Wednesday, September 18, 2024
More
    હોમપેજક્રાઈમ‘હિંદુ યુવતીનો પીછો કરીને છેડતી કરી, બળજબરીથી કારમાં બેસાડવાનો કર્યો પ્રયાસ’: કડીના...

    ‘હિંદુ યુવતીનો પીછો કરીને છેડતી કરી, બળજબરીથી કારમાં બેસાડવાનો કર્યો પ્રયાસ’: કડીના હનીફ સામે ગુનો, બચાવવા આવેલા હિંદુ યુવાનોને ધમકાવવાનો પણ આરોપ

    તેણે હિંદુ યુવતીને, "હું કોણ છું, તું મને ઓળખે છે" જેવી ધમકી આપી અને કારમાંથી બેઝબોલનો ધોકો લઈને નીચે ઉતર્યો હતો. આરોપ છે કે, તેણે હિંદુ યુવતીની મદદ કરનારા હિંદુ યુવાનોને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યાંથી ભાગી ગયો હતો.

    - Advertisement -

    મહેસાણા જિલ્લામાંથી તડીપાર કરવામાં આવેલા ગુજસીટોકના આરોપી હનીફ જાડી નામના શખ્સે અમદાવાદની એક હિંદુ યુવતીની છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપ છે કે, વહેલી સવારે એકલી જઈ રહેલી હિંદુ યુવતીને જોઈને તેણે પોતાની કાર લઈને તેનો પીછો કર્યો હતો. હાઈવેથી છાત્રાલ સુધી તેણે યુવતીનો પીછો કરી તેને બળજબરીપૂર્વક કારમાં બેસાડવાનો પ્રયાસ કરીને છેડતી કરી હતી. આ દરમિયાન યુવતીને બચાવવા માટે આવેલા યુવાનોને પણ તેણે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું જણાવવામાં આવ્યું છે. સમગ્ર મામલે હિંદુ યુવતીએ મહેસાણાના કડી પોલીસ સ્ટેશનમાં હનીફ જાડી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરીને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

    આ ઘટના ગુરુવારે (8 ફેબ્રુઆરી) બનવા પામી હતી. ફરિયાદમાં જણાવાયા અનુસાર, અમદાવાદમાં રહેતી અને મહેસાણાના કડીમાં પોતાના મામાના ઘરે આવેલી હિંદુ યુવતી વહેલી સવારે લગભગ 4:30 વાગ્યે ચાલીને છાત્રાલ રોડ તરફ જઈ રહી હતી. તે સમયે હનીફ તેની ઈનોવા કાર લઈને ધસી આવ્યો હતો અને રાતના અંધારાનો લાભ લઈને તેણે હિંદુ યુવતીને ઊભી રાખી હતી. આટલું જ નહીં પરંતુ તેણે હિંદુ યુવતીને વારંવાર બળજબરીપૂર્વક કારમાં બેસાડવા પ્રયાસ પણ કર્યા હતા. યુવતી હનીફ જાડીનો પીછો છોડાવીને પાંજરાપોળ પહોંચી તો ત્યાં પણ આરોપી કાર લઈને પહોંચી ગયો હતો. પીડિતાએ આરોપ લગાવ્યો કે, પાંજરાપોળ વિસ્તારમાં તેણે ફરીવાર તેને બળજબરીપૂર્વક કારમાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો અને છેડતી કરી હતી.

    બચાવવા આવેલા હિંદુ યુવકોને પણ આપી ધમકી

    રિપોર્ટ્સ અનુસાર, પાંજરાપોળ વિસ્તારમાં જ આરોપી હનીફ યુવતી સાથે માથાકૂટ કરી રહ્યો હતો ત્યારે ત્યાં હિંદુ યુવકો મદદ માટે આવી પહોંચ્યા હતા. જે બાદ હનીફ ત્યાંથી નાસી છૂટ્યો હતો. હિંદુ યુવાનો યુવતીને રિક્ષામાં બેસાડીને છાત્રાલ ચોકડી પાસે જઈને ઊભા હતા તેવામાં ફરી એકવાર પોતાની કાર લઈને હનીફ ત્યાં આવી ચડયો હતો. તેણે હિંદુ યુવતીને, “હું કોણ છું, તું મને ઓળખે છે” જેવી ધમકી આપી અને કારમાંથી બેઝબોલનો ધોકો લઈને નીચે ઉતર્યો હતો. આરોપ છે કે, તેણે હિંદુ યુવતીની મદદ કરનારા હિંદુ યુવાનોને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યાંથી ભાગી ગયો હતો.

    - Advertisement -

    સમગ્ર ઘટનાને લઈને શનિવારે (10 ફેબ્રુઆરી) હિંદુ યુવતીએ કડી પોલીસ સ્ટેશનમાં હનીફ જાડી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે આરોપી વિરુદ્ધ છેડતીનો ગુનો દાખલ કરીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે. ઉલ્લેખનીય છે કે, હનીફ જાડી કડીમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. ગયા મહિને જ તે ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટ્યો હતો અને મહેસાણા જિલ્લામાંથી તેને તડીપાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હનીફ જાડી પર 35થી વધુ પોલીસ સ્ટેશનમાં ગુના પણ નોંધાયા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં