Saturday, October 12, 2024
More
    હોમપેજદેશદિલ્હીમાં મુસ્લિમ સગીરે મિત્રો સાથે મળીને હિંદુ મહિલાની કરી હત્યા: પીડિતાની પુત્રીનો...

    દિલ્હીમાં મુસ્લિમ સગીરે મિત્રો સાથે મળીને હિંદુ મહિલાની કરી હત્યા: પીડિતાની પુત્રીનો પીછો કરી વારંવાર કરતો હતો હેરાન, ત્રણની ધરપકડ

    સગીર મુસ્લિમ આરોપીએ મહિલાને ગોળી મારી દીધી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ ત્રણેય આરોપીઓ ઘટનાસ્થળેથી નાસી છૂટયા હતા. હત્યા બાદથી મુસ્લિમ સગીર ફરાર છે. પીડિતાને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેને મૃત જાહેર કરી દેવામાં આવી છે.

    - Advertisement -

    રાજધાની દિલ્હીથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, દિલ્હીમાં સ્થિત જહાંગીરપુરીમાં એક સગીર મુસ્લિમ આરોપીએ એક 35 વર્ષની હિંદુ મહિલાની હત્યા કરી નાખી છે. ઘટના શુક્રવારે (26 એપ્રિલ, 2024) બનવા પામી હતી. સગીર મુસ્લિમ આરોપી સાથે તેના મિત્રોએ પણ આ ઘટનાને અંજામ આપ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે, મૃતક મહિલાની સગીર પુત્રીને આરોપી હેરાન કર્યા કરતો હતો અને તેનો પીછો કર્યા કરતો હતો. આ મામલે પોલીસ ત્રણેય આરોપીઓની ગોરખપુરથી ધરપકડ કરી છે.

    માહિતી અનુસાર, હિંદુ મહિલાની 16 વર્ષની પુત્રી અભ્યાસ માટે ટ્યુશન જતી હતી, ત્યારે અવારનવાર આરોપી તેનો પીછો કરતો હતો. આ મામલે સગીરાએ પોતાના ઘરે જાણ કરી હતી અને મુસ્લિમ સગીરની પરિવારને ફરિયાદ કરી હતી. જેને લઈને પરિવારે મુસ્લિમ સગીર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી દીધી હતી. પીડિત પરિવારના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસ આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી હતી અને તે વારંવાર હિંદુ સગીરાને હેરાન-પરેશાન કરતો રહ્યો હતો. પરિસ્થિતિ તંગ બનતા હિંદુ પરિવારે પોતાની પુત્રીને હોસ્ટેલમાં મોકલી દીધી હતી.

    શુક્રવાર (26 એપ્રિલ, 2024)ના રોજ બપોરના સમયે સગીર મુસ્લિમ તેના બે મિત્રો સાથે પીડિતા સાથે વાત કરવા માટે તેના ઘર સુધી પહોંચી ગયો હતો. જ્યારે હિંદુ મહિલાએ આરોપીની આ હરકત પર વાંધો ઉઠાવ્યો તો મુખ્ય આરોપીએ મહિલાને ગોળી મારી દીધી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ ત્રણેય આરોપીઓ ઘટનાસ્થળેથી નાસી છૂટયા હતા. હત્યા બાદથી મુસ્લિમ સગીર ફરાર હતો. પીડિતાને દિલ્હીની બાબુ જગજીવન રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેને મૃત જાહેર કરી દેવામાં આવી છે.

    - Advertisement -

    રિપોર્ટ્સ અનુસાર, મુસ્લિમ આરોપીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે હાથમાં પિસ્તોલ લહેરાવતો અને ફાયરિંગ કરતો જોવા મળે છે. હિંદુ મહિલાની હત્યાને લઈને દિલ્હી પોલીસે ગુનો દાખલ કરી દીધો છે અને આ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

    કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પીડિતાના ઘરની બહાર મોટી સંખ્યામાં પોલીસ કાફલો તહેનાત કરવામાં આવ્યો છે. જ્યારે ત્રણેય આરોપીઓને પણ ઉત્તર પ્રદેશના ગોરખપુરથી પકડી પાડવામાં આવ્યા છે. ત્રણેય આરોપીઓ ટ્રેનમાં બેસીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તે જ સમયે પોલીસે ત્રણેયને દબોચી લીધા હતા. પોલીસે સગીર આરોપીઓને શોધવા માટે 10 ટીમોનું ગઠન કર્યું હતું અને આસપાસના CCTC ફૂટેજના આધારે તેની હરકતો પર નજર રાખવામાં આવી હતી.

    આ મામલે પોલીસે જણાવ્યું છે કે, પીડિત પરિવારે આ પહેલાં પણ આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદના આધારે પોલીસે POCSO એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી. તે વખતે પોલીસે આરોપીને નેપાળથી ટ્રેક કર્યો હતો. તેની ધરપકડ બાદ તેને જુવેનાઈલ જસ્ટિસ હોમ પણ મોકલી દેવામાં આવ્યો હતો. પરિવાર મુસ્લિમ સગીરની આ હરકતના વિરોધમાં હતો, તેથી જ તેણે પીડિત હિંદુ સગીરાને હોસ્ટેલમાં મોકલી દીધી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં