે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ પોલીસ તેની શોધખોળ કરી રહી હતી.

    શું હતી ઘટના?

    યુવતીની ફરિયાદ અનુસાર, ઘટના 8 ફેબ્રુઆરી, 2024ના રોજ બનવા પામી હતી. અમદાવાદમાં રહેતી અને મહેસાણાના કડીમાં પોતાના મામાના ઘરે આવેલી હિંદુ યુવતી વહેલી સવારે લગભગ 4:30 વાગ્યે ચાલીને છાત્રાલ રોડ તરફ જઈ રહી હતી. તે સમયે હનીફ તેની ઈનોવા કાર લઈને ધસી આવ્યો હતો અને રાતના અંધારાનો લાભ લઈને તેણે હિંદુ યુવતીને ઊભી રાખી હતી. આટલું જ નહીં પરંતુ તેણે હિંદુ યુવતીને વારંવાર બળજબરીપૂર્વક કારમાં બેસાડવા પ્રયાસ પણ કર્યા હતા. યુવતી હનીફ જાડીનો પીછો છોડાવીને પાંજરાપોળ પહોંચી તો ત્યાં પણ આરોપી કાર લઈને પહોંચી ગયો હતો. પીડિતાએ આરોપ લગાવ્યો કે, પાંજરાપોળ વિસ્તારમાં તેણે ફરીવાર તેને બળજબરીપૂર્વક કારમાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો અને છેડતી કરી હતી.

    પાંજરાપોળ વિસ્તારમાં જ આરોપી હનીફ યુવતી સાથે માથાકૂટ કરી રહ્યો હતો ત્યારે ત્યાં હિંદુ યુવકો મદદ માટે આવી પહોંચ્યા હતા. જે બાદ હનીફ ત્યાંથી નાસી છૂટ્યો હતો. હિંદુ યુવાનો યુવતીને રિક્ષામાં બેસાડીને છાત્રાલ ચોકડી પાસે જઈને ઊભા હતા તેવામાં ફરી એકવાર પોતાની કાર લઈને હનીફ ત્યાં આવી ચડયો હતો. તેણે હિંદુ યુવતીને, “હું કોણ છું, તું મને ઓળખે છે” જેવી ધમકી આપી અને કારમાંથી બેઝબોલનો ધોકો લઈને નીચે ઉતર્યો હતો. આરોપ છે કે, તેણે હિંદુ યુવતીની મદદ કરનારા હિંદુ યુવાનોને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યાંથી ભાગી ગયો હતો.

    આ ઘટના બાદ 10 ફેબ્રુઆરી, 2024ના રોજ હિંદુ યુવતીએ કડી પોલીસ સ્ટેશનમાં આરોપી હનીફ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ છેડતીનો ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરી હતી. જે બાદ હવે તેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.

    ‘ગુજરાતના અદાણી પોર્ટ પર હજારો ગાયો ભરેલા ટ્રક, કપાવા માટે લઈ જવાશે આરબના દેશોમાં’: સોશિયલ મીડિયા પર વિદેશનો વિડીયો વાયરલ કરી ફેલાવાયું જુઠ્ઠાણું, જાણો વાસ્તવિકતા

    લોકસભા ચૂંટણીના સમયે દેશમાં ફેક ન્યૂઝ અને પ્રોપગેન્ડા ફેલાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં ફેક સામગ્રી પોસ્ટ કરીને અનેક પ્રકારના દાવા કરવામાં આવે છે. વિપક્ષી પાર્ટીઓ અને તેના સમર્થકો કોઈપણ પ્રકારની તપાસ કે મહેનત વગર વાયરલ થઈ રહેલા વિડીયોને પોસ્ટ કરીને સરકાર પર નતનવા આરોપો લગાવતા રહે છે. તે જ અનુક્રમે સોશિયલ મીડિયામાં એક વિડીયો શેર કરવામાં આવી રહ્યો છે અને સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતના અદાણી પોર્ટ પર હજારો ગાયો ભરેલા ટ્રક પડ્યાં છે, જેને આરબ દેશોમાં સપ્લાય કરવામાં આવશે.

    માત્ર એટલું જ નહીં, વિડીયો પોસ્ટ કરીને મોદી સરકાર પર પણ આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે, ગૌમાંસનો વ્યાપાર કરનારાઓ પાસેથી જ ભાજપ સરકાર ડોનેશન લઈ રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કલ્યાણ સહાઈ નામના યુઝરે વિડીયો પોસ્ટ કર્યો છે અને લખ્યું છે કે, ‘ગુજરાત:- અદાણીના પોર્ટ પર હજારો ગાયો ટ્રકોમાં ઊભી છે. આરબના દેશોમાં જવા માટે..જેને ત્યાં કાપી નાખવામાં આવશે. કયા ^રી ગયા ભક્તો..? ગ&^ઓને યાદ અપાવી દઉં કે, ગૌમાંસનો ધંધો કરવાવાળાઓ પાસેથી જ ભાજપે ડોનેશન લીધું છે. બધી રમત પૈસાની છે.”

    સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર Ansari Family નામના હેન્ડલે પણ તે જ વિડીયો પોસ્ટ કરી દીધો છે અને કેપ્શન પણ તેનું તે જ રાખ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વિડીયોનો એકમાત્ર ઉદ્દેશ્ય છે, મોદી સરકારને ટાર્ગેટ કરવી અને અદાણી ગ્રુપ પર સવાલો ઊભા કરવા. પરંતુ તેમાંના કોઈ એકે પણ વિડીયોના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ નથી કર્યો અને ગાડરિયા પ્રવાહમાં ભળી જઈને વિડીયો શૅર કરવામાં લાગી ગયા.

    એક સોશિયલ મીડિયા યુઝરે આ જ વિડીયો પોસ્ટ કરી દીધો અને સવાલ પણ કરી દીધો કે, “ગુજરાતના અદાણી પોર્ટ પર આ ગાયો શું કરી રહી છે?”

    તે સિવાય પણ અનેક સોશિયલ મીડિયા યુઝર્સે આ વિડીયો શૅર કર્યો છે અને વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેનાથી સ્વભાવિક સોશિયલ મીડિયા યુઝરો ગેરમાર્ગે દોરાઈ શકે.

    શું છે વાસ્તવિકતા?

    વાયરલ થઈ રહેલો વિડીયો જ્યારે ઑપઇન્ડિયા પાસે પહોંચ્યો તો અમે તે અંગે ગંભીરતાથી તપાસ કરી. વિડીયોની તપાસ કરવા માટે અમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મની મદદ લીધી. ત્યારબાદ તપાસ કરતાં અમને Facebook પર એક વિડીયો (રીલ) મળી આવ્યો. અદાણી પોર્ટના નામે વાયરલ થઈ રહેલા તે વિડીયોની નીચે આરબ ભાષામાં કેપ્શન લખ્યું હતું. જેમાં અરબીમાં ‘બીફ માર્કેટ’ લખ્યું હતું.

    વિડીયોથી વધુ તપાસ કરતાં અમને જાણવા મળ્યું કે, વિડીયોમાં દેખાઈ રહેલો પોર્ટ ગુજરાતનો તો નથી જ, પરંતુ ભારતનો પણ નથી. તે પોર્ટ ઇરાકમાં સ્થિત છે અને ઇરાકના સૌથી મોટા પોર્ટમાં તેનો સમાવેશ થાય છે. જેનું નામ Umm Qasr પોર્ટ છે. ગૂગલ પર તેના વિશેની વધુ માહિતી શોધતાં જાણવા મળ્યું કે, આ પોર્ટ પરથી જ ઇરાકમાં 80% માલ-સમાન પહોંચાડી શકાય છે. સાથે એ પણ જાણવા મળ્યું કે, તે બંદર પરથી અનેક ગાયો અને ભેંસોને બ્રાઝિલ મોકલવામાં આવે છે. Umm Qasr પોર્ટ ઇરાકના Umm Qasar શહેરમાં જ સ્થિત છે. ઇરાકનો આ બીજો સૌથી મોટો પોર્ટ છે, પ્રથમ રેન્ક પર ઇરાકના બસરા શહેરમાં સ્થિત બસરા પોર્ટ છે.

    આ અંગે અમે વધુ તપાસ પણ કરી હતી. અમે તે પોર્ટનું નામ ગૂગલમાં સર્ચ કર્યું હતું અને તેના ફોટા પણ શોધ્યા હતા. ગૂગલ પરથી મળેલી Umm Qasr પોર્ટની એક તસવીર વાયરલ વિડીયોના ફ્રેમ સાથે પણ મેચ થઈ રહી છે.

    વાયરલ વિડીયોનો SS
    Umm Qasr પોર્ટ, ઇરાક

    તે સિવાય અમે ગુજરાતમાં સ્થિત અદાણી ગ્રુપના પોર્ટ વિશે પણ માહિતી મેળવી હતી. જેમાં હજીરા પોર્ટ અને મુંદ્રા પોર્ટની તસવીરો પણ તપાસવામાં આવી હતી. બંને પોર્ટની તસવીરો જોતાં, એ સ્પષ્ટ થઈ જાય છે કે, વાયરલ થઈ રહેલા વિડીયોથી બંને પોર્ટ તદ્દન અલગ છે. એટલે અદાણી પોર્ટના નામે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તે ઇરાકના એક બંદરનો છે. તેનો ભારત સાથે કોઈપણ પ્રકારનો સંબંધ નથી.

    હજીરા બંદર
    મુંદ્રા પોર્ટ

    નોંધવું એ પણ જોઈએ કે ભાજપે ગૌમાંસની નિકાસ કરતી કંપની પાસેથી ડૉનેશન મેળવ્યું હોવાની વાતમાં પણ તથ્ય નથી. ભારતમાંથી ગૌમાંસની નિકાસ થતી નથી. જે ‘બીફ’ની વાત કરવામાં આવે છે તે ખરેખર ભેંસનું માંસ છે, ગાયનું નહીં. જે-તે કંપની પણ આ સ્પષ્ટતા સાથે જ વ્યવસાય કરે છે.

    તારણ- અદાણી પોર્ટના નામે ગાયો ભરેલા ટ્રકનો વાયરલ થઈ રહેલો વિડીયો ઇરાકના Umm Qasr પોર્ટનો છે. તે વિડીયોનો ભારત કે પછી અદાણી પોર્ટ સાથે કોઈપણ પ્રકારનો સંબંધ નથી.

    Exclusive: 2015થી આજ સુધી દિલ્હીની AAP સરકારે જાહેરાતો પાછળ ₹1500 કરોડથી વધુનો ધુમાડો કર્યો, કેજરીવાલના રાજમાં છેલ્લાં 5 વર્ષમાં જાહેરાતો પરનો ખર્ચ 408% વધ્યો 

    દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર મીડિયા અને સોશિયલ મીડિયામાં તેની જાહેરાતોના કારણે અવારનવાર સવાલોના કઠેડામાં ઉભી રહી હોય તેવી સ્થિતિ બની છે. ઘણી વખત કેજરીવાલ સરકાર પર જનતાના ટેક્સના પૈસા તોતિંગ ખર્ચે જાહેરાતો આપવાના આરોપ લાગ્યા છે. હવે એક RTIના જવાબ દ્વારા બહાર આવ્યું છે કે 2015થી આજ સુધી કેજરીવાલ સરકારે જાહેરાતો પર કરોડો રૂપિયાનો ધુમાડો કર્યો છે. આ આંકડો લાખ કરોડમાં નહીં પરંતુ કુલ ₹1585.87 કરોડ પર પહોંચે છે.

    મળતી માહિતી અનુસાર એક્ટિવિસ્ટ વિવેક પાંડે દ્વારા કરવામાં આવેલી RTI બાદ આ ખુલાસો થયો છે. આ RTI પૈકી એક RTI ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. વિવેક પાંડેએ પોતે કરેલી એક X પોસ્ટમાં ઘટસ્ફોટ કર્યો છે કે AAP સરકાર હેઠળ ગત 5 વર્ષમાં જાહેરાતો પર ખર્ચ 408% વધી ગયો છે. તેમણે ડિરેક્ટોરેટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ પબ્લિસિટી પાસે 2020થી દિલ્હી સરકારે જાહેરાતો પર કરેલા ખર્ચની માહિતી માંગી હતી.

    ગત 25 એપ્રિલ, 2024ના રોજ પાંડેને RTIના મળેલા જવાબમાં ડિરેક્ટોરેટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ પબ્લિસિટીએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીની સરકારે વર્ષ 2020-2021ના નાણાકીય વર્ષમાં ₹293.20 કરોડ ખર્ચ કર્યો હતો. આ જ ખર્ચ નાણાકીય વર્ષ 2021-2022માં વધીને ₹568.39એ પહોંચ્યો હતો. વર્ષ 2022-2023માં આમ આદમી પાર્ટીએ ₹186.28 કરોડ ખર્ચ્યા હતા, જ્યારે વર્ષ 2023-2024માં આ ખર્ચ ₹26.23 કરોડ હતો.

    કરદાતાઓના રૂપિયે આપવામાં આવેલી આ જાહેરાતો ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના વિવિધ માધ્યમો પર પ્રદર્શિત કરવામાં આવી હતી. વિવેક પાંડે દ્વારા નવેમ્બર 2020માં દાખલ કરવામાં આવેલી અન્ય એક RTI પણ ઑપઇન્ડિયાને મળી હતી.

    આ RTIના જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે વર્ષ 2012-2013થી દિલ્હી સરકાર દ્વારા જાહેરાતો પર કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. અરવિંદ કેજરીવાલે ફેબ્રુઆરી 2015માં પોતાની સરકાર બનાવી હતી તે જોતાં અમે નાણાકીય વર્ષ 2015-2016થી જાહેરાત પાછળ ખર્ચવામાં આવેલા નાણાં વિશે માહિતી મેળવી હતી.

    આ RTI મુજબ અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટીની સરકારે જાહેરાતો પાછળ ₹81.23 કરોડ (FY2015-2016), ₹67.25 (FY2016-2017), ₹117.76 કરોડ (FY2017-2018), ₹45.54 કરોડ (FY2018-2019) અને ₹199.99 કરોડ (FY2019-2020) રૂપિયા ખર્ચ્યા હતા.

    જેનો સીધો અર્થ તે થયો કે, કેજરીવાલ સરકારે વર્ષ 2015 થી 2019ના વચ્ચે કુલ ₹311.78 કરોડ રૂપિયા માત્ર જાહેરાતો પાછળ વાપર્યા. હવે જો આ બંને RTIના જવાબોની સરખામણી કરવામાં આવે અને જાહેરાતો પર ખર્ચ કરવામાં આવેલા કુલ રૂપિયાનો સરવાળો કરવામાં આવે તો જણાય છે કે કેજરીવાલ સરકારે પાછલાં પાંચ વર્ષમાં એટલે કે 2019થી લઈને 2024 સુધીમાં જાહેરાતો પાછળ ₹1274.09 કરોડ રૂપિયા વાપર્યા છે.

    હવે જો દિલ્હીમાં જ્યારથી આમ આદમી પાર્ટીની સત્તાના 9 વર્ષનો હિસાબ કરવામાં આવે તો આ આંકડો ₹1585.87 કરોડે પહોંચે છે. RTI મુજબ તે દીવા જેવી સ્પષ્ટ વાત છે કે વર્ષ 2019 પછી આ જાહેરાતો પાછળ કરવામાં આવેલા ખર્ચમાં અધધ વૃદ્ધિ થઈ છે.

    ઑપઇન્ડિયાએ વર્ષ ગત 2019-2024 (પાછલા 5 વર્ષ) અને વર્ષ 2015-2019 (પાછલા 4 વર્ષ) વચ્ચે આમ આદમી પાર્ટીના જાહેરાતના ખર્ચની તુલના કરી તો તેમાં 408.65%ની વૃદ્ધિ સામે આવી હતી.

    ‘પહેલાં રાજા-મહારાજાઓનું રાજ હતું, તેઓ જે ઇચ્છતા તે કરતા; કોઈની જમીન જોઈતી હોય તો ઉઠાવીને લઇ જતા’: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો વિડીયો વાયરલ

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું એક નિવેદન વાયરલ થયું છે, જેમાં તેઓ રાજા-મહારાજાઓ વિશે ટિપ્પણી કરતા જોવા મળે છે. તેઓ કહે છે કે પહેલાં રાજા-મહારાજાનું શાસન હતું અને તેઓ જે ઇચ્છતા તે કરતા અને આદિવાસીઓ, દલિતો અને અન્ય પછાત વર્ગને અધિકારો મળતા ન હતા. તેમના આ ભાષણનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

    વાયરલ વિડીયોમાં રાહુલ ગાંધી કહેતા જોવા મળે છે કે, “રાજાઓ-મહારાજાઓનું રાજ હતું, જે તેઓ ઈચ્છતા હતા તે કરતા હતા. કોઈની જમીન જોઈતી હોય તો ઉઠાવીને લઇ જતા હતા.” સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. 

    ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ વિડીયોને લઈને રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે લખ્યું કે, ‘કોંગ્રેસના યુવરાજ ભૂલી ગયા કે રાજા-મહારાજાઓએ દેશને રજવાડાં અર્પણ કર્યાં. જે ઈચ્છા થઈ એ કોંગ્રેસની સરકારોએ ઉઠાવ્યું અને લૂંટ્યું.”

    ઑપઇન્ડિયાએ જ્યારે આ વિશે વધુ માહિતી મેળવવાના પ્રયાસ કર્યા ત્યારે જાણવા મળ્યું કે આ વિડીયો તાજેતરનો જ છે. શુક્રવારે (26 એપ્રિલ, 2024) કર્ણાટકના બેલ્લારીમાં રાહુલ ગાંધી એક જાહેરસભા સંબોધિત કરી રહ્યા હતા, તે દરમિયાન તેમણે આ વાત કહી હતી. 

    રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “દેશની જનતાને બંધારણ અધિકાર આપે છે, અનામત આપે છે. બંધારણ પહેલાં આ દેશમાં ગરીબોના, પછાત વર્ગના, દલિતોના અને આદિવાસીઓના કોઇ અધિકાર ન હતા. રાજાઓ-મહારાજાઓનું રાજ હતું, જે તેઓ ઈચ્છતા હતા તે કરતા હતા. કોઈની જમીન જોઈતી હોય તો ઉઠાવીને લઇ જતા હતા.” યુ-ટ્યુબ વિડીયોમાં 3:39થી આ વાત સાંભળી શકાશે.

    આગળ તેમણે કહ્યું કે, “કોંગ્રેસ પાર્ટી અને અમારા કાર્યકર્તાઓએ દેશની જનતા સાથે મળીને આઝાદી પ્રાપ્ત કરી, લોકશાહી લાવ્યા અને બંધારણ દેશને અપાવ્યું….અને આ લોકો વિચારે છે કે બંધારણ હટાવી શકાય તેમ છે. હું દેશની ગરીબ જનતાને કહેવા માંગું છું, દલિતોને, આદિવાસીઓને, પછાત વર્ગને, લઘુમતીઓને….કે એવી કોઇ શક્તિ દુનિયામાં નથી, જે ભારતના બંધારણને નષ્ટ કરી શકે છે.”

    જે સરકારી વકીલે કસાબને પહોંચાડ્યો હતો ફાંસીના માંચડા સુધી, તેમને ભાજપે આપી ટિકીટ: મુંબઈ ઉત્તર-મધ્ય બેઠક પરથી લડશે લોકસભા ચૂંટણી

    મુંબઈની 6 બેઠકો પર આગામી 20 મેના રોજ પાંચમા તબક્કામાં મતદાન યોજાનાર છે. દરમ્યાન, ભાજપે મુંબઈની ઉત્તર મધ્ય બેઠક પર દેશના જાણીતા સરકારી વકીલો પૈકીના એક ઉજ્જવલ નિકમને લોકસભા ચૂંટણી લડાવવાનો નિર્ણય લીધો છે. આ એ જ ઉજ્જવલ નિકમ છે જેમણે પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબને ફાંસીના માંચડા સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. તેઓ કસાબ સામેના કેસમાં સરકારી વકીલ હતા. આ બેઠક પર ભાજપે ગત લોકસભા ચૂંટણીમાં પૂનમ મહાજનને મેદાને ઉતાર્યાં હતાં. તેમના સ્થાને હવે ઉજ્જવલ નિકમને ટિકીટ આપવામાં આવી છે.

    BJPએ શનિવારે (27 એપ્રિલ, 2024) લોકસભા ઉમેદવારોની 15મી યાદી જાહેર કરી. આ યાદીમાં માત્ર ઉજ્જવલ નિકમનું જ નામ હતું. કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈની ઉત્તર મધ્ય લોકસભા બેઠક પર છેલ્લા ઘણા સમયથી તેમનું નામ ચર્ચાઈ રહ્યું હતું. તેમના નામની જાહેરાત થતાંની સાથે જ અટકળોનો અંત આવ્યો છે. મુંબઈની ઉત્તર મધ્ય લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર વર્ષા ગાયકવાડ અને ઉજ્જવલ નિકમ વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાશે.

    કોણ છે ઉજ્જવલ નિકમ?

    ભારતીય જનતા પાર્ટીએ જે ઉજ્જવલ નિકમને પોતાના ઉમેદવાર ઘોષિત કર્યા છે, તેઓ વ્યવસાયે વકીલ છે. વકીલાતની દુનિયામાં તેમનું ખૂબ મોટું નામ હોવાનું કહેવામાં આવે છે. તેમણે દેશના અનેક મહત્વપૂર્ણ કેસો પર કામ કર્યું છે. અનેક આરોપીઓ અને આતંકવાદીઓને તેઓ સજા અપાવી ચૂક્યા છે. તેમની ઉપલબ્ધિઓ વિશે વાત કરીએ તો વર્ષ 1993માં થયેલા બોમ્બ વિસ્ફોટ અને 2008માં થયેલા 26/11 મુંબઈ હુમલામાં આતંકવાદીઓને સજા અપાવવામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. આ સિવાય પણ અનેક હાઈપ્રોફાઈલ કેસમાં તેઓ સક્રિય ભૂમિકા નિભાવી ચૂક્યા છે.

    ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં ઉત્તર મધ્ય મુંબઈની લોકસભા બેઠક પર ભાજપે પૂનમ મહાજનને ચૂંટણી લડાવી હતી. તે સમયે કોંગ્રેસે સંજય દત્તનાં બહેન પ્રિયા દત્તને મેદાને ઉતાર્યાં હતાં. તે ચૂંટણીમાં પૂનમ 486672 મત મેળવીને વિજેતા બન્યાં હતાં. આ લોકસભામાં ભાજપે ઉજ્જવલને ઉમેદવાર ઘોષિત કર્યા છે. નોંધનીય છે કે પૂનમ મહાજનના પિતાની હત્યા થઇ તે કેસમાં તેમના તરફે વકીલ ઉજ્જવલ જ હતા. તેમણે જ પ્રમોદ મહાજન હત્યા કેસમાં સરકાર તરફે વકીલાત કરી હતી.

    દિલ્હીમાં મુસ્લિમ સગીરે મિત્રો સાથે મળીને હિંદુ મહિલાની કરી હત્યા: પીડિતાની પુત્રીનો પીછો કરી વારંવાર કરતો હતો હેરાન, ત્રણની ધરપકડ

    રાજધાની દિલ્હીથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, દિલ્હીમાં સ્થિત જહાંગીરપુરીમાં એક સગીર મુસ્લિમ આરોપીએ એક 35 વર્ષની હિંદુ મહિલાની હત્યા કરી નાખી છે. ઘટના શુક્રવારે (26 એપ્રિલ, 2024) બનવા પામી હતી. સગીર મુસ્લિમ આરોપી સાથે તેના મિત્રોએ પણ આ ઘટનાને અંજામ આપ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે, મૃતક મહિલાની સગીર પુત્રીને આરોપી હેરાન કર્યા કરતો હતો અને તેનો પીછો કર્યા કરતો હતો. આ મામલે પોલીસ ત્રણેય આરોપીઓની ગોરખપુરથી ધરપકડ કરી છે.

    માહિતી અનુસાર, હિંદુ મહિલાની 16 વર્ષની પુત્રી અભ્યાસ માટે ટ્યુશન જતી હતી, ત્યારે અવારનવાર આરોપી તેનો પીછો કરતો હતો. આ મામલે સગીરાએ પોતાના ઘરે જાણ કરી હતી અને મુસ્લિમ સગીરની પરિવારને ફરિયાદ કરી હતી. જેને લઈને પરિવારે મુસ્લિમ સગીર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી દીધી હતી. પીડિત પરિવારના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસ આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી હતી અને તે વારંવાર હિંદુ સગીરાને હેરાન-પરેશાન કરતો રહ્યો હતો. પરિસ્થિતિ તંગ બનતા હિંદુ પરિવારે પોતાની પુત્રીને હોસ્ટેલમાં મોકલી દીધી હતી.

    શુક્રવાર (26 એપ્રિલ, 2024)ના રોજ બપોરના સમયે સગીર મુસ્લિમ તેના બે મિત્રો સાથે પીડિતા સાથે વાત કરવા માટે તેના ઘર સુધી પહોંચી ગયો હતો. જ્યારે હિંદુ મહિલાએ આરોપીની આ હરકત પર વાંધો ઉઠાવ્યો તો મુખ્ય આરોપીએ મહિલાને ગોળી મારી દીધી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ ત્રણેય આરોપીઓ ઘટનાસ્થળેથી નાસી છૂટયા હતા. હત્યા બાદથી મુસ્લિમ સગીર ફરાર હતો. પીડિતાને દિલ્હીની બાબુ જગજીવન રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેને મૃત જાહેર કરી દેવામાં આવી છે.

    રિપોર્ટ્સ અનુસાર, મુસ્લિમ આરોપીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે હાથમાં પિસ્તોલ લહેરાવતો અને ફાયરિંગ કરતો જોવા મળે છે. હિંદુ મહિલાની હત્યાને લઈને દિલ્હી પોલીસે ગુનો દાખલ કરી દીધો છે અને આ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

    કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પીડિતાના ઘરની બહાર મોટી સંખ્યામાં પોલીસ કાફલો તહેનાત કરવામાં આવ્યો છે. જ્યારે ત્રણેય આરોપીઓને પણ ઉત્તર પ્રદેશના ગોરખપુરથી પકડી પાડવામાં આવ્યા છે. ત્રણેય આરોપીઓ ટ્રેનમાં બેસીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તે જ સમયે પોલીસે ત્રણેયને દબોચી લીધા હતા. પોલીસે સગીર આરોપીઓને શોધવા માટે 10 ટીમોનું ગઠન કર્યું હતું અને આસપાસના CCTC ફૂટેજના આધારે તેની હરકતો પર નજર રાખવામાં આવી હતી.

    આ મામલે પોલીસે જણાવ્યું છે કે, પીડિત પરિવારે આ પહેલાં પણ આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદના આધારે પોલીસે POCSO એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી. તે વખતે પોલીસે આરોપીને નેપાળથી ટ્રેક કર્યો હતો. તેની ધરપકડ બાદ તેને જુવેનાઈલ જસ્ટિસ હોમ પણ મોકલી દેવામાં આવ્યો હતો. પરિવાર મુસ્લિમ સગીરની આ હરકતના વિરોધમાં હતો, તેથી જ તેણે પીડિત હિંદુ સગીરાને હોસ્ટેલમાં મોકલી દીધી હતી.