Thursday, October 10, 2024
More
    હોમપેજરાજકારણ‘હું 40 વર્ષ કોંગ્રેસમાં રહ્યો, ઘરે એક કોન્સ્ટેબલ પણ આવ્યો નથી’: ED-CBI...

    ‘હું 40 વર્ષ કોંગ્રેસમાં રહ્યો, ઘરે એક કોન્સ્ટેબલ પણ આવ્યો નથી’: ED-CBI વિરુદ્ધ ચાલતા પ્રોપગેન્ડાની અર્જુન મોઢવાડિયાએ ખોલી પોલ, કહ્યું- આગ લાગી હોય તો જ ધુમાડો નીકળે

    સોશિયલ મિડિયા પ્લેફ્ટોર્મ X ઉપર અર્જુન મોઢવાડિયાનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં તેમણે આ વાત કહી હતી. આ વિડીયો ગત 21 માર્ચની એક સભામાં અર્જુન મોઢવાડિયાએ કરેલા સંબોધનનો હોવાનું જાણવા મળ્યું છે.

    - Advertisement -

    ભ્રષ્ટાચાર અને કાળાં કામો વિરુદ્ધ ED-CBI જેવી એજન્સીઓ કાર્યવાહી કરે ત્યારે તેને ભાજપના ઇશારે કામ કરતી ગણાવી દેવાના વિપક્ષી દુષ્પ્રચાર પર પૂર્વ કોંગ્રેસ નેતા અને પોરબંદર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ અગત્યની ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે, જો કશુંક ખોટું કર્યું હશે તો જ કાર્યવાહી થશે, બાકી તેમણે અત્યાર સુધી કોંગ્રેસમાં રહીને ક્યારેય કોઇ બદલાની કાર્યવાહીનો ભોગ બનવું પડ્યું નથી. 

    સોશિયલ મિડિયા પ્લેફ્ટોર્મ X ઉપર અર્જુન મોઢવાડિયાનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં તેમણે આ વાત કહી હતી. તેઓ કહે છે, “આખા દેશમાં વાતો એવી કરે છે કે ED, CBI અને ઇન્કમ ટેક્સ ભાજપના એજન્ટ તરીકે કામ કરે છે. પણ હું ચાળીસ વર્ષથી (રાજકારણમાં, કોંગ્રેસમાં) છું, મારે ત્યાં એક પણ પોલીસ કોન્સ્ટેબલ નથી આવ્યો.”

    તેમણે આગળ કહ્યું કે, “ક્યાંક આગ લાગી હોય તો ધુમાડો નીકળે, કશુંક બન્યું હશે તો જ તમારે ત્યાં આવે છે. આમ જ નથી આવતા.” આ વિડીયો ગત 21 માર્ચની એક સભામાં અર્જુન મોઢવાડિયાએ કરેલા સંબોધનનો હોવાનું જાણવા મળ્યું છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે અર્જુન મોઢવાડિયા છેલ્લા ચાળીસ વર્ષથી સક્રિય રાજકારણમાં છે અને અનેક મોટાં પદ પર રહી ચૂક્યા છે. 4 દાયકા સુધી કોંગ્રેસમાં સેવા આપ્યા બાદ થોડા સમય પહેલાં જ તેમણે પાર્ટી સાથે છેડો ફાડ્યો અને ભાજપમાં સામેલ થયા. તેઓ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખથી માંડીને વિધાનસભામાં વિપક્ષ નેતા પણ રહી ચૂક્યા છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં પોરબંદરથી ચૂંટાયા હતા, પરંતુ તાજેતરમાં તેમણે રાજીનામું ધરી દીધું. 

    લોકસભા ચૂંટણી સાથે યોજાનારી વિધાનસભાની પેટાચૂંટણીમાં તેઓ ફરી પોરબંદર બેઠક પરથી જ લડી રહ્યા છે, પરંતુ આ વખતે ભાજપની ટીકીટ પર. હાલ તેઓ પ્રચાર કરી રહ્યા છે. આ વિડીયો આ પ્રચાર દરમિયાનની જ એક સભામાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં