Tuesday, May 21, 2024
More
    હોમપેજગુજરાતલોકસભા ચૂંટણીના મતદાન પહેલાં કોંગ્રેસમાં ઉથલપાથલ: મોડાસામાં 200થી વધુ વિપક્ષી કાર્યકરોએ કર્યા...

    લોકસભા ચૂંટણીના મતદાન પહેલાં કોંગ્રેસમાં ઉથલપાથલ: મોડાસામાં 200થી વધુ વિપક્ષી કાર્યકરોએ કર્યા કેસરિયા, અમદાવાદમાં પણ 300થી વધુ યુવાઓ જોડાયા ભાજપમાં

    મોડાસાના સહકાર સંમેલન પહેલાં અમદાવાદમાં પણ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. અમદાવાદના અલગ-અલગ વિસ્તારના લગભગ 300થી વધુ કાર્યકર્તાઓએ ભાજપનો ભગવો ખેસ ધારણ કરી લીધો છે.

    - Advertisement -

    ગુજરાતમાં ત્રીજા તબક્કામાં લોકસભા ચૂંટણીનું મતદાન થવા જઈ રહ્યું છે. તે પહેલાં તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે અનેક રીતે ચૂંટણી અભિયાનનું આયોજન કરી રહ્યા છે. તેવામાં કોંગ્રેસની હાલત હજુ પણ અસ્થિર અને અસ્તવ્યસ્ત જોવા મળી રહી છે. કોંગ્રેસમાં મોટી ઉથલપાથલ પણ જોવા મળી રહી છે. અરવલ્લીના મોડાસામાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા છે. જાણવા મળી રહ્યું છે કે, લગભગ 200થી વધુ કાર્યકરોએ કેસરિયા કર્યા છે. આ સાથે જ અમદાવાદમાં પણ 300થી વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે.

    લોકસભા ચૂંટણીના મતદાન પહેલાં ગુજરાત કોંગ્રેસમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. મોડાસામાં સહકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 200થી વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હોવાનું સામે આવ્યું છે. ધનસુરા અને બાયડના કોંગ્રેસના અગ્રણીઓ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. તે સિવાય પ્રદેશ કોંગ્રેસ સમિતિ ડેલિગેટ મનહરસિંહ કારોલી, પૂર્વ જિલ્લા પંચાયતના સભ્યો પણ ભાજપમાં જોડાયા છે. અહીં સહકારિતા મંત્રી જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં સહકાર સંમેલનનું આયોજન થયું હતું. જે અંતર્ગત તે વિસ્તારના મોટા ભાગના કોંગ્રેસ કાર્યકરોએ કેસરિયા કરી લીધા છે. તે જ અનુક્રમે અમદાવાદમાં પણ ભાજપનો ભરતી મેળો જામ્યો હતો.

    અમદાવાદમાં પણ 300થી વધુ કોંગ્રેસના કાર્યકરો જોડાયા ભાજપમાં

    મોડાસાના સહકાર સંમેલન પહેલાં અમદાવાદમાં પણ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. અમદાવાદના અલગ-અલગ વિસ્તારના લગભગ 300થી વધુ કાર્યકર્તાઓએ ભાજપનો ભગવો ખેસ ધારણ કરી લીધો છે. અમદાવાદમાં આવેલા દાણીલીમડા, બહેરામપુરા, કાંકરિયા, ગોમતીપુર જેવા વિસ્તારના કોંગ્રેસના 300થી વધુ યુવા કાર્યકરો સ્થાનિક યુવા આગેવાન બ્રિજેશભાઈ પરમારની આગેવાનીમાં ભાજપમાં જોડાયા છે.

    - Advertisement -

    નોંધનીય છે કે, 29 એપ્રિલે, રાજકોટમાં પણ ભાજપનો ભવ્ય ભરતી મેળો જામ્યો હતો. અહીં 2022ની વિધાનસભા ચૂંટણીના AAP ઉમેદવાર વિક્રમ સોરાણી પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં સોરાણી સહિત તેમના 10,000 જેટલા સમર્થકોએ ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો હતો. રાજકોટમાં એક તરફ રાજપૂત સમાજનો વિરોધ દેખાઈ રહ્યો છે અને સ્પષ્ટપણે કહેવામાં આવી રહ્યું છે કે, રાજકોટના કોંગ્રેસ ઉમેદવારને જ જિતાડવામાં આવશે. તેવી સ્થિતિમાં પણ રાજકોટમાં પરષોત્તમ રૂપાલા અને ભાજપના સમર્થનમાં વિશાળ જનમેદની જોવા મળે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં