Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતસુરત: ડિંડોલીમાં હિંદુ નામથી ભાડાના મકાનમાં રહેતા હતા બાંગ્લાદેશી મુસ્લિમો, સ્થાનિકોને જાણ...

    સુરત: ડિંડોલીમાં હિંદુ નામથી ભાડાના મકાનમાં રહેતા હતા બાંગ્લાદેશી મુસ્લિમો, સ્થાનિકોને જાણ થતા હિંદુવાદી સંગઠનોના સહયોગથી પોલીસ હવાલે કર્યા, તપાસ શરૂ

    સ્થાનિક હિંદુ સંગઠનોનો આક્ષેપ છે કે જે મકાનમાં આ બંને બાંગ્લાદેશીઓ રહી રહ્યા હતા તે મકાન માલિકને 15 દિવસ પહેલા આ વિશે જાણ કરી હતી. પરંતુ મકાન માલિક દ્વારા કોઈ પગલા ન લેવાતા અંતે તેમને પોતે પોલીસને જાણ કરીને આ બંને યુવક અને યુવતીને પોલીસને સોંપવા પડ્યા હતા.

    - Advertisement -

    સુરતના ડિંડોલી ખાતે આવેલી એક સોસાયટીમાં બાંગ્લાદેશી મુસ્લિમો હિંદુ નામ ધારણ કરીને રહી રહ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. સ્થાનિક રહેવાસીઓને આ મામલે જાણ થતા જ હોબાળો મચી ગયો હતો. આ બાંગ્લાદેશી મુસ્લિમો છેલ્લા ઘણા સમયથી અહીં રહેતા હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ સ્થાનિક હિંદુ સંગઠનોને કરવામાં આવતા જ તેમણે બંને બાંગ્લાદેશીઓને પોલીસના હવાલે કર્યા હતા. હાલ પોલીસે બંનેની પૂછપરછ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    મળી રહેલા અહેવાલો સનુસાર સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં હિંદુ નામ ધારણ કરી બાંગ્લાદેશી મુસ્લિમો રહેતા હતા. જેમાં એક યુવક અને એક યુવતીનો સમાવેશ થાય છે. સોસાયટીના અન્ય રહેવાસીઓને આ બાબતની જાણ થતા જ હોબાળો મચી ગયો હતો. સોસાયટીના પ્રમુખ અને અન્ય કેટલાક રહેવાસીઓએ આ મામલે સ્થાનિક હિંદુ સંગઠનોનું ધ્યાન દોરતા તેઓ સોસાયટી ખાતે દોડી આવ્યા હતા. જે બાદ આ બાંગ્લાદેશી યુવક યુવતીને સ્થાનિક પોલીસના હવાલે કરી દેવામાં આવ્યા હતા.

    સ્થાનિક હિંદુ સંગઠનોનો આક્ષેપ છે કે જે મકાનમાં આ બંને બાંગ્લાદેશીઓ રહી રહ્યા હતા તે મકાન માલિકને 15 દિવસ પહેલા આ વિશે જાણ કરી હતી. પરંતુ મકાન માલિક દ્વારા કોઈ પગલા ન લેવાતા અંતે તેમણે પોતે પોલીસને જાણ કરીને આ બંને યુવક અને યુવતીને પોલીસને સોંપવા પડ્યા હતા. સોસાયટીના પ્રમુખ અને અન્ય રહેવાસીઓ પણ તેમની વચ્ચે બાંગ્લાદેશી મુસ્લિમો હિંદુ બનીને રહેતા હોવાની જાણ થયા બાદ ચોંકી ઉઠ્યા હતા અને તેમના વિરુદ્ધ કાયદેસરના પગલા લેવાની માંગ કરી હતી.

    - Advertisement -

    હાલ સુરતની ડિંડોલી પોલીસ દ્વારા બંને યુવક યુવતીને લઇ જઈ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ બંને બાંગ્લાદેશીઓ કોના સહયોગથી બોર્ડર ક્રોસ કરીને આવ્યા અને અહીં કોની મદદથી રહેતા હતા, ઉપરાંત અહીં આવવા પાછળ તેમનો હેતુ શું હતો તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

    આ પહેલા મસ્જીદ નીચેથી ઝડપાયું હતું બોગસ દસ્તાવેજો બનાવવાનું રેકેટ

    ઉલ્લેખનીય છે કે આ પહેલા સુરત શહેરમાં એક મસ્જિદની નીચેથી આધારકાર્ડ સહિતના બનાવટી ઓળખપત્રો બનાવવનું રેકેટ ઝડપાયું હતું. સુરત SOGએ એક વિશેષ ઓપરેશનમાં ખોટું આધાર સેન્ટર ઉભું કરીને કોમ્પ્યુટર અને લેપટોપથી કોઈ જાતના આધાર પુરાવાઓ કે દસ્તાવેજો વગર ઓળખપત્રો બનાવી આપતા શખ્સોની ધરપકડ કરી લીધી હતી.

    SOGને સુરતના પુણાના ઉમરવાડાના સંજય નગરમાં ગુલશન-એ-રઝા મસ્જિદની નીચે આવેલા AK મોબાઈલ સેન્ટરમાં કેટલાક ઈસમો ભેગા મળીને ખોટા આધારકાર્ડ સહિતના બનાવટી ઓળખપત્રો બનાવતા હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહક ઉભો કરી ગુનાની ખરાઈ કરી હતી અને ત્યારબાદ PCBને સાથે રાખીને આ ખોટા આધાર સેન્ટર પર લેપટોપ અને કોમ્પ્યુટરમાં ફોટોશોપ સોફ્ટવેરનો ઉપયોગ કરી ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ, જન્મના દાખલા જેવા મહત્વપૂર્ણ દસ્તાવેજોમાં એડિટિંગ કરી આબેહૂબ બનાવટી દસ્તાવેજ બનાવી નાંખતા હતા.

    પોલીસે પકડેલા ઈસમોની ઓળખ આમદ ઉર્ફે લખન મોહમદ ખાન, મહેબુબ યાકુબ શેખ, વસીમ બદરૂદ્દીન શેખ, નૂર વઝીર સૈયદ અને સકલૈન નઈમ પટેલ તરીકે થઇ હતી. પોલીસે 3 લાખ 27 હજારના મુદ્દામાલ સાથે તમામને ઝડપી પાડ્યા હતા. સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું કે, આ લોકો લેપટોપ-કોમ્પ્યુટરના ઉપયોગ દ્વારા ફોટોશોપની મદદથી આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, જન્મનો દાખલો વગેરે દસ્તાવેજો બનાવતા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં